Valentine Weekમાં જો તમે Confused છો કે કયું ફૂલ આપીને તમે તમારી લાગણીઓ વ્યક્ત કરશો તો વાંચો આ ખબર, 5 પ્રકારની Love Feeling માટે 5 પ્રકારના ફૂલ

|

Jan 19, 2021 | 9:00 AM

વેલેન્ટાઈન્સ વીકની થઈ ગઈ છે શરૂઆત અને આ અઠવાડિયાનો પહેલો દિવસ છે રોઝ ડે. એટલે કે એ દિવસ જ્યારે તમે સામેવાળી વ્યક્તિને કંઈ કીધા વગર જ પોતાના દિલની વાત કહી શકો છો. કયા રંગના ગુલાબના ફૂલનો શું છે મતલબ, જાણો અહીંયા. ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે કારણ કે 14 ફેબ્રુઆરીના દિવસને પ્રેમનો દિવસ માનવામાં […]

Valentine Weekમાં જો તમે Confused છો કે કયું ફૂલ આપીને તમે તમારી લાગણીઓ વ્યક્ત કરશો તો વાંચો આ ખબર, 5 પ્રકારની Love Feeling માટે 5 પ્રકારના ફૂલ

Follow us on

વેલેન્ટાઈન્સ વીકની થઈ ગઈ છે શરૂઆત અને આ અઠવાડિયાનો પહેલો દિવસ છે રોઝ ડે. એટલે કે એ દિવસ જ્યારે તમે સામેવાળી વ્યક્તિને કંઈ કીધા વગર જ પોતાના દિલની વાત કહી શકો છો. કયા રંગના ગુલાબના ફૂલનો શું છે મતલબ, જાણો અહીંયા.

ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે કારણ કે 14 ફેબ્રુઆરીના દિવસને પ્રેમનો દિવસ માનવામાં આવે છે. 14 ફેબ્રુઆરીના એક અઠવાડિયા પહેલા વેલેન્ટાઈન વીકની શરૂઆત કરવામાં આવે છે અને દરરોજ અલગ અલગ સ્પેશિયલ ડેની ઉજવણી કરવામાં આવે છે.

7 ફેબ્રુઆરીએ એટલે કે આ વીકના પહેલા દિવસે હોય છે Rose Day. અને આ દિવસે લોકો પોતાના પ્રેમનો એકરાર કરવા માટે ગુલાબના ફૂલનો સહારો લે છે. વધુ કંઈ બોલ્યા વગર સામેવાળી વ્યક્તિને પોતાની લાગણીઓની જાણ કરવીનો સારો વિકલ્પ છે ગુલાબ. જોકે ગુલાબનું ફૂલ આપતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે કયા રંગના ગુલાબનો શું અર્થ છે.

લાલ ગુલાબ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ ગુલાબના ફૂલનો સૌથી કૉમન કલર છે જે પ્રેમને દર્શાવે છે. રેડ રોઝ રોમાન્સ, પેશન અને લાગણીઓ સાથે જોડાયેલું છે. લાલ ગુલાબની સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ગુલાબ આપીને તમે સામેવાળી વ્યક્તિને એ કહેવાનો પ્રયાસ કરી રહ્યાં છો કે તમે તે વ્યક્તિને પ્રેમ કરો છો એટલે આઈ લવ યૂ કહેવાનો સૌથી સરળ ઉપાય છે લાલ ગુલાબ

પીળું ગુલાબ

પીળું ગુલાબ મિત્રોને આપવા માટે બેસ્ટ માનવામાં આવે છે કારણ કે પીળો રંગ જોશપૂર્ણ અને તાજગી-ઉત્સાહ આપનારું માનવામાં આવે છે. સાથે જ પીળો રંગ ખુશી અને સારા સ્વાસ્થ્યનું પણ પ્રતિક છે. જો તમે તમારા મિત્રોને કહેવા માગો છો કે તમે તેેને પ્રેમ કરો છો અને તમારા દિલમાં તે મિત્રની ખાસ જગ્યા છે તો તમે તેને પીળું ગુલાબ આપી શકો છો.

TV9 Gujarati

 

સફેદ ગુલાબ

શું તમે કોઈ મિત્ર સાથે તૂટી ગયેલા સંબંધ ફરીથી જોડવા માગતા હોવ, જૂની લડાઈને ભૂલીને એક નવા સંબંધની શરૂઆત કરવા માગતા હોવ તો સફેદ ગુલાબ એક સારો વિકલ્પ છે. સફેદ ગુલાબ સાદગી, વિનમ્રતા અને દિલમાં સારી વાતોનું પ્રતિક છે.

ગુલાબી ગુલાબ

ગુલાબી ગુલાબ સામેવાળી વ્યક્તિ પ્રત્યે તમારી કૃતજ્ઞતા અને ધન્યવાદ કરવાની ભાવનાને દર્શાવે છે. વેલેન્ટાઈન્સ ડે માત્ર પાર્ટનરને પ્રેમ કરવા માટે નથી હોતો પરંતુ આ દિવસે તો તમે ઈચ્છો તેને, માતા-પિતા, ટીચર કે ભાઈ-બહેનને પણ પ્રેમ જતાવી શકો છો. કોઈ પણ વ્યક્તિને ધન્યવાદ કહી શકો છો. જો કોઈને ધન્યવાદ કહેવું હોય તો તે વ્યક્તિને ગુલાબી ગુલાબ આપી શકો છો.

જાંબલી (લાઈટ પર્પલ અથવા લેવેન્ડર) ગુલાબ

શું તમને લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો છે? જો આપનો જવાબ હા છે તો તમે સામેવાળી વ્યક્તિને લેવેન્ડર ગુલાબ આપી પોતાની લાગણી તે વ્યક્તિ સામે મૂકી શકો છો. જોકે લેવેન્ડર ગુલાબ એટલી સરળતાથી માર્કેટમાં નથી મળતું અને આ રંગના ગુલાબને શોધવા માટે તમારે ઘણી મહેનત કરવી પડે છે.

[yop_poll id=1172]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:54 am, Thu, 7 February 19

Next Article