
એક રિપોર્ટ મુજબ આ ચક્રવાતથી દેશભરમાં 10,000 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધુ મોત નોંધાયા હતા. ગુજરાતમાં 1173 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 1500થી વધુ લોકો લાપતા થયા હતા.

વાવાઝોડાના કારણે જે લોકોના મોત થયાં હતા અને તેમની લાશોમાંથી દૂર્ગધ આવવા લાગી હતી અને મૃતદેહની ઓળખ ન થઈ હોવાને કારણે બરફની પ્લેટો ટ્રક ભરીને લાવવામાં આવી હતી.

કાંતિલાલ કડીયા તે વાવાઝોડા બાદ ત્યા પહોચ્યા હતા, કંન્ટેનર પણ ઉડી ગયા હતા એના પરથી નક્કી કરી શકાય કે, વાવાઝોડુ કેટલું ભયંકર હશે

8 જૂન 1998ના રોજ આવેલા વાવાઝોડાથી કચ્છના કંડલા બંદરને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ કંડલા પોર્ટને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવ્યો છે.
Published On - 5:12 pm, Thu, 15 June 23