Knowledge: દેશનું એક એવુ ગામ જ્યાં સૌથી વધુ જોડિયા જન્મે છે, પરંતુ આવું કેમ થાય છે, જાણો કારણ

|

Feb 20, 2022 | 1:15 PM

દેશમાં એક એવું ગામ પણ છે જ્યાં સૌથી વધુ જોડિયા બાળકો જન્મે છે. કેરળના મણપ્પાપુરમ જિલ્લાના કોડિની ગામમાં સૌથી વધુ જોડિયા શા માટે જન્મે છે તે હજુ પણ વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય છે. જાણો તેની પાછળનું કારણ શું છે?

1 / 5
દેશમાં એક એવું ગામ પણ છે જ્યાં સૌથી વધુ જોડિયા જન્મે છે. કેરળના મણપ્પાપુરમ જિલ્લાના કોડિની ગામમાં સૌથી વધુ જોડિયા જન્મે છે. પણ આવુ કેમ થાય છે તે હજુ પણ વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય છે. ધ ન્યૂઝ મિનિટના અહેવાલ અનુસાર, 2000 પરિવારોના આ ગામમાં 400 જોડિયા બાળકો છે. આ ગામને ટ્વિન વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

2 / 5
ધ ન્યૂઝ મિનિટના અહેવાલ મુજબ, આ ગામમાં રહેતી 46 વર્ષની શમસાદ બેગમનું કહેવું છે કે 19 વર્ષ પહેલા તેમને જોડિયા દીકરીઓ હતી. તેમના નામ શાહઝારા અને ઈશાના રાખવામાં આવ્યા હતા. તે કહે છે કે, તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેને પરિવારમાં બેવડી ખુશી મળશે. તેમની છેલ્લી પાંચ પેઢીઓમાં ક્યારેય કોઈ જોડિયા જન્મ્યા નથી. લગ્ન પછી, 2000માં, તે તેના પતિ સાથે ગામમાં શિફ્ટ થઈ ગઈ.

3 / 5
જોડિયા બાળકો થવા એ ખુશીનું કારણ છે પણ કેટલાક માટે નાણાકીય બોજ વધી રહ્યા છે. ઓટોરિક્ષા ડ્રાઇવર તરીકે કામ કરતા અભિલાષ કહે છે કે તેને બે જોડિયા બાળકો છે. તેમની ચિંતાનું કારણ એ છે કે રાજ્ય સરકારે આવા પરિવારોને કોઈ આર્થિક મદદ કરવાની કોઈ યોજના બનાવી નથી. હવે 4 બાળકોના કારણે આર્થિક સ્થિતિ કથળી રહી છે.

4 / 5
આ ગામમાં આટલા જોડિયા બાળકો કેમ જન્મે છે તે સમજવા માટે ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સંશોધન કર્યું છે. તેમાં સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, યુનિવર્સિટી ઓફ લંડન, હૈદરાબાદ, કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝનો સમાવેશ થાય છે. આ રહસ્યને ઉકેલવા માટે સંશોધકોએ લાળ અને વાળના સેમ્પલ લીધા અને તેના દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો.

5 / 5
કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝના સંશોધક પ્રોફેસર ઇ પ્રીતમ કહે છે કે, ઘણા વૈજ્ઞાનિકો પણ માને છે કે આવું આનુવંશિક કારણોસર થઈ રહ્યું છે. અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ચોંકાવનારી કોઈ વાત સામે આવી નથી, જેથી એ સાબિત થઈ શકે કે આ ગામમાં આટલા જોડિયા શા માટે છે.

Next Photo Gallery