ફુડ આર્મીનો ઈકો ફ્રેન્ડલી આઈડીયા – પ્લાસ્ટીકની નકામી થેલીમાંથી બની રહી છે રંગબેરંગી ચટ્ટાઈ

|

Sep 07, 2021 | 11:03 PM

ફૂડ આર્મીએ એક ઝુંબેશ ચલાવીને દર મહિને 50 કેન્દ્રો પરથી પોલીથીન બેગ, કરિયાણાની પેકેજીંગ બેગ અને રેપર વગેરે એકત્રિત કર્યા. ત્યારબાદ રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી મહિલાઓને ચટ્ટાઈ બનાવવાની તાલીમ આપવામાં આવી.

ફુડ આર્મીનો ઈકો ફ્રેન્ડલી આઈડીયા - પ્લાસ્ટીકની નકામી થેલીમાંથી બની રહી છે રંગબેરંગી ચટ્ટાઈ
બેકાર પ્લાસ્ટીકમાંથી બનાવવામાં આવી રહી છે રંગબેરંગી ચટ્ટાઈ (સાંકેતીક તસવીર)

Follow us on

પ્લાસ્ટિકનો કચરો સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. પ્લાસ્ટિકના ઉપયોગને લઈને વિશ્વભરના દેશોની સરકારો ધારાધોરણો નક્કી કરે છે અને કડક નિયમો પણ બનાવે છે. પરંતુ સૌથી મહત્વની છે લોકભાગીદારી. ઘણી વાર આપણે બધા એવું વિચારતા હોઈએ છીએ કે મારા એકના ઈચ્છવાથી, કે કરવાથી શું થશે ?  પરંતુ આપણે આપણો શ્રેષ્ઠ પ્રયત્ન તો કરી જ શકીએ છીએ.

મુંબઈની ‘ફૂડ આર્મી’નું જ ઉદાહરણ જોઈ લો.પર્યાવરણ માટે મોટુ જોખમ ગણવામાં આવતા પ્લાસ્ટીકના કચરાને ઘટાડવા માટે એક ઈકો ફ્રેન્ડલી વિચાર શોધી કાઢ્યો છે. તેના કારણે કચરો પણ ઓછો થઈ રહ્યો છે અને નવી વસ્તુઓ પણ બનાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ પહેલથી કમાણીનો માર્ગ પણ ખુલ્લો છે.  તેના વિશે વિગતવાર જાણીએ.

ફૂડ આર્મીએ ઝડપ્યું બીડુ

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

મુંબઈના કેટલાક જાગૃત નાગરીકોના  જૂથે ‘ફૂડ આર્મી’ ની રચના કરી છે, જેણે પર્યાવરણીય સંરક્ષણ માટે કામ કરવાનું બીડુ ઝડપ્યું છે. એક ડેમો મિશન તરીકે, ફૂડ આર્મીના 1,000 થી વધુ સભ્યોના જૂથે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરીને 6 ફૂટ અને 3 ફૂટની ચટ્ટાઈ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આના કારણે રોજગારીની તકો પણ ઉભી થઈ છે.

બેઘર અને જરૂરિયાતમંદોને મદદ પણ કરી

ખાસ વાત એ છે કે આ ‘ફૂડ આર્મી’ 6 મહિલાઓની કોર ટીમ દ્વારા ચલાવવામાં આવે છે. ‘ફૂડ આર્મી’ના સભ્યો વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓમાંથી બેઘર અને જરૂરિયાતમંદો માટે ચટ્ટાઈ અને ગાદલા બનાવી રહ્યા છે. આને કારણે, એક તરફ મહિલાઓને રોજગારી મળી રહી છે, બીજી બાજુ તેઓ પ્લાસ્ટિકનો કચરો ઘટાડવા અને પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ્યમાં પણ ભાગ લઈ રહી છે. આ પહેલની શરૂઆત થોડા મહિનાઓ પહેલા શહેરભરમાંથી પ્લાસ્ટિક એકત્ર કરવાની ઝુંબેશ સાથે શરૂ થઈ હતી.

દર મહિને એક અભિયાન ચલાવીને પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું

સ્વયંસેવકો મુંબઈમાં 50 કેન્દ્રો પરથી પોલિથિન બેગ, કરિયાણાની પેકેજીંગ બેગ અને રેપર એકત્ર કરવા માટે દર મહિને એક અભિયાન ચલાવે છે. પછી રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી મહિલાઓને ચટ્ટાઈ બનાવવાની તાલીમ આપવામાં આવી. એકત્રિત કરેલા પ્લાસ્ટિકને ટૂંકું કરવામાં આવ્યું, દોરામાં કાંતવામાં આવ્યું અને 6 ફૂટ અને 3 ફૂટની ચટ્ટાઈમાં બનાવવામાં  આવી.

ગરીબ પરિવારોને મફત ચટ્ટાઈ આપવામાં આવે છે

આ પહેલ વિશે બીજી સારી બાબત એ છે કે પ્લાસ્ટિકના કચરામાંથી બનેલી ચટ્ટાઈ બેઘર અને જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે આપવામાં આવે છે. અહેવાલો અનુસાર, ફૂડ આર્મીએ 2014 માં કુદરતી આફતના પીડિતો સુધી પહોંચીને તેમને ઘરે બનાવેલું ભોજન આપીને પોતાનું કામ શરૂ કર્યું હતું. કાફલો આગળ વધ્યો અને આ લોકોએ કુદરતી આફતો દરમિયાન જરૂરિયાતમંદોને અનાજ અને ભોજન આપવાનું શરૂ કર્યું અને હવે ફૂડ આર્મી આ અભિયાનને મુંબઈની બહાર અન્ય વિસ્તારોમાં પણ લઈ જવાની યોજના ધરાવે છે.

પર્યાવરણનું રક્ષણ કરવાની અનન્ય રીત

લોકોને મદદ કરવાનો આ પ્રયાસ છે. અને સાથે જ પર્યાવરણનું રક્ષણ કરવાની એક અનોખી રીત પણ છે. એટલા માટે ફૂડ આર્મી લોકોને તેમના પ્લાસ્ટિક કચરાનો વિવિધ રીતે નિકાલ કરવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે, તેમજ તે પ્લાસ્ટીકને ફરીથી વાપરી શકાય તેવું બનાવે છે અને લોકોમાં જાગૃતિ પણ લાવે છે.

આ પણ વાંચો :  Maharashtra : મોહન ભાગવતે સમજાવ્યો હિન્દુ હોવાનો અર્થ, જાણો આ પર શરદ પવારે શું આપી પ્રતિક્રિયા

આ  પણ વાંચો : Mumbai: ગણેશ ચતુર્થી પર ભીડની શક્યતાને લઈને મુંબઈના મેયરનું નિવેદન, “કોરોનાની ત્રીજી લહેર આવશે નહી આવી ગઈ છે”

Next Article