OMG! આ મહિલા ઘરની દિવાલો પણ ખાય જાય છે, એવું તો શું થયું 5 વર્ષ પહેલા જેનાથી થઈ ગયું આવું વ્યસન

|

Oct 27, 2021 | 11:52 PM

અમેરિકાના મિશિગનમાં રહેતી નિકોલ સાથે પણ છે. તેને ચોક ખાવાની આદત છે. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે તેણીએ પોતાની તલપ દૂર કરવા માટે ઘરની દિવાલો ખાવાનું શરૂ કર્યું.

OMG! આ મહિલા ઘરની દિવાલો પણ ખાય જાય છે, એવું તો શું થયું 5 વર્ષ પહેલા જેનાથી થઈ ગયું આવું વ્યસન
Nicole eating the wall of the house

Follow us on

બાળકો ઘરમાં પડેલી વસ્તુઓ ખાવાનું શરૂ ન કરે તે માટે દરેક માતા-પિતા હંમેશા તેમના બાળકો પર નજર રાખે છે. પણ જો તેની મા આવું કરવા માંડે તો તે શું કહેશે? આવું જ કંઈક અમેરિકાના મિશિગનમાં રહેતી નિકોલ સાથે પણ છે. તેને ચોક ખાવાની આદત છે. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે તેણીએ પોતાની તલપ દૂર કરવા માટે ઘરની દિવાલો ખાવાનું શરૂ કર્યું. તેણે હાલમાં જ એક ટીવી પ્રોગ્રામ દ્વારા તેની વિચિત્ર લત વિશે ખુલાસો કર્યો, જે જાણીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

એક પ્રોગ્રામમાં નિકોલે કહ્યું કે, તેને ડ્રાય વોલની સુગંધ ખૂબ જ પસંદ છે. આ સાથે તેને તેનો ટેસ્ટ પણ ખૂબ જ પસંદ છે. નિકોલ કહે છે કે, તેને તે એટલું પસંદ છે કે તે અઠવાડિયામાં ત્રણ ચોરસ ફૂટની દિવાલ ખાય છે. તમને જણાવી દઈએ કે, એક બાળકની માતા બન્યા બાદ પણ તેને આ પ્રકારનું વ્યસન છે. તેના સંબંધીઓ કહે છે કે, નિકોલ માત્ર તેના પોતાના ઘરમાં જ નહીં, પરંતુ અન્યના ઘરની દિવાલો પણ ખાય છે.

નિકોલને પાંચ વર્ષ પહેલાં કરતાં વધુ ચોક ખાવાની લત લાગી ગઈ હતી. ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. આ પછી જ્યારે તેણીએ ડિપ્રેશનને કારણે દિવાલ ખાવાનું શરૂ કર્યું. ત્યારે તેને તેની ખબર પણ ન પડી. નિકોલ કહે છે કે, આ વ્યસનને કારણે તેને ઘણી શરમનો સામનો પણ કરવો પડે છે. પરંતુ ઈચ્છા વિના પણ તે દિવાલો પર તૂટી પડે છે. જો નિકોલનું માનીએ તો તેને હવે અલગ-અલગ દિવાલોનો ટેસ્ટ પસંદ છે. તે કહે છે કે, જાડી અને પાતળી દિવાલોનો ટેસ્ટ અલગ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ મહિલા કહે છે કે, તેને દાણાદાર દિવાલોની રચના અને સ્વાદ ગમે છે. ખરેખર, આમાં તેને ક્રંચીનેસ અને ક્રિસ્પીનેસ ફિલ થાય છે છે. જો કે નિકોલની આ ખરાબ આદતના ખુલાસા બાદ ડોક્ટરોએ તેને હેલ્થ વોર્નિંગ આપી છે. તબીબોનું કહેવું છે કે, દિવાલોના રંગમાં હાનિકારક રસાયણો હોય છે, જેનાથી કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે. જેના કારણે તેમના આંતરડામાં સમસ્યા થઈ શકે છે. જો કે નિકોલ કહે છે કે, તે પોતે આ વ્યસનમાંથી છૂટકારો મેળવવા માંગે છે. પરંતુ તે દરેક વખતે નિષ્ફળ નથી હોતી.

 

આ પણ વાંચો: રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી એક્સચેન્જ નેટવર્ક ચલાવતા આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ, દેશના અર્થતંત્રને પહોંચાડી રહ્યા હતા નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: CAT Admit Card 2021: આજથી CAT એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો, IIM અમદાવાદ આ સમયે લિંક એક્ટિવેટ કરશે

Next Article