આજે છે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો 58મો જન્મદિવસ, જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

|

Nov 01, 2021 | 7:11 PM

મુકેશ અંબાણીના માતા-પિતા, ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી નીતા દલાલના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા ત્યારે તેઓએ એક શરત મૂકી.

આજે છે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો 58મો જન્મદિવસ, જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો
Nita Ambani (file photo)

Follow us on

આપણામાંથી મોટાભાગના લોકો નીતા અંબાણી (Nita Ambani)ને બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પત્ની તરીકે ઓળખે છે, પરંતુ આ તેમની એકમાત્ર ઓળખ નથી. તે રિલાયન્સ ફાઉન્ડેશન અને ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરપર્સન છે. તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની માલિકી પણ ધરાવે છે. પારિવારિક વ્યવસાયમાં સામેલ થવા ઉપરાંત નીતા અંબાણી એક સક્રિય પરોપકારી તરીકે માનવ કલ્યાણને પણ પ્રોત્સાહન આપે છે. ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન નીતા અંબાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માનવ કલ્યાણના અનેક કાર્યો કરવામાં આવ્યા હતા.

 

મુંબઈના મધ્યમ વર્ગીય પરિવારમાં થયો જન્મ

નીતા અંબાણીનો જન્મ 1 નવેમ્બર 1963ના રોજ મુંબઈમાં એક મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં રવિન્દ્રભાઈ દલાલ અને પૂર્ણિમા દલાલને ત્યાં થયો હતો. નીતા અંબાણીનો ઉછેર મુંબઈમાં એક મધ્યમવર્ગીય વાતાવરણમાં થયો હતો. નીતા અંબાણીએ નારસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. તેઓ એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે. તેઓ મુકેશ અંબાણીને જ્યારે મળ્યા ત્યારે તેઓ સ્કૂલ ટીચર હતા અને 1985માં તેમના લગ્ન થયા. લગ્ન પછી પણ તેમણે થોડા વર્ષો સુધી શિક્ષક તરીકે કામ કર્યું.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

 

નીતા અને મુકેશને બે પુત્ર અને એક પુત્રી છે. આકાશ અને ઈશા પીરામલ મોટા બાળકો છે અને અનંત અંબાણી નાના છે. આકાશ અંબાણી, હવે રિલાયન્સ જિયો ઈન્ફોકોમમાં સ્ટ્રેટેજી હેડ છે. ઈશા પિરામલ હવે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને રિલાયન્સ રિટેલમાં ડિરેક્ટર છે.  આકાશ અને ઈશા પીરામલના લગ્ન મોટા બિઝનેસ ફેમિલીમાં થયા છે.

 

લગ્ન સમયે નીતા અંબાણીએ રાખી આ શરત

મુકેશ અંબાણીના માતા-પિતા, ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણી નીતા દલાલના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા ત્યારે તેઓએ એક શરત મૂકી. તેમની શરત એવી હતી કે લગ્ન પછી તેને કામ કરતા કોઈ રોકે નહીં અને અંબાણી પરિવાર આ શરત પર રાજી થઈ ગયો. સિમી ગરેવાલ સાથેના એક ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ શેર કર્યું કે મુકેશ અંબાણી સાથેના લગ્નના એક વર્ષ પછી તેમણે ભણાવવાનું શરૂ કર્યું. તેમણે શેર કર્યું કે તેઓ ‘સેન્ટ’ નામની શાળામાં ભણાવે છે.

 

પોતાની જવાબદારીઓને લઈને ખુબ જ સજાગ છે નીતા અંબાણી

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી ક્યારેય લાઈમલાઈટથી બચી શક્તા નથી. નીતા અંબાણી તેના સૌથી વ્યસ્ત દિવસોમાં પણ વર્કઆઉટ સેશન ક્યારેય ચૂકતા નથી. તેઓ સ્વિમિંગ, યોગ અને ક્લાસિકલ ડાન્સ જેવી ઘણી શારીરિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે.

 

નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રમુખ તરીકેની તેમની ભૂમિકા માટે ખૂબ જ સમર્પિત છે અને તેઓ એ સુનિશ્ચિત કરે છે કે માત્ર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને જ શાળામાં પ્રવેશ આપવામાં આવે. આથી, તેઓ પ્રવેશ દરમિયાન ક્યારેય મુસાફરી કરતા નથી અને વ્યક્તિગત રીતે પ્રવેશ પ્રક્રિયાની દેખરેખ રાખે છે.

 

2016માં નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય તરીકે નામાંકિત થનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા અને બે પ્રતિષ્ઠિત કમિશનમાં જોડાયા હતા. ઓલિમ્પિક ચેનલ કમિશન અને ઓલિમ્પિક એજ્યુકેશન કમિશન. મસર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના નવનિર્માણમાં સક્રિયપણે ભાગ લીધો, જેના તે અધ્યક્ષ છે. રમત ગમત ક્ષેત્રે તેમની પહેલ માટે અંબાણીને ભારતના રાષ્ટ્રપતિ તરફથી ‘રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર 2017’ મળ્યો હતો.

 

આ પણ વાંચો :  “અંડરવર્લ્ડ સાથે સંબંધો રાખનાર અમારા વિશે વાતો ન કરે”, નવાબ મલિકના આરોપ પર દેવેન્દ્ર ફડણવીસનો પલટવાર

Next Article