Omicron Scare: દરરોજના આવી શકે છે 8 લાખ કેસ, ઓમિક્રોન વેવ દરમિયાન મૃત્યુઆંક પણ વધી શકે: આરોગ્ય નિષ્ણાતોનો દાવો

|

Jan 10, 2022 | 2:55 PM

અમેરિકામાં એક દિવસમાં 10 લાખ કેસ નોંધાયા છે. તમામ દેશોમાં સંક્રમિતોની સંખ્યા પહેલા કરતા વધુ છે. આવી સ્થિતિમાં, હોસ્પિટલો, આઈસીયુ બેડ ભરાઈ શકે છે અને સંક્રમિત આરોગ્ય કર્મચારીઓની સંખ્યા પણ ઘણી વધારે હોઈ શકે છે અને તેનાથી દેશના સ્વાસ્થ્ય માળખા પર ઘણું દબાણ પડી શકે છે.

Omicron Scare: દરરોજના આવી શકે છે 8 લાખ કેસ, ઓમિક્રોન વેવ દરમિયાન મૃત્યુઆંક પણ વધી શકે: આરોગ્ય નિષ્ણાતોનો દાવો
Omicron scare in India

Follow us on

રાજલક્ષ્મી આર

ભારતમાં ઓમિક્રોનના (Omicron) કેસોની સંખ્યા 4,033 પર પહોંચી ગઈ છે, જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં (1,216) મળી આવ્યા છે. બીજી તરફ, દેશમાં સતત બીજા દિવસે 1.5 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે, જેનાથી સક્રિય કેસની સંખ્યા 7,23,619 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોવિડ-19ના (Covid-19) 1,79,723 નવા કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 146 થયો છે.

IIT દિલ્હીના ગણિતના પ્રોફેસર રામ મૂર્તિએ TV9 ને જણાવ્યું કે દેશમાં દરરોજ 8 લાખ કેસ નોંધાય તેવી શક્યતા છે. તેમના જણાવ્યા મુજબ, “અમને એવી લાગણી છે કે કોરોના કેસના આંકડા બીજી વેવના પિક કરતાં લગભગ બમણા હોઈ શકે છે”.  તેમણે એમ પણ કહ્યું કે કેસોની સંખ્યામાં વધારો થવાની સાથે, મૃત્યુ દર પણ નોંધપાત્ર રીતે વધી શકે છે. શનિવારે દિલ્હીમાં કોવિડને કારણે 17 લોકોના મોત થયા હતા. આ સંખ્યા છેલ્લા 200 દિવસમાં સૌથી વધુ છે. AIIMS દિલ્હીના ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના વડા અંજન ત્રિખાનું કહેવું છે કે નોંધાયેલા આંકડાઓમાં મોટાભાગના મૃત્યુ એવા લોકોના છે જેમને પહેલાથી જ બીજી બીમારી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અગ્રણી વાઈરોલોજિસ્ટ્સ અને ડોકટરો કહે છે કે જોખમ વય સાથે વધે છે, જે લોકો 85 કે તેથી વધુ વર્ષના છે તેમને ગંભીર લક્ષણોની શક્યતા વધુ હોય છે. અમેરિકામાં મૃત્યુ પામેલા લગભગ 81 ટકા લોકો 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે. એવા વૃદ્ધો માટે જોખમ વધારે છે જેમને પહેલેથી જ કોઈ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા છે.

ICMRના ભૂતપૂર્વ વડા ડૉ. રમના ગંગાખેડકર કહે છે, “યુએસની જેમ ભારતમાં પણ પિક કેસની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. વૃદ્ધો અને જેઓ પહેલેથી જ બીમાર છે તેમના માટે જોખમ વધારે છે અને તેમને ગંભીર સારવારની જરૂર છે.” દર્દીઓને ઘરની સંભાળ માટે ભલામણ કરી શકાતી નથી અને સાવચેતી ભર્યા દેખરેખની જરૂર પડશે. દેશમાં દર્દીનું યોગ્ય મેનેજમેન્ટ થઈ શકે તેવી સિસ્ટમની જરૂર છે.”

હોસ્પિટલોમાં બેડ ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે, હાઈ-રિસ્ક દર્દીઓને વધુ જોખમ

દિલ્હી(Delhi), મુંબઈ(Mumbai) અને કર્ણાટકની (Karnataka) હોસ્પિટલોમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. આમાંના મોટાભાગના દર્દીઓ એવા છે જેમણે કોવિડના બંને ડોઝ લીધા છે. ત્રિખાના જણાવ્યા અનુસાર, “હા, અમે બ્રેકથ્રુ ઇન્ફેક્શનના ઘણા કેસ જોયા છે. જો કે અત્યારે બહુ ઓછા દર્દીઓને ICU અથવા વેન્ટિલેટરની જરૂર છે, પરંતુ એવું લાગે છે કે આવનારા થોડા દિવસોમાં દર્દીઓની સંખ્યા 10 ગણી સુધી વધી જશે. AIIMSમાં દાખલ થયેલા 80 ટકા દર્દીઓ વૃદ્ધ છે અને તેમાંથી કેટલાકને ગંભીર સારવારની જરૂર છે. અમે એવા લોકો પર વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે.”

તાજેતરના હેલ્થ બુલેટિનનો ડેટા દર્શાવે છે કે દિલ્હીની હોસ્પિટલોમાં 1586 બેડ કોવિડ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમાંથી 279 દર્દીઓ ICUમાં, 375 ઓક્સિજન સપોર્ટ (Oxygen Support) પર અને 27 દર્દીઓ વેન્ટિલેટર (Ventilator) પર છે. ત્રિખાના જણાવ્યા અનુસાર, જે દર્દીઓને કેન્સર (Cancer), ગંભીર ડાયાબિટીસ (Diabetes), કિડનીની બિમારી અથવા એચઆઈવી છે તેમનું મૃત્યુનું પ્રમાણ વધારે છે. તેઓ સમજાવે છે, “જેમ અગાઉના વેવમાં જોવામાં આવ્યું હતું, વૃદ્ધો અને પૂર્વ-ગંભીર રોગ ધરાવતા લોકો માટે જોખમ વધારે છે. છેલ્લી વેવમાં મોટાભાગના મૃત્યુ ડાયાબિટીસ રોગ ધરાવતા દર્દીઓના હતા.”

WHO ના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને (Soumya Swaminathan) TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે Omicron ને માત્ર ઝડપથી ફેલાતા વેરિઅન્ટ તરીકે ન જોવું જોઈએ. ભલે તે અન્ય પ્રકારો કરતાં વધુ ગંભીર ન હોય, તેમ છતાં તે હાઈ રિસ્ક લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

અમેરિકાની જેમ,આપણી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી શકે છે

એવા દેશોમાં જ્યાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓમિક્રોનનો ચેપ વધ્યો છે, અભ્યાસ દર્શાવે છે કે આ પ્રકાર ડેલ્ટા કરતા ત્રણથી ચાર ગણી ઝડપથી ફેલાશે. ઉપરાંત, ડેલ્ટાની તુલનામાં હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ એક ચતુર્થાંશ હોઈ શકે છે. જેઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે તેમને કાળજીની જરૂર છે.

સ્વામીનાથનના જણાવ્યા અનુસાર, “ઓમિક્રોન સાથેની મુખ્ય સમસ્યા એ છે કે સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે, જો ઓછી સંખ્યામાં લોકો પણ ગંભીર રીતે બીમાર પડે છે, તો સંક્રમિતોની કુલ સંખ્યાને ધ્યાનમાં લેતા આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. ડેલ્ટા વેવમાં, લગભગ 20 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, જ્યારે ઓમિક્રોન વેવમાં (Omicron Wave) 4 થી 5 ટકા હતા. પરંતુ ડેલ્ટા વેવમાં (Delta Wave) ભારતમાં પીક લેવલ પર દરરોજ 4 લાખ કેસ આવી રહ્યા હતા, આ વેવમાં દરરોજ વધુ કેસ નોંધાઈ શકે છે.

અમેરિકામાં એક દિવસમાં 10 લાખ કેસ નોંધાયા છે. તમામ દેશોમાં સંક્રમિતોની સંખ્યા પહેલા કરતા વધુ છે. આવી સ્થિતિમાં, હોસ્પિટલો, આઈસીયુ બેડ ભરાઈ શકે છે અને સંક્રમિત આરોગ્ય કર્મચારીઓની સંખ્યા પણ ઘણી વધારે હોઈ શકે છે અને તેનાથી દેશના સ્વાસ્થ્ય માળખા પર ઘણું દબાણ પડી શકે છે.

પીક ટૂંક સમયમાં આવી શકે છે, સંક્રમણ પર નિયંત્રણ જરૂરી છે

મુંબઈની જસલોક હોસ્પિટલના ચેપી રોગ અને ઇમ્યુનોલોજી વિજ્ઞાનના નિષ્ણાત ડૉ. ઓમ શ્રીવાસ્તવ કહે છે કે 15 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કોવિડ કેસની સંખ્યા ટોચના સ્તરે પહોંચી શકે છે. તેઓ કહે છે, “દર્દીઓની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે, તેમાંના મોટાભાગના વૃદ્ધો અને પહેલાથી જ બીમાર લોકો હોઈ શકે. અન્ય દેશોની તુલનામાં, ભારતમાં કોવિડના મોટાભાગના દર્દીઓ એવા છે જેમને પહેલાથી જ ડાયાબિટીસ છે. તેથી અમે આવા લોકો પર વિશેષ ધ્યાન આપીએ છીએ અને ધ્યાન આપવું પડશે. અમે એ પણ જોયું છે કે આ વાયરસ હૃદય રોગના (Heart Disease) દર્દીઓને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જો આપણે તૈયાર નહીં રહીએ તો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે છે.”

લોકોએ જવાબદાર બનવું પડશે

ડો. શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, આપણે 2020 કરતા વધુ તૈયાર હોઈ શકીએ છીએ, પરંતુ જ્યારે કોરોના કેસની સંખ્યા લાખોમાં હશે, ત્યારે હેલ્થકેર સિસ્ટમ માટે મુશ્કેલી વધી જશે. તે કહે છે, “અમારા હોસ્પિટલ સ્ટાફ, ડૉક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ પણ આ સંક્રમિતોની સંખ્યામાં જોડાઈ શકે છે અને આ લોકો લાંબા સમય સુધી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવતા હોવાથી, તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ તરફ ધ્યાન આપવું પડશે.”  તેઓ એમ પણ કહે છે કે ઓમિક્રોન ઓછા ગંભીર હોવા છતાં, કુલ કેસોની સંખ્યા હેલ્થકેર સિસ્ટમ ઉપર લોડ વધારી શકે છે. તેથી, ICU બેડ, ઓક્સિજન, પર્યાપ્ત હેલ્થકેર સ્ટાફની ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને સમગ્ર દેશમાં આ સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે.

ડૉ. શ્રીવાસ્તવ ભારપૂર્વક જણાવે છે કે લોકોએ પણ આ રોગને મર્યાદિત કરવામાં મોટી ભૂમિકા ભજવવી પડશે. તે કહે છે, “અત્યાર સુધી અમને તમામ દિશાનિર્દેશો વિશે માહિતી મળી છે. પોતાને બચાવવા માટે અન્યને સુરક્ષિત રાખવાનું છે. દરેક વ્યક્તિએ રસી લેવી, માસ્ક પહેરવું, યોગ્ય અંતર જાળવવું, બારીઓ ખુલ્લી રાખવી મહત્વપૂર્ણ છે. સમયાંતરે તમારા હાથ ધોવાનું રાખો. રસી લેવા છતાં તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે.

Published On - 2:54 pm, Mon, 10 January 22

Next Article