
શા માટે રંગ પીળો છે? - જેસીબી અથવા ક્રેન અથવા બાંધકામ સાઇટ્સ પર ઉપયોગમાં લેવાતા આ મશીનોના પીળા રંગનું કારણ દૃશ્યતા છે. તેની પાછળનો તર્ક એ છે કે આ રંગના કારણે દિવસ હોય કે રાત જેસીબી ખોદકામના સ્થળે સરળતાથી દેખાઈ આવે છે. દૂરથી ખબર પડે છે કે ત્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે અને અંધારામાં પણ દેખાતું હોવાને કારણે દૂરથી જાણી શકાય છે.

મતલબ કે આ મશીનોનો પીળો રંગ માત્ર સુરક્ષાના કારણોસર કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેને પીળો કરી દેવામાં આવ્યો છે. તમે જોયું જ હશે કે તેથી જ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો પણ પીળા રંગની હેલ્મેટ પહેરે છે.

જેસીબીએ વાદળી જેસીબી બનાવ્યું? - પીળા રંગના મશીનો આવ્યા પછી પણ કંપનીએ વાદળી જેસીબી બનાવ્યું. જો કે, તે કંપનીની 56મી વર્ષગાંઠ માટે જ બનાવવામાં આવ્યું હતું, જે Eco Hackahoe લોડર હતું. આ મશીનમાં જુનિયર જેક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એટલે કે તેનો રંગ દેખાવમાં ઈંગ્લેન્ડના ધ્વજ જેવો હતો.
Published On - 12:30 pm, Sun, 20 February 22