આકાશનો રંગ દિવસભર વાદળી અને સાંજના સમયે કેમ નારંગી દેખાય છે ? જાણો તેના પાછળનું રસપ્રદ કારણ

|

Nov 29, 2021 | 3:02 PM

વિજ્ઞાન કહે છે કે સૂર્ય ખૂબ શક્તિશાળી છે. દર સેકન્ડે સૂર્ય એટલી ઊર્જા છોડે છે જેટલી તે 100 અબજ પરમાણુ બોમ્બમાંથી નીકળે છે. તેનું ઉદાહરણ સૌર ઉર્જા છે. સોલાર પેનલ દ્વારા સૂર્યની ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન થાય છે.

આકાશનો રંગ દિવસભર વાદળી અને સાંજના સમયે કેમ નારંગી દેખાય છે ? જાણો તેના પાછળનું રસપ્રદ કારણ
Symbolic Image

Follow us on

આકાશ(Sky)નો રંગ વાદળી(Blue)કેમ છે? આ પ્રશ્ન પૂછવા પર મોટાભાગના લોકો કહે છે કે સમુદ્ર અને મહાસાગરનો રંગ વાદળી હોવાથી આકાશનો રંગ પણ એક સરખો જ છે, પરંતુ તેમાં કોઈ સત્ય નથી. જો આપણે તેને વૈજ્ઞાનિક (Scientific Reason) દષ્ટિએ જોઈએ તો તેનો સંબંધ સૂર્ય (Son)ના કિરણો સાથે છે. આ કિરણોના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તના વાદળોનો રંગ નારંગી અને દિવસ આખો વાદળી રહે છે.

આ કારણે આકાશ વાદળી દેખાય છે

વાતાવરણમાં ધૂળ અને માટીના ખૂબ જ નાના કણો (Molecule) જોવા મળે છે. જ્યારે સૂર્યના કિરણો આ કણો પર પડે છે, ત્યારે તે સાત રંગોમાં થાય છે. આ સાત રંગોમાં વાયોલેટ, ઈન્ડિગો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલનો સમાવેશ થાય છે. જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે વાદળી અને ઈન્ડિગોની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હોય છે. લાલ રંગ સૌથી લાંબી તરંગ લંબાઇ ધરાવે છે. પરિણામે, વાદળી અને ઈન્ડિગો રંગના કિરણો આકાશમાં વધુ પથરાય છે, તેથી દિવસ દરમિયાન આકાશી રંગ (Sky Blue Color)નું દેખાય છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશ કેમ નારંગી દેખાય છે ?

ઘણીવાર તમે જોયું હશે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન આકાશનો રંગ નારંગી અથવા લાલ દેખાય છે. તેનું કારણ પણ પ્રકાશના કિરણો છે. વિજ્ઞાન કહે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય પૃથ્વીની ખૂબ નજીક હોય છે. આ દરમિયાન, સૂર્યનું તાપમાન ઓછું હોય છે અને લાલ અને નારંગી રંગો કરતાં વાદળી અને લીલા કિરણો વધુ પ્રતિબિંબિત થાય છે. આથી આકાશનો રંગ લાલ કે કેસરી દેખાય છે. સાદી ભાષામાં સમજીએ તો જે રંગના કિરણો વધુ પથરાય છે, એ જ રંગ આકાશમાં દેખાય છે.

દરિયાનું વાદળી દેખાવું પણ શું સૂર્યના કિરણોના કારણે છે ?

ઘણીવાર તમે જોયું હશે કે સમુદ્ર કે મહાસાગર વાદળી રંગમાં રંગાયેલો દેખાય છે, પરંતુ જ્યારે તમે નજીક જઈને પાણીને જુઓ છો તો તેનો રંગ વાદળી નથી હોતો. તેનું કારણ પણ સૂર્યના કિરણો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાણીમાં સૂર્યના કિરણોને શોષવાની શક્તિ હોય છે. દિવસ દરમિયાન જ્યારે સૂર્યના કિરણો પાણી પર પડે છે, ત્યારે પાણી પ્રકાશમાંથી નીકળતા અન્ય રંગીન કિરણોને શોષી લે છે, પરંતુ વાદળી કિરણને પ્રતિબિંબિત કરે છે. પ્રકાશના આ પ્રતિબિંબને કારણે, સમુદ્રનો રંગ વાદળી દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે વાદળી નથી.

વિજ્ઞાન કહે છે કે સૂર્ય ખૂબ શક્તિશાળી છે. દર સેકન્ડે સૂર્ય એટલી ઊર્જા છોડે છે જેટલી તે 100 અબજ પરમાણુ બોમ્બમાંથી નીકળે છે. તેનું ઉદાહરણ સૌર ઉર્જા છે. સોલાર પેનલ દ્વારા સૂર્યની ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન થાય છે. જે ગામડાઓમાં હજુ પણ વીજળી પહોંચી નથી ત્યાં સૌર ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: ચાલબાજ ચીનના દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો, દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડ્રેગનનો કબજો

આ પણ વાંચો: OMG! જમીન નીચે કબરમાં દફનાવેલી 800 વર્ષ જૂની મમી જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા !

Next Article