IAS Officer Salary: UPSC પાસ કર્યા પછી એક IAS અધિકારીને કેટલો પગાર મળે છે? જાણો

|

May 20, 2021 | 5:14 PM

ણી મહેનત પછી લાખો લોકોને પાછળ છોડીને કોઈ Aspirant આઈ.એ.એસ. અધિકારી બની શકે છે. પણ તમે વિચાર્યું છે કે આટલી મહેનત પછી આ અધિકારીઓને કેટલો પગાર મળે છે?

IAS Officer Salary: UPSC પાસ કર્યા પછી એક IAS અધિકારીને કેટલો પગાર મળે છે? જાણો
તસ્વીર - Aspirants સિરીઝ

Follow us on

ધ વાયરલ ફીવર (TVF) ની વેબ સિરીઝ Aspirants તાજેતરમાં ધૂમ મચાવી ગઈ. આ સિરીઝની લોકોમાં ચર્ચા ખૂબ થવા લાગી છે. આ વેબ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે દેશભરના યુવાનો દિવસ અને રાત UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા પાસ કરવા માટે મહેનત કરે છે. ઘણી મહેનત પછી લાખો લોકોને પાછળ છોડીને કોઈ Aspirant આઈ.એ.એસ. અધિકારી બની શકે છે. પરીક્ષામાં ટોચના ક્રમ મેળવનારા ઉમેદવારો જ IAS અધિકારી બનવા સક્ષમ હોય છે. પણ તમે વિચાર્યું છે કે આટલી મહેનત પછી આ અધિકારીઓને કેટલો પગાર મળે છે?

જુદા જુદા મંત્રાલયોમાં કરે છે કામ

IAS એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ દ્વારા આ ઉમેદવારો બ્યુરોક્રેસીમાં પ્રવેશ કરે છે. તે બ્યુરોક્રેસીના લોકો છે જે વિવિધ મંત્રાલયો, વિભાગો અથવા જિલ્લાઓના વહીવટી બાબતોના અધિકારી બને છે. આમાં સૌથી મોટું પદ કેબિનેટ સચિવનું છે. આ ઉપરાંત પસંદગીના સૌથી નીચેના સ્થાને સચિવ 23 મા સ્થાને છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મળે છે જબરદસ્ત પગાર (IAS Officer Salary)

UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા ક્રેક કરીને IAS અધિકારી બનેલા ઉમેદવારોને ઉત્તમ પગાર મળે છે. સાતમા પગારપંચ અનુસાર કોઈપણ આઇ.એ.એસ. અધિકારીનો મૂળ પગાર રૂપિયા 56100 છે. આ સિવાય ટી.એ. અને ડી.એ. સહીત અન્ય ઘણા ભથ્થાં પણ ઉપલબ્ધ હોય છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મહિને કુલ પગારની રકમ 1 લાખ રૂપિયાથી વધુ હોય છે.

તે જ સમય જો કોઈ આઈએએસ અધિકારી કેબિનેટ સચિવના હોદ્દા પર પહોંચે છે, તો તેનો પગાર દર મહિને 2,50,000 રૂપિયા સુધી થઇ જાય છે. કેબિનેટ સચિવના પદ પર હાજર અધિકારીને સૌથી વધુ પગાર આપવામાં આવે છે.

સાથે મળે છે આ સુવિધાઓ

IAS અધિકારીને પગાર ઉપરાંત તમામ સુવિધાઓ પણ મળે છે. આ માટે સ્કેલ નક્કી કરવામાં આવ્યું છે. જુનિયર સ્કેલ, સિનિયર સ્કેલ, સુપર ટાઇમ સ્કેલ સહિતના વિવિધ પે બેન્ડ્સ છે. તેના આધારે અધિકારીઓને સુવિધા આપવામાં આવે છે. આ સુવિધાઓમાં બંગલો, ઘરેલું કામ માટે રસોઈયા અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ સિવાય સરકારી યાત્રા નિ:શુલ્ક હોય છે. તેમજ વીજળીનું બિલ અને મફત ટેલિફોનની સુવિધા પણ આપવામાં આવે છે.

 

આ પણ વાંચો: આ અઠવાડિયાના TOP 5 શો, અનુપમાને પાછળ છોડીને આ સિરિયલ આવી ગઈ નંબર 1 પર

આ પણ વાંચો: World Bee Day: શું તમે મધમાખીઓ વિશે જાણો છો આ રસપ્રદ બાબતો? જાણીને રહી જશો દંગ

Next Article