Mutant Shark: માછીમારે માનવ ચેહરા જેવી Shark પકડી, Photo જોતાં જ ઊડ્યાં લોકોના હોશ

|

Feb 25, 2021 | 6:05 PM

એક રિપોર્ટ મુજબ માછીમારે આ શાર્ક વેચવાનો ઇનકાર કરી દીધો છે અને તેને ઘરે ઉછેરવાનું શરૂ કર્યું છે. જે બાદ મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે આવી રહ્યા છે. Mutant Baby Shark ને 48 વર્ષીય માછીમાર અબ્દુલ્લા નૂરનએ પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં રોટે નાદો પાસે પકડી હતી.

Mutant Shark: માછીમારે માનવ ચેહરા જેવી Shark પકડી,  Photo જોતાં જ ઊડ્યાં લોકોના હોશ

Follow us on

દુનિયામાં આવી ઘણી દુર્લભ ચીજો જોવા મળે છે, જેના પછી દરેકને આશ્ચર્ય થાય છે. આ દિવસોમાં આવા જ એક સમાચાર લોકોની રુચિનું કારણ બની રહ્યા છે. ઇન્ડોનેશિયાના એક માછીમારે એક માનવ ચહેરો ધરાવતી Mutant Shark ને પકડી છે. આ મ્યુટન્ટ શાર્ક જોઇને ઘણા લોકો ચોંકી ગયા. મનુષ્યના ચહેરા સાથે મેળ ખાતી આ નાની શાર્ક મોટા શાર્કના પેટમાંથી નિકળવામાં આવી છે.

એક રિપોર્ટ મુજબ માછીમારે આ શાર્ક વેચવાનો ઇનકાર કરી દીધો છે અને તેને ઘરે ઉછેરવાનું શરૂ કર્યું છે. જે બાદ મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે આવી રહ્યા છે. Mutant Baby Shark ને 48 વર્ષીય માછીમાર અબ્દુલ્લા નૂરનએ પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં રોટે નાદો પાસે પકડી હતી. માછીમારોની જાળમાં સગર્ભા શાર્ક પકડાઈ હતી, પછી જ્યારે તે શાર્ક કાપી ત્યારે તેના પેટમાંથી 3 નાના-નાના બાળકો બહાર આવ્યા. આમાંનો એક શાર્કનો ચહેરો મનુષ્ય જેવો દેખાતો હતો.

આ મ્યુટન્ટ શાર્ક જોઇને ઘણા લોકો ચોંકી ગયા.

અબ્દુલ્લા નૂરનએ કહ્યું કે મેં જોયું કે એક મોટી શાર્ક એક જાળમાં ફસાઈ ગઈ છે. પછીના બીજા દિવસે જ્યારે મેં શાર્ક કાપી ત્યારે તેની અંદર ત્રણ બાળકો બહાર આવ્યા. તેમાંથી બે તેમની માતાની જેમ દેખાતા હતા, પરંતુ ત્રીજા બાળકનો ચહેરો બરાબર મનુષ્ય જેવો દેખાતો હતો. તેથી જ હું આ બાળ શાર્કને ઘરે લાવ્યો અને હવે તેનું ઉછેર કરું છું. તેણે કહ્યું કે આવા ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો, જેઓ આ શાર્કના બાળકને ખરીદવા માંગે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જો કે લોકોએ તમામ પ્રકારના લોભ આપ્યા બાદ પણ અબ્દુલ્લા નૂરનએ તમામની દરખાસ્તને નકારી કાઢી. તેણે કહ્યું કે આ સમાચાર લોકો સુધી પહોંચતાની સાથે જ મારા ઘરે એક વિશાળ ટોળુ એકત્રિત થઈ ગયું, અહીં આવેલા મોટાભાગના લોકો આ શાર્કને જોવા માગે છે. આ લોકોમાં, કેટલાક લોકો એવા હતા કે જેઓ તેને ખરીદવા માંગે છે, પરંતુ તેને વેચવાને બદલે, હવે હું તેને મારી પાસે રાખું છું. મને લાગે છે કે તે મારું નસીબ બદલી દેશે.

Next Article