Wrestlers Protest: વિરોધ ખત્મ કરવાના દાવા પર કુસ્તીબાજોએ કહ્યું ‘નોકરીનો ડર ના બતાવશો’, 10 સેકન્ડમાં છોડી દઈશુ’

|

Jun 05, 2023 | 9:10 PM

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડનો વિરોધ બંધ કરી દીધો છે. જો કે, આ દાવામાં કોઈ સત્ય નથી,

Wrestlers Protest: વિરોધ ખત્મ કરવાના દાવા પર કુસ્તીબાજોએ કહ્યું નોકરીનો ડર ના બતાવશો, 10 સેકન્ડમાં છોડી દઈશુ
Wrestlers Protest

Follow us on

Wrestlers Protest: મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે (Sakshi Malik) કહ્યું છે કે જેઓ અમારા મેડલની કિંમત 15 રૂપિયા કહેતા હતા તેઓ હવે અમારી નોકરી પાછળ પડ્યા છે. અમારૂ જીવન જોખમમાં છે, તેની આગળ નોકરી એ ખુબ નાની વાત છે. સાક્ષી મલિકે કહ્યું છે કે જો નોકરી ન્યાયના માર્ગમાં અવરોધ બનશે તો અમે તેને છોડી દઈશું. તે જ સમયે, સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કાદિયાને ફેસબુક લાઈવ પર આવીને કહ્યું હતું કે વિરોધ ખત્મ કરવાના જે પણ સમાચાર ચાલી રહ્યા છે, તે ખોટા છે.

હકીકતમાં, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડનો વિરોધ બંધ કરી દીધો છે. જો કે, આ દાવામાં કોઈ સત્ય નથી, કારણ કે સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓએ ધરણાંનો અંત કર્યો નથી. આ તમામ દાવા કુસ્તીબાજો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા પછી થવા લાગ્યા.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ પણ વાંચો: Balasore Train Accident: અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યુ Reliance Foundation, આ રીતે કરી રહ્યું છે મદદ

કુસ્તીબાજોએ શું કહ્યું?

સાક્ષી મલિકે ટ્વીટ કર્યું કે જે લોકોએ અમારા મેડલને 15-15 રૂપિયા જણાવ્યા તે અમારી નોકરી પાછળ પડ્યા છે. અમારૂ જીવન જોખમમાં છે. તેની સામે નોકરી એ નાની વસ્તુ છે. જો નોકરી ન્યાયના માર્ગમાં અવરોધ બની જશે, તો અમે તેને છોડવામાં 10 સેકન્ડ પણ નહીં લઈએ. નોકરીનો ડર ન બતાવો.

બજરંગ પુનિયાએ પણ ટ્વીટ કરીને આ જ વાત કહી છે. પૂનિયાએ આંદોલન પાછું ખેંચવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેઓએ ન તો પીછેહઠ કરી છે કે ન તો આંદોલનને પાછું ખેંચવામાં આવ્યું છે. મહિલા કુસ્તીબાજો દ્વારા FIR ખતમ કરવાની વાત પણ ખોટી છે. કુસ્તીબાજોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article