આખરે શું છે મુંબઈ શહેર અને સાત ટાપુઓનું રહસ્ય ? કઈ રીતે બન્યુ મુંબઈ ? જાણો મુંબઈ શહેરનો રસપ્રદ ઇતિહાસ

|

May 24, 2021 | 4:25 PM

Mumbai : આજનું મુંબઈ શહેર એક સમયે નાના ટાપુઓમાં વહેંચાયેલું હતું. નાના ટાપુઓનું નામ હતુ, બોમ્બે, કોલાબા, લિટલ કોલાબા, માહિમ, મઝગાંવ, પરેલ અને વર્લી. આસાત ટાપુમાંથી કેવી રીતે મુંબઈ બન્યુ જાણો આ અહેવાલમાં.

Mumbai : માયાનગરી મુંબઈ શહેરનો ઇતિહાસ ખુબજ રસપ્રદ છે. સપનાનું આ શહેર ખૂબ જ કઠિન પરિશ્રમથી બનાવવામાં આવ્યું છે. ભારતીય લોકો સાથે અનેક વિદેશી શક્તિઓએ પણ મુંબઈ શહેરને સ્થાપવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. 603 ચોરસ કિલોમીટર વિસ્તાર ( 603 square km )માં ફેલાયેલું આજનું મુંબઈ શહેર એક સમયે નાના ટાપુઓમાં વહેંચાયેલું હતું. એટલે કે અખંડ મુંબઈની જ્ગ્યાએ સાત ટાપુઓ હતા અરબ સાગરમાં.

જાણો આ સાત ટાપુઓ વિશે 

આ ટાપુઓ હતા બોમ્બે, કોલાબા, લિટલ કોલાબા, માહિમ, મઝગાંવ, પરેલ અને વર્લી. ઇતિહાસકારોના મતે, આ દ્વિપ સમૂહ પાષાણ યુગ (stone age) થી અહીં છે. અહીં માનવ વસ્તીના લિખિત પુરાવા 2300 વર્ષ જુના હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજી સદીમાં, આ દ્વિપનું જૂથ મૌર્ય સામ્રાજ્યનો ભાગ બન્યો (321 BCE – 185 BCE). એ સમયે મહાન બૌદ્ધ સમ્રાટ અશોકનું શાસન હતું.

તે પછી, શરૂઆતની કેટલીક સદીઓમાં મુંબઈનું નિયંત્રણ સતાવાહન સામ્રાજ્ય સાથે રહ્યું. ત્યાર બાદ ગુજરાતના રાજા બહાદુર શાહે તેના પર નિયંત્રણ મેળવ્યું. પરંતુ આ પછી, ધીરે ધીરે યુરોપિયન લોકો ભારતમાં આવવા લાગ્યા … જેમાં પોર્ટુગીઝએ આ ટાપુઓ પ્રથમ ગુજરાતના બહાદુર શાહ પાસેથી કબજે કર્યા.  પોર્ટુગીઝ નું આગમન મુંબઈ શહેરના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થયું.

કઈ રીતે આ ટાપુઓ બ્રિટિશર્સના કબજે ગયા ?

બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ 2 સાથે જ્યારે પોર્ટુગીઝ રાજકુમારી કેથરીનના લગ્ન નક્કી થયા ત્યારે બ્રટિશર્સને આ ટાપુઓ દહેજમાં આપી દેવાયા હતા.  ત્યારબાદ પ્રિન્સ ચાર્લ્સ 2 એ બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મુંબઇના આ સાત આઇલેન્ડ્સને માત્ર 10 પાઉન્ડમાં લીઝ પર આપી દીધા હતા. મુંબઈના નિર્માણની વાર્તા અહીંથી જ શરૂ થઈ.

ક્યારે શરું થયું આ ટાપુઓને જોડવાનું કામ ? 

વર્ષ 1687 સિત્યાસી માં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમનું headquarters સુરતથી મુંબઇ શિફ્ટ કર્યું. પછી અહીં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ અને આને કારણે અહીંની વસ્તી પણ ખૂબ ઝડપથી વધવા લાગી. આ સાથે, મુંબઈમાં જમીનની માંગ પણ વધાવા માંડી. અને જમીનની અછતને પહોંચી વળવા બ્રિટીશ સરકારે આ સાત ટાપુઓ જોડવાનું નક્કી કર્યું.

આ સાત ટાપુઓને જોડવાનો મોટો પ્રોજેક્ટ વર્ષ 1708 માં શક્ય બન્યું. પહેલા, માહીમ અને સાયન વચ્ચે એક cause way બનાવવામાં આવ્યો. પછી વર્ષ 1772 માં, મધ્ય મુંબઈમાં પૂરની સમસ્યાનો હલ કરવા માટે મહાલક્ષ્મી અને વરલીનો અને ડોંગરીનો ઉમેરો થયો.

હવે આ તમામ ટાપુઓ વચ્ચે દરિયાનું પાણી ઓછું ઉડું હતું, તેથી અંગ્રેજ સરકારે પાણીમાં નવી જમીન બનાવીને આ સાત ટાપુઓની જમીન વધારવાનું નક્કી કર્યું. એન્જિનિયરિંગની ભાષામાં, તેને land reclamation કહેવામાં આવે છે. આ આખી પ્રક્રિયામાં ઘણી મહેનત લાગી.

આ પ્રોજેક્ટ હર્નબી વેલાર્ડ તરીકે ઓળખાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં દોઢસો વર્ષથી વધુ સમય લાગ્યો છે. અને આખરે વર્ષ 1845 માં, આ સાત ટાપુઓને જોડવાનું કામ પૂર્ણ થયું. એટલે કે, 19 મી સદીના અંત પહેલા, આ બધા ટાપુઓ જોડાઈ ગયેલા. અને 19 મી સદીના અંત સુધીમાં, મુંબઈ એક સુંદર શહેર બની ગયું હતું.

દરમિયાન, વર્ષ 1853 માં, એશિયાની પ્રથમ રેલ્વે લાઇન નાખવામાં આવી હતી જે મુંબઇથી થાણે દોડી હતી. સુએઝ કેનાલ, યુરોપ અને એશિયાને જોડતા સિલ્ક રોડનો ભાગ બન્યા પછી બોમ્બે બંદર અરબી સમુદ્રમાં સૌથી મહત્વપૂર્ણ સ્થળ બન્યું હતું. શહેરમાં એક પછી એક ફેરફારના સંદર્ભમાં 1995 માં બોમ્બેનું નામ બદલીને મુંબઈ રાખવામાં આવ્યું, જેને આજે દક્ષિણ એશિયાનું સૌથી મોટું આર્થિક કેન્દ્ર કહેવામાં આવે છે.

 

 

Next Video