શી જિનપિંગ G20 સમિટમાં નહી આવે, પુતિને પહેલેથી જ ના પાડી દીધી

|

Aug 31, 2023 | 10:35 AM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ G20 સમિટમાં ભાગ નહીં લઈ શકે. હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ G20થી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં અનૌપચારિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ સરહદ મુદ્દે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ જિનપિંગને સ્પષ્ટ કર્યું હતું કે સરહદ પર શાંતિ જાળવી રાખવી જોઈએ.

શી જિનપિંગ G20 સમિટમાં નહી આવે, પુતિને પહેલેથી જ ના પાડી દીધી
xi jinping, president, china

Follow us on

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલા જ G20 સમિટમાંથી ખસી ગયા છે. હવે જાણવા મળ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સમિટમાં ભાગ નહીં લે. તેમના સ્થાને ચીનના વડાપ્રધાન ભારત આવે તેવી શક્યતા છે. ચીન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ચર્ચા છે કે, શી જિનપિંગ પોતે ભારત આવવા માંગતા નથી. તેઓ તેમના સ્થાને પ્રીમિયર લી કિઆંગને સમિટમાં મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

G20 સમિટ માટે દિલ્હીમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઘણા દેશોના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 8-10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી સમિટ માટે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ G20 માટે ભારત નહીં આવી શકે. હવે એવા સમાચાર છે કે શી જિનપિંગ પણ G20 સમિટમાં ભાગ નહીં લે. ચીનના રાષ્ટ્રપતિ છેલ્લે 2019 માં ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલપ્પુરમમાં તેમનું સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં અનૌપચારિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ સરહદ મુદ્દે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ જિનપિંગને સ્પષ્ટ કર્યું હતું કે સરહદ પર શાંતિ જાળવી રાખવી જોઈએ. શી જિનપિંગ પીએમ મોદી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે સત્તાવાર વાતચીતની અપેક્ષા હતી. આ માટે ચીને પણ સંપર્ક કર્યો હતો પરંતુ ભારત રાજી નહોતું. જો કે, શી જિનપિંગ ભારત આવવાથી શા માટે સંકોચ કરી રહ્યા છે તે હજુ સ્પષ્ટ નથી.

આજનું રાશિફળ તારીખ : 10-11-2024
શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ
આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ
સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ

G20 સમિટમાં 30થી વધુ દેશો સામેલ થશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ દિલ્હીમાં યોજાનારી G20 સમિટ માટે ભારતની મુલાકાતે આવશે. G20 સમિટમાં 30 થી વધુ દેશો ભાગ લેવા માટે સંમત થયા છે. જેમાં 20 સભ્ય દેશો સામેલ હશે. આ સિવાય ઈજિપ્ત સહિત અન્ય ઘણા દેશોને સમિટમાં મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article