
Coconut Dosa Easy Recipe: ઢોસા એ દક્ષિણ ભારતીય રેસીપી છે, પરંતુ ભારતના તમામ લોકો તેને ઉત્સાહથી ખાય છે. ઢોસા જેટલા ટેસ્ટી છે તેટલો જ હેલ્ધી પણ છે. ઢોસાના ઘણા પ્રકારો છે જેમ કે ચોખાના ઢોસા (Dosa), રવા ઢોસા, મસાલા ઢોસા, ડુંગળીના ઢોસા, દાળ અને ચોખાના ઢોસા વગેરે. જો કે, આજે અમે તમને ઢોસાની એક ખૂબ જ અદભૂત વેરાયટી એટલે કે નારિયેળના ઢોસા (Coconut Dosa Easy Recipe) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઉનાળામાં તમે આ રેસીપી ઘરે સરળતાથી ટ્રાય કરી શકો છો. સામાન્ય રીતે નાળિયેરની ચટણીને ઢોસા સાથે પણ પીરસવામાં આવે છે, પરંતુ, જો તમને નારિયેળ ખૂબ ગમે છે, તો તમે તેનો ઉપયોગ ઢોસા બનાવવા માટે કરી શકો છો. આ એક ખૂબ જ સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગી છે. તો ચાલો તમને નારિયેળ ઢોસા બનાવવાની પ્રક્રિયા અને તેની સામગ્રી વિશે જણાવીએ-
ચોખા – 2 કપ
સ્વાદ માટે મીઠું
જરૂર મુજબ તેલ
નારિયેળ-અડધુ
મેથીના દાણા – અડધી ચમચી
કોકોનટ ડોસા બનાવવા માટે પહેલા 2 કપ ચોખા લો અને તેને પલાળી રાખો.
આ સિવાય 2 ચમચી મેથીના દાણા અને નારિયેળ પણ પલાળી દો.
સવારે મેથીને પણ પીસી લો.
તેને એક રાત રહેવા દો. સવારે ઉઠીને ચોખાના પાણીને અલગ કરીને 2 થી 3 વાર ધોઈ લો.
આ ચોખાને પીસીને બેટર બનાવો.
જો બેટર ખૂબ જાડું હોય તો તેમાં પાણી ઉમેરીને પાતળું કરો.
તેમાં મેથી, નારિયેળ અને મીઠું મિક્સ કરો.
આ પછી તેને 2 થી 3 કલાક માટે રહેવા દો.
પછી એક નોન સ્ટિક તવા પર તેલ નાખીને તેના પર બેટરના પાતળા ઢોસા બનાવો.
ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને ઉતારી લો.
હવે આ ડોસાને ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.
આ પણ વાંચો : VIRAL VIDEO : મેગી અને ઓરિયો બિસ્કિટ મિશ્રિત રેસીપી વાયરલ, રેસીપી જોઇને લોકોને ચડી સૂગ !
આ પણ વાંચો :DSLR Camera: DSLR વડે ફોટોગ્રાફી કરવાનો છે પ્લાન, તો માર્કેટમાં ઉપલબ્ધ છે આ ખાસ અને સસ્તા ઓપ્શન