કેટલાક લોકો દરરોજ સવારે પૂજા કર્યા પછી કપાળ પર તિલક (Tilak) લગાવે છે. તો કેટલાક લોકો ખાસ પ્રસંગો પર તિલક કરતા હોય છે. તમને ખબર જ હશે કે તિલક કર્યા પછી ચોક્કસપણે તેના પર ચોખા લગાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તિલક ઉપર ચોખા (Rice) ચોંટાડવાનું મહત્વ શું છે? તિલક પછી ચોખા શા માટે લગાવવામાં આવે છે? ધાર્મિક રિવાજ ઉપરાંત, તેની પાછળ ઘણા કારણો છે.
અલગ અલગ પ્રકારના તિલક
તમને ખબર જ હશે કંકુનું તિલક કપાળ પર સૌથી વધુ કરવામાં આવે છે. આ સિવાય ચંદન, કેસર વગેરેના તિલક પણ કરવામાં આવે છે. પૂજાના તિલકની વાત હોય, કોઈ શુભ કાર્ય માટે જતા પહેલાનું તિલક હોય, કે દિનચર્યામાં સવારે થતું તિલક હોય, આ બધામાં એક સામાન્ય બાબત છે કે તિલક કર્યા પછી તેના પર ચોખાના કેટલાક દાણા પણ લગાવવામાં આવે છે. આજે તેની પાછળની કેટલીક તર્ક જાણીએ.
પવિત્ર છે ચોખા
તિલક પછી ચોખા લગાવવા એ શ્રદ્ધાની બાબત ગણી શકાય અને આ પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે. જો કે ઘણા અહેવાલોમાં જણાવ્યું છે કે તિલક સાથે ચોખા લગાવવાનું કારણ એ છે કે ચોખાને સૌથી પવિત્ર અને શુદ્ધ અનાજ (Purest Grain) માનવામાં આવે છે. તમે જોયું જ હશે કે નાના કર્મકાંડથી માંડીને મોટી ધાર્મિક વિધિઓ સુધીની દરેક બાબતમાં ચોખાનું વિશેષ મહત્વ છે. ભગવાનના ભોગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે જોયું હશે કે દરેક ખાસ પ્રસંગે ચોખાનું પોતાનું વિશેષ મહત્વ હોય છે.
સફળતાનું પ્રતિક છે ચોખા
ચોખાને હવનમાં દેવતાઓને અર્પણ કરાતું શુદ્ધ અનાજ માનવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તે કદી નાશ પામી શકે નહીં. ચોખાનો ઉપયોગ કોઈપણ કાર્યની સફળતા માટે થાય છે. વળી હિન્દુ ધર્મમાં ચોખાને સમૃદ્ધિનું અને સફળતાનું પણ પ્રતિક (Rice Significance) માનવામાં આવે છે.
મળે છે પોઝિટિવ ઉર્ઝા
ઘણા લોકો માને છે કે ચોખાને કપાળમાં તિલક પર લગાવવાથી સકારાત્મક ઉર્જા પણ મળે છે. આ કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં માથામાં અને તેના ફરતે પણ તેને વેરવામાં આવે છે.
આ પણ વાંચો: આ જગ્યાએ મૃત્યુ બાદ સંબંધીઓ ભેગા થઈને ખાઈ જાય છે લાશ, જાણો વિચિત્ર રિવાજો
આ પણ વાંચો: Insurance: શું તમે જાણો છો? ટર્મ, લાઈફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચે શું તફાવત હોય છે?