ભારતની ફેડરલ ફાયનાન્સિયલ-ક્રાઈમ એજન્સીએ (Federal Financial-Crime Agency) ચીનની Xiaomi કોર્પ (1810.HK) ના ભૂતપૂર્વ ભારતીય વડાને કંપનીની વ્યાપાર પ્રથાઓ ભારતીય વિદેશી વિનિમય કાયદાઓ (Indian Foreign Exchange Act) સાથે સુસંગત છે કે કેમ તેની તપાસ માટે સમન્સ પાઠવ્યું છે, બે સ્ત્રોતોએ રોઇટર્સને જણાવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓછામાં ઓછા ફેબ્રુઆરીથી કંપનીની તપાસ કરી રહ્યું છે અને તાજેતરના અઠવાડિયામાં Xiaomiના ભૂતપૂર્વ ભારતના મેનેજિંગ ડિરેક્ટર મનુ કુમાર જૈનને (Manu Kumar Jain) તેના અધિકારીઓ સમક્ષ હાજર થવા સૂત્રોએ જણાવ્યું હતું.
મનુ કુમાર જૈન હવે દુબઈ સ્થિત Xiaomiના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ છે, તે હાલમાં ભારતમાં હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમની મુલાકાતનો હેતુ સ્પષ્ટ નહોતો. તપાસ વિશે પૂછવામાં આવતા, Xiaomiના પ્રવક્તાએ કહ્યું કે કંપની તમામ ભારતીય કાયદાઓનું પાલન કરે છે અને તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારા અધિકારીઓ તેમની ચાલુ તપાસમાં સહકાર આપી રહ્યા છે, તેમની પાસે તમામ જરૂરી માહિતી છે.
આ ક્રિયાઓ ચીની સ્માર્ટફોન નિર્માતાની વિસ્તૃત ચકાસણીનો સંકેત આપે છે, જેની ભારતની ઓફિસ પર ડિસેમ્બરમાં કથિત આવકવેરા ચોરી અંગે તપાસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે કેટલાક અન્ય ચાઈનીઝ સ્માર્ટફોન મેકર્સ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જૈને ટિપ્પણી માટેની વિનંતીનો જવાબ આપ્યો ન હતો. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ જવાબ આપ્યો ન હતો, જોકે તપાસ ચાલુ હોય ત્યારે એજન્સી સામાન્ય રીતે વિગતો જાહેર કરતા નથી.
એજન્સી Xiaomi India, તેના કોન્ટ્રાક્ટ ઉત્પાદકો અને ચીનમાં તેની પેરેન્ટ એન્ટિટી વચ્ચેના હાલના વ્યાપાર માળખાની તપાસ કરી રહી છે. સ્ત્રોત મુજબ, તેમણે કહ્યું હતું કે Xiaomi India અને તેની પેરેન્ટ એન્ટિટી વચ્ચેના ભંડોળના પ્રવાહની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં રોયલ્ટી ચૂકવણીનો પણ સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફેબ્રુઆરીમાં Xiaomiના જૈનને સંબોધિત એક નોટિસ દ્વારા, કંપનીના વિવિધ દસ્તાવેજો માંગ્યા હતા, આ ઘટનાક્રમ વિશે સ્ત્રોતે જણાવ્યું હતું. આમાં વિદેશી ભંડોળની વિગતો, શેરહોલ્ડિંગ અને ભંડોળ પેટર્ન, નાણાકીય નિવેદનો અને વ્યવસાયને લગતી મુખ્ય અધિકારીઓની માહિતીનો સમાવેશ થાય છે, સૂત્રએ જણાવ્યું હતું.
કાઉન્ટર પોઇન્ટ રિસર્ચ મુજબ, Xiaomi 24% બજાર હિસ્સા સાથે 2021માં ભારતની ટોચની સ્માર્ટફોન વેચનાર કંપની છે. દક્ષિણ કોરિયાની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ (005930.KS) 19% શેર સાથે નંબર 2 બ્રાન્ડ હતી. Xiaomi ભારતમાં સ્માર્ટ વોચ અને ટેલિવિઝન સહિત અન્ય ટેક ગેજેટ્સમાં પણ ડીલ કરે છે.