પાકિસ્તાનમાં 10 કરોડ મહિલાઓ હોવા છતાં નથી મળી રહી એક પાકિસ્તાની છોકરાને તેના સપનાની રાણી

|

Jan 28, 2019 | 1:02 PM

પાકિસ્તાનના 23 વર્ષના ઝિયા રાશિદની ઊંચાઈ સૌથી વધુ છે. તેની ઊંચાઈ 8 ફુટ છે. તે પાકિસ્તાની લોકોમાં ઘણો લોકપ્રિય છે. ઘણી વાર લોકો તેની સાથે ફોટા પડાવવા માટે આવે છે. રાશિદની ઊંચાઈ હવે તેના માટે જીવનસાથી શોધવામાં નડતર રૂપ સાબિત થઈ રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલ્તાનમાં રહેતો રાશિદ સૌથી વધુ ઊંચાઈ ધરાવતા પુરૂષના વિશ્વ […]

પાકિસ્તાનમાં 10 કરોડ મહિલાઓ હોવા છતાં નથી મળી રહી એક પાકિસ્તાની છોકરાને તેના સપનાની રાણી

Follow us on

પાકિસ્તાનના 23 વર્ષના ઝિયા રાશિદની ઊંચાઈ સૌથી વધુ છે. તેની ઊંચાઈ 8 ફુટ છે. તે પાકિસ્તાની લોકોમાં ઘણો લોકપ્રિય છે.

ઘણી વાર લોકો તેની સાથે ફોટા પડાવવા માટે આવે છે. રાશિદની ઊંચાઈ હવે તેના માટે જીવનસાથી શોધવામાં નડતર રૂપ સાબિત થઈ રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલ્તાનમાં રહેતો રાશિદ સૌથી વધુ ઊંચાઈ ધરાવતા પુરૂષના વિશ્વ રેર્કોડ કરતા તેની ઊંચાઈ ત્રણ ઈંચ ઓછી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હું અત્યાર સુધી મારી જીવનસાથી નથી શોધી શકયો. તેના સિવાય મારો પરિવાર મારા માટે જીવનસાથી શોધવા માટે સંઘર્ષ કર્યા છે. ઘણાં પરિવારે પ્રસ્તાવ મુકયો પણ કોઈએ માારા પર પસંદગી ઉતારી નહિં. રાશિદે કહ્યું કે અત્યારે મેં લગ્ન કરવાનો વિચાર છોડી દીધો છે. તેના વિશે વિચારવાનું બંધ કરી દીધું છે.

જીવનસાથી સિવાય રાશિદને તૈયાર કપડાં પણ થતાં નથી. અને તેને માપ પ્રમાણે કપડાં સિવડાવવા પડે છે. જયારે તેના બુટ અને ચંપલ કરાંચીથી લાવવામાં આવે છે. મારા માટે સૌથી મોટી સમસ્યા એ છે કે હું સરકારી બસોમાં પ્રવાસ પણ નથી કરી શકતો અને બસોની સીટોમાં બેસી પણ નથી શકતો.

રાશિદ 10 વર્ષની ઉંમર સુધી સામાન્ય બાળકો જેવો જ હતો. તેને કહ્યું કે 10 વર્ષ પછી અચાનક મારી ઊંચાઈ વધવા લાગી. મારું આખું શરીર કમજોર થઈ ગયું. ડોકટરે કહ્યું કે કેલ્શિયમના કારણે કમજોરી આવી હતી. મને કેલ્શિયમ યુકત ભોજન કરવની સલાહ આપી. પણ 1 વર્ષની અંદર જ અમારા પરિવારમાં સૌથી વધુ ઊંચાઈ વાળો વ્યકિતી હું બની ગયો.

રાશિદની ઊંચાઈના કારણે તેને દુબઈ અને સાઉદી અરબમાંથી ઘણાં કાર્યક્રમોમાં આમંત્રણ મળ્યું છે. બધી જ અડચણો પછી પણ રાશીદ બીજાથી અલગ હોવાથી તે તેની ઊંચાઈ પર ગર્વ કરે છે. મારી ઊંચાઈના કારણે લોકો મારી પાસે આવે છે અને મારી સાથે ફોટો પડાવે છે.  તેનાથી મને બહુ ખુશી થાય છે.

[yop_poll id=866]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article