Ajab Gajab News: 100 વર્ષોથી ખાલી પડ્યું છે આ ઘર, જાણો શા માટે નથી જતું અહી કોઈ રહેવા ?

|

Dec 11, 2021 | 8:22 PM

અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો મુશ્કેલ છે. આ ઘર સુધી પહોંચવા માટે એક જૂનો લાકડાનો પુલ પાર કરવો પડતો હતો, જે અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો છે.

Ajab Gajab News: 100 વર્ષોથી ખાલી પડ્યું છે આ ઘર, જાણો શા માટે નથી જતું અહી કોઈ રહેવા ?
World Loneliest House

Follow us on

Ajab Gajab News: આ પૃથ્વી પર ઘણી એવી જગ્યાઓ છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. કેટલાક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં જવું કોઈ જોખમથી કમ નથી. આવી જ એક જગ્યા ઈટાલી (Italy)માં પણ છે, જે દુનિયાભરના લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આ જગ્યા વાસ્તવમાં એક ઘર છે, જે વિશાળ ડોલોમાઈટ પર્વતોની વચ્ચે બનેલ છે. આ ઘરની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘર લગભગ 100 વર્ષથી ખાલી છે. તેને ‘દુનિયાનું સૌથી એકલું ઘર’ પણ કહેવામાં આવે છે (The loneliest house in the world) .

તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘર દરિયાની સપાટીથી લગભગ 9,000 ફૂટની ઉંચાઈ પર બનેલું છે. આ જોઈને લોકો વિચારે છે કે આટલી ઉંચાઈ પર ઘર કેવી રીતે બન્યું હશે, કેમ બનાવ્યું હશે અને અહીં કોણ રહેતું હશે? એવું કહેવાય છે કે આ ઘર પ્રથમ વિશ્વ યુદ્ધ (First World War) દરમિયાન બનાવવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રો-હંગેરિયન સૈન્ય (The Austro-Hungarian army) સાથેના યુદ્ધ દરમિયાન, ઈટાલિયન સૈનિકોએ આરામ કરવા માટે આટલી ઊંચાઈએ આ ઘર બનાવ્યું હતું. તેઓ આ ઘરનો સ્ટોર રૂમ તરીકે પણ ઉપયોગ કરતા હતા, જ્યાં સૈનિકો માટે લાવવામાં આવતી જરૂરી વસ્તુઓ સુરક્ષિત રાખવામાં આવતી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ ઘર બિલકુલ અલગ રીતે બનાવવામાં આવ્યું છે. તેના બાંધકામમાં લાકડા, દોરડા અને કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આ ઘર હજુ પણ ઊભું છે, જો કે તેને બનાવ્યાને 100 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને આ ઘર પહાડની બરાબર વચ્ચોવચ હોય તે પણ ખૂબ જ આશ્ચર્યજનક છે.

આ ઘરની આસપાસના પહાડો સિવાય બીજું કશું દેખાતું નથી. જેના કારણે લોકો અહીં આવતા-જતા નથી. અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ ઘણો મુશ્કેલ છે. આ ઘર સુધી પહોંચવા માટે એક જૂનો લાકડાનો પુલ પાર કરવો પડતો હતો, જે અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો છે.

સૌથી સારી વાત એ છે કે આ ઘરમાં આવ્યા પછી તમને બીજી દુનિયામાં આવ્યાનો અહેસાસ થશે. જો કે સામાન્ય રીતે લોકોને જોખમને કારણે અહીં આવવાની મનાઈ હોય છે, પરંતુ જો એડવેન્ચરના શોખીન લોકો અહીં જવાનું વિચારતા હોય તો તેમને પોતાના જોખમે જવાની સલાહ આપવામાં આવે છે.

 

આ પણ વાંચો: Helicopter Crash: એરફોર્સ ઓફિસરનો મૃતદેહ ઓડિશા પહોંચ્યો, મુખ્યમંત્રી પટનાયકે આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો: Da-Bangg Tour : સલમાન ખાનના પરફોર્મન્સે રિયાધમાં મચાવી ધમાલ, ફેન્સે સોશિયલ મીડિયામાં શેર કર્યા વીડિયો

Next Article