નરેન્દ્ર મોદી ચેનલના યુટ્યુબ Subscribersની સંખ્યા 1 કરોડને પાર

|

Feb 01, 2022 | 3:14 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુટ્યુબ ચેનલના Subscribersની સંખ્યા 1 કરોડને પાર થઇ ગઈ છે.

નરેન્દ્ર મોદી ચેનલના યુટ્યુબ Subscribersની સંખ્યા 1 કરોડને પાર
pm modi ( File photo)

Follow us on

PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોશિયલ મીડિયા પર દુનિયા ટોપ લીડર બની ગયા છે. મોદીના યુટ્યુબ પર 1 કરોડ સબસ્ક્રાઇબર્સ થયા છે. તેઓએ કેટલાંક વૈશ્વિક લીડર્સને ખૂબ પાછળ છોડી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુટ્યુબ ચેનલના Subscribers ની સંખ્યા 1 કરોડને પાર થઇ ગઈ છે. આ સાથે જ વૈશ્વિક નેતાઓમાં પીએમ મોદીના Subscribers ની સંખ્યા સૌથી વધુ છે. જો અન્ય વૈશ્વિક નેતાઓની વાત કરવામાં આવે તો પીએમ મોદી બાદ જેયર બોલ્સોનારોના સૌથી વધુ Subscribers છે. વૈશ્વિક નેતાઓના YouTube Subscribersની વાત કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદીના 1 કરોડ Subscribers છે. બ્રાઝિલના જેયર બોલ્સોનારો 36 લાખ છે.

આ બાદ મેક્સિકો એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરના 30.7 લાખ Subscribers છે. આ બાદ પ્રમુખ ઇન્ડોનેશિયા જોકો વિડોડોના 28.8 લાખ છે. વ્હાઇટ હાઉસની સંખ્યા 19 લાખ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન 7.03 લાખ છે. તો રાષ્ટ્રીય નેતાઓની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીના યુટ્યુબ પર 5લાખ 25 હજાર Subscribers છે. તો શશી થરૂરના 4.39 લાખ છે. અસદુદ્દીન ઓવૈસીના 3.73 લાખ Subscribers છે. એમકે સ્ટાલિનના 2.12 લાખ Subscribers છે. મનીષ સિસોદિયાના 1.37 લાખ Subscribers છે.

નવેમ્બર 2021 માં, અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણના મંજૂરી રેટિંગમાં પણ મોદી ટોચ પર હતા. પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 70 ટકા હતું, જે 13 વૈશ્વિક નેતાઓમાં સૌથી વધુ હતું. તમને જણાવી દઈએ કે મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સ છે અને હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સરકારી નેતાઓ માટે મંજૂરી રેટિંગને ટ્રેક કરી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પૃષ્ઠને તમામ 13 દેશો માટે નવીનતમ ડેટા સાથે અપડેટ કરવામાં આવ્યું હતું. જે સમગ્ર વિશ્વમાં બદલાતી રાજકીય ગતિશીલતા અનુસાર છે. આ રેટિંગમાં મોદીને પાછળ છોડનારા વિશ્વ નેતાઓમાં બિડેન, જોન્સન ઉપરાંત જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને ઘણા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. મોદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

આ પણ વાંચો :  IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા 5 બોલરો, આ 2 ભારતીય બોલર પણ યાદીમાં

આ પણ વાંચો : Covid Vaccination : દિલ્હી સરકારે આંકડો કર્યો જાહેર, સોમવારે, 4,576 બાળકોને રસીનો બીજો ડોઝ અપાયો

Next Article