
4. MINI Cooper SE : મિની કૂપરનું ઇલેક્ટ્રિક વર્ઝન એકદમ સ્ટાઇલિશ છે. આ 3 દરવાજાવાળી ઇલેક્ટ્રિક કાર છે, જેની એક્સ-શોરૂમ કિંમત 53.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. રેન્જ વિશે વાત કરીએ તો, આ કાર એકવાર ફુલ ચાર્જ થયા બાદ અંદાજે 270 કિલોમીટર ચાલે છે.

5. Volvo XC40 Recharge : Volvo XC40 રિચાર્જ એ એક ઉત્તમ પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર છે. ભારતમાં તેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 54.95 લાખ છે. આ કાર 4.8 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. ફુલ ચાર્જ થવા પર તે 505 કિલોમીટર સુધીની રેન્જ આપશે.

6. Kia EV6 : Kia મોટરની પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર EV6 શાનદાર રેન્જ સાથે આવે છે. જો તમે તેને સંપૂર્ણ રીતે ચાર્જ કરો છો, તો તે 708 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ કાર માત્ર 18 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 60.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

7. Volvo C40 Recharge : Volvo C40 રિચાર્જ શ્રેષ્ઠ સુવિધાઓ અને ફીચર્સ સાથે આવે છે. આ કાર સિંગલ ચાર્જ પર 530 કિલોમીટર સુધી દોડી શકે છે. કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 62.95 લાખ રૂપિયા છે. આ કાર 4.7 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે.

8. BMW iX1 : BMW iX1 પણ લક્ઝરી ઇલેક્ટ્રિક કારની યાદીમાં સામેલ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 66.90 લાખ રૂપિયા છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ કાર 417 થી 440 કિલોમીટરનું અંતર કાપી શકે છે. જ્યારે 10 મિનિટ ચાર્જિંગ કરશો તો પણ તમે 120 કિલોમીટરની મુસાફરી કરી શકશો.

9. BMW i4 : BMW i4નું નામ પણ મોંઘી ઇલેક્ટ્રિક કારમાં છે. તેની એક્સ-શોરૂમ કિંમત 72.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ કાર 590 કિલોમીટરનું અંતર કાપે છે. આ કાર 10 મિનિટના ચાર્જિંગમાં 164 કિલોમીટરની મુસાફરી કરી શકે છે.

10. Mercedes-Benz EQB : Mercedes-Benz EQB આ યાદીમાં આ સૌથી મોંઘી ઇલેક્ટ્રિક કાર છે. આ કાર 32 મિનિટના ચાર્જિંગમાં 80 ટકા ચાર્જ થઈ જશે. તો આ કાર સિંગલ ચાર્જ પર 423 કિલોમીટરનું અંતર કાપી શકે છે. મર્સિડીઝ EQBની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 74.50 લાખ રૂપિયા છે.