1400 વર્ષથી એક જ પરિવાર ચલાવે છે આ હોટેલ, આ અનોખી હોટલનું નામ ગિનિસ બુકમાં નોંધાયું છે, જુઓ Photos

|

Dec 04, 2021 | 1:39 PM

આ હોટલ એટલી જૂની છે કે તેને 'વિશ્વની સૌથી જૂની હોટેલ' કહેવામાં આવે છે અને આ માટે આ હોટેલનું નામ 'ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ'માં નોંધાયેલું છે.

1 / 5
વિશ્વમાં કેટલીક એવી હોટેલ્સ છે, જે ઘણી જૂની છે અને તેમના ઇતિહાસથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. અમે તમને એવી જ એક હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાપાનમાં છે અને તે ઘણી જૂની છે. તે એટલી જૂની છે કે તેને 'વિશ્વની સૌથી જૂની હોટેલ' કહેવામાં આવે છે અને આ માટે તે હોટલનું નામ 'ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ'માં નોંધાયેલું છે.

2 / 5
આ હોટલનું નામ 'નિશિયામા ઓન્સેન કિયુંકન' છે. કહેવાય છે કે આ હોટેલ વર્ષ 705માં ફુજીવારા મહિતો નામના વ્યક્તિએ બનાવી હતી. આ હોટેલ આજે પણ ચાલે છે. આ 1316 વર્ષ જૂની હોટેલ હવે ફુજીવારા મહિતોના પરિવારની 52મી પેઢી ચલાવી રહી છે.

3 / 5
આ હોટલ તેના અનોખા ઈતિહાસ માટે આખી દુનિયામાં ફેમસ છે અને તેથી અહીં દૂર-દૂરથી લોકો આવે છે. આ હોટલને જોવા અને ફરવા માટે ઘણી મોટી હસ્તીઓ પણ આવે છે. આ હોટેલને જે અલગ અને ખાસ બનાવે છે તે અહીંના વૈભવી ગરમ પાણીના ઝરણાં છે, જે ખૂબ જ પ્રખ્યાત છે.

4 / 5
આ અનોખી હોટેલ કુદરતના સુંદર નજારાઓ વચ્ચે આવેલી છે. તેની એક તરફ ગાઢ જંગલ છે અને બીજી બાજુ સુંદર નદી વહે છે. અહીંનો અદ્ભુત નજારો અહીં રહેતા લોકોના મન મોહી લે છે.

5 / 5
આ હોટેલ તેના ભાડા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. વાસ્તવમાં, અહીં 37 રૂમ છે, જેમાં એક રાત્રિ રોકાણ માટે લોકોએ લગભગ 33 રૂપિયા ચૂકવવા પડે છે. એવું નથી કે આ હોટેલ જુના ખંડેર જેવી લાગે છે, પરંતુ સમયાંતરે તેનું નવીનીકરણ પણ કરવામાં આવે છે. તેનું છેલ્લે વર્ષ 1997માં નવીકરણ કરવામાં આવ્યું હતું.

Published On - 1:33 pm, Sat, 4 December 21

Next Photo Gallery