મધ્યપ્રદેશના છિંદવાડામાં હોસ્પિટલમાં દાખલ એક કોરોના દર્દીનો વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દબંગ ફિલ્મના સંવાદ સાથે કહે છે – “કોરોના સે ડર નહીં લગતા સાહબ, પાંખે સે ડર લગતા હૈ.” હકીકતમાં છીંદવાડામાં એક કોરોના દર્દીનો હોસ્પિટલ પ્રશાસનને વોર્ડને વિનંતી કરતો વિડીયો વાયરલ થયો છે. જેમાં ટે બેહાલ પંખો બદલવાની વિનંતી કરી રહ્યો છે.
2 મિનિટ 17 સેકન્ડના વીડિયોમાં, યુવક બેડ પર માસ્ક પહેરેલો દેખાય છે. તે કહી રહ્યો છે કે તે કોરોનાથી એટલો ડરતો નથી જેટલો તેના માથા પરના પંખાથી ડરે છે. વીડિયોમાં પંખાને જોઇને લાગે છે કે તે ગમે ત્યારે નીચે પડી જશે. દર્દી કહે છે કે પંખો જોઈ જોઇને ઊંઘ પણ નથી આવતી. ડર લાગે છે કે ક્યારે પડશે.
વાયરલ થયેલા વીડિયોમાં તે યુવક કહી રહ્યો છે, “મિત્રો, મને છિંદવાડા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.” તે આગળ કહે છે, “આ મારા પલંગની ઉપરનો એક વિદેશી પંખો છે, જે જોઈને હું ડરી ગયો છું. આગળ યુવક જે કહે છે ટે સાંભળીને સલમાન ખાનની ફિલ્મ દબંગના ડાયલોગ યાદ આવી જશે. તે કહે છે – ‘કોરોનાથી ડર નથી લાગતો સાહેબ, આ પંખાથી લાગે છે.’
Corona se darr nahi lagta sahab is fan se dar lag raha hai.. covid 19 positive patient in hospital
Watsapp post… pic.twitter.com/SswxNT4B9J— Ibrahim (@CMibrahim_IN) April 26, 2021
ઈન્ટરનેટ વપરાશકર્તાઓએ ડરામણી રીતે ઝૂલતા પંખા અંગે યુવકની ચિંતાને પણ ન્યાયી ઠેરવી હતી અને હોસ્પિટલના વહીવટીતંત્રને તેની બદલી કરવા વિનંતી કરી હતી. એક યુઝરે લખ્યું, “પંખાની હાલત ખરેખર ડરામણી છે.” તમને જણાવી દઇએ કે દેશમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
વિડીયો વાયરલ થયા બાદ તંત્ર જાણે હરકતમાં આવ્યું હતું. અને ત્યારબાદ બીજો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં પંખો સરખો કરી દેવામાં આવ્યો હતો. એ વિડીયોમાં કોઈ વ્યક્તિ પંખો સરખો કરતો નજરે પડે છે. આ વિડીયો પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો લખી રહ્યા છે કે પંખો સરખો થઇ ગયો છે ચિંતા કરતા નહીં.
https://twitter.com/tinkerbell9958/status/1386638438007402496
આ પણ વાંચો: શ્રીલંકામાં જાહેર સ્થળોએ નકાબ પહેરવા પર પ્રતિબંધ, જાણો શું છે કારણ
આ પણ વાંચો: બેન્ડ બાજાના તાલ પર PPE કીટમાં જ ઝૂમી ઉઠ્યો એમ્બ્યુલન્સનો ડ્રાઈવર, વિડીયો જોઇને તમે પણ ખુશ થઇ જશો