Knowledge: Apple ને સેવ તો Beer ને હિન્દીમાં શું કહેવાય ? 99 ટકા લોકો નહીં આપી શકે જવાબ

|

Feb 13, 2022 | 2:08 PM

કોઈપણ આલ્કોહોલિક પીણામાં બીયર સૌથી વધુ પસંદ (Beer Beverage) કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દી (Beer Name In Hindi) માં બિયરને શું કહેવામાં આવે છે? જો નહીં, તો કેવી રીતે માનવું કે તમે સાચા બીયર પ્રેમી છો.

Knowledge: Apple ને સેવ તો Beer ને હિન્દીમાં શું કહેવાય ? 99 ટકા લોકો નહીં આપી શકે જવાબ
Beer (File Photo)

Follow us on

સમગ્ર વિશ્વમાં બીયરને ઘણા લોકો પસંદ કરે છે. ઘણી જગ્યાએ બિયર પાણીની જેમ પીવામાં આવે છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે પાણી, કોફી અને ચા પછી સૌથી પ્રિય પીણું બીયર છે. લોકોને તે ખૂબ ગમે છે. કોઈપણ આલ્કોહોલિક પીણામાં બીયર સૌથી વધુ પસંદ (Beer Beverage) કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દી (Beer Name In Hindi)માં બિયરને શું કહેવાયમાં આવે છે? જો નહીં, તો કેવી રીતે માનવું કે તમે સાચા બીયર પ્રેમી છો.

જો આપણે બીયરના ઇતિહાસ (History Of Beer) વિશે વાત કરીએ, તો તે આજથી નહીં, પરંતુ ઘણી સદીઓથી લોકોમાં પ્રખ્યાત છે. મિસોપોટેમિયાની સુમેરિયન સંસ્કૃતિના સમયથી બીયરનો ઉપયોગ થતો હોવાનું કહેવાય છે. ભારતમાં પણ લાંબા સમયથી રાજા-મહારાજા દ્વારા તેનું સેવન કરવામાં આવે છે. જો આજના સમયની વાત કરીએ તો તેનો બિઝનેસ પણ ઘણો વિશાળ થઈ ગયો છે. દુકાનોમાં, તે કાચની બોટલોથી લઈને કેન સુધી પણ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે હિન્દીમાં બિયર કોને કહેવાય છે?

બીયરનું હિન્દી નામ તેને બનાવવા માટે વપરાતી સામગ્રીમાં છુપાયેલું છે. બીયર ખાંડ અને જવમાંથી બનાવવામાં આવે છે. આ બંનેને મિશ્રિત કર્યા પછી, તેના ઉત્પાદનની પ્રક્રિયા શરૂ થાય છે. આ પછી તેમાં કેટલાક ફ્લેવર અને કેટલાક પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. જવને સંસ્કૃતમાં યવ કહે છે. બીયરનું હિન્દી નામ આના પરથી પડ્યું છે, જે ‘યવસુરા’ છે. હા, બિયરને હિન્દીમાં યવસુરા કહે છે. આ સિવાય ઘણી જગ્યાએ તેને અબ-જવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

બીયરને તમામ આલ્કોહોલમાંથી સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. તેમાં વિટામિન, પ્રોટીન અને અનેક પ્રકારના મિનરલ્સ હોય છે. ભારતમાં સૌથી વધુ વેચાતી બીયર બ્રોકોડ છે. તેમાં 15 ટકા આલ્કોહોલ હોય છે. જ્યારે વિશ્વની સૌથી મજબૂત બીયરમાં 67.5 ટકા આલ્કોહોલ હોય છે. તેને સ્નેક વેનમ કહેવામાં આવે છે. આ બ્રિટિશ બીયર છે. કહેવાય છે કે બીયર પીવાથી મેદસ્વિતા વધે છે. તેનું કારણ એ છે કે બીયર એ ઉચ્ચ કેલરીવાળું પીણું છે.

નોંધ: આ લેખનો હેતું માત્ર માહિતીનો છે, આલ્કોહોલ યુક્ત કોઈ પણ પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, માટે અહીં આપવામાં આવેલી માહિતીથી આલ્કોહોલ પીણાને પ્રોત્સાહન આપવો કોઈ ઉદેશ્ય નથી માત્ર માહિતીનો છે.

આ પણ વાંચો: આ ડિવાઈસ લગાવવાથી તમારી સાઈકલ બની જશે ઈલેક્ટ્રીક સાયકલ, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો

આ પણ વાંચો: Slow Internet Boost Tips: કાચબાની ગતિએ ચાલે છે ફોનનું ઈન્ટરનેટ તો આ 5 ટિપ્સથી થઈ જશે સુપરફાસ્ટ

Next Article