ગજબ ! આ મહિલા તેની જીભથી રોકે છે ચાલતો પંખો, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો

|

Jul 23, 2021 | 9:35 PM

આ મહિલાએ તેની જીભથી ચાલતા પંખાને રોકીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તમે પણ આ જોયા પછી જ અશ્ચર્યમાં મુકાઈ જશો.

ગજબ ! આ મહિલા તેની જીભથી રોકે છે ચાલતો પંખો, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો

Follow us on

ઘણા વિચિત્ર લોકો અને તેમના અનોખા કિસ્સાઓ આખી દુનિયામાં સાંભળવામાં આવે છે. આવા ઘણા લોકો વિશ્વ રેકોર્ડ બનાવવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે, અને આવા વિચિત્ર કાર્યો કરી શકે છે. જે સંભવત: દરેક લોકો કરવા વિશે વિચારી પણ શકતા નથી. આવી જ એક મહિલાએ આવું કાર્ય કર્યું છે કે, તમે તેને જોયા પછી જ અશ્ચર્યમાં મુકાઈ જશો. આ પરાક્રમને કારણે તેણે પોતાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ આવા લોકોને તેમના માટે નવી કેટેગરીઓ રાખીને ઓળખ (Guinness World Record) આપે છે. આવો જ એક સ્ટંટ Zoe Ellis નામની મહિલા દ્વારા કરવામાં આવ્યો છે, તેણીએ તેની જીભથી ચાલતા પંખાને રોકીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના જોને આ સ્ટંટને જોઈને લોકો ખૂબ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ઘણા લોકોને ડર પણ હતો કે, આમ કરતી વખતે તેની જીભ કપાઈ જશે.

Zoe Ellis ઇટાલીમાં આ રેકોર્ડ બનાવ્યો જ્યાં તેણે ઝડપથી ચાલતા ઇલેક્ટ્રિક પંખાના બ્લેડને જીભથી બંધ કરી દીધા હતા. સાથે જ જીભથી સૌથી વધુ ઇલેક્ટ્રિક પંખાને રોકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ પોતાનામાં અનોખો અને જોખમી છે.

 

(નોંઘ- આ પ્રકારના સ્ટંટ કરવાને અમે પ્રોતસાહન આપતા નથી. જોખમી સ્ટંટથી તમારા સ્વાસ્થ્યને નુક્સાન થઈ શકે છે.)

આ પણ વાંચો: Stone Killer: 70 દિવસ અને 1,200 પોલીસ જવાનોના ઓપરેશન બાદ આખરે સ્ટોનકિલર પોલીસના હાથે પકડાયો, જાણો આગળની કહાની

આ પણ વાંચો: Vadodara : પાદરા નગર પાલિકાએ પાંચ દિવસમાં 176 ગેરકાયદે દબાણો દૂર કર્યા
Next Article