Corona Devi: લો બોલો ! આવી ગયા છે હવે કોરોના વાયરસથી બચાવવા કોરોના દેવી, જાણો ક્યાં બન્યું મંદિર અને તેનું કારણ

Corona Devi: લો બોલો ! આવી ગયા છે હવે કોરોના વાયરસથી બચાવવા કોરોના દેવી, જાણો ક્યાં બન્યું મંદિર અને તેનું કારણ

| Edited By: | Updated on: May 20, 2021 | 2:54 PM

કોરોના દેવીની મૂર્તીનું નિર્માણ કર્યુ છે સાથે જ મંદિરનું મેનેજમેન્ટ 48 દિવસ સુધી ચાલનારો મહાયજ્ઞ અને ખાસ પુજાનું પણ આયોજન કરી રહ્યા છે.

Corona Devi: દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે કોઇમ્બતુરના મંદિર કમાત્ચીપુરી અધિનમમાં કોરોના દેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. તેમણે કાળા પથ્થરમાંથી 1.5 ફૂટ ઉંચી કોરોના દેવીની મૂર્તીનું નિર્માણ કર્યુ છે સાથે જ મંદિરનું મેનેજમેન્ટ 48 દિવસ સુધી ચાલનારો મહાયજ્ઞ અને ખાસ પુજાનું પણ આયોજન કરી રહ્યા છે.

આ મંદિરનું નિર્માણ એવા સમયે કરવામાં આવ્યુ છે કે જ્યાકે કોરોનાની બીજી લહેર દેશભરમાં હાહારાર મચાવી રહી છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન કોરોનાના હજારો દર્દીઓ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને કારણે આરોગ્ય વ્યવસ્થા સામે ઘણા પડકારો આવીને ઉભા છે.

છેલ્લા એક વર્ષથી સતત લોકોની સેવા કરી રહેલા ડૉક્ટર્સ, નર્સ અને આરોગ્ય કર્મચારીઓ પણ શારીરીક અને માનસિક રીતે થાકી ચૂક્યા છે. સરકાર પણ ઓક્સિજન, વેક્સિન અને દવાઓની અછત સામે લડી રહી છે.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉનના પ્રતિબંધો લાગુ થયા હોવાથી આસપાસના વિસ્તારના લોકોને હાલ મંદિરની મુલાકાત ન લેવાની સૂચના આપવામાં આવી છે. એક ખાનગી મીડિયા સાથે વાત કરતા મંદિરના મેનેજર આનંદ ભારતીએ જણાવ્યુ હતુ કે લોકોને મહામારીથી બચાવવા માટે પવિત્ર દેવી દેવતાની પુજા કરવાની પરંપરા જુની છે.

જેના માટે તેમણે પ્લેગ મરિયમ મંદિરનું ઉદાહરણ પણ આપ્યુ. “લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છે જેથી અમારા ગુરુજીએ સપનામાં આવીને અમને આ કરવા કહ્યુ કે જેથી લોકો બચી શકશે”

તામિલનાડુમાં બુધવારે કોરોનાના નવા 34,875 જેટલા કેસ નોંધાયા. હમણા સુધીમાં અહીં 16,99,225 જેટલા કુલ કેસ નોંધાયા છે સાથે 365 લોકોના મૃત્યુ થયા છે.

Published on: May 20, 2021 02:48 PM