Wrestlers case : બ્રિજભૂષણ શરણ સિંહ 18 જુલાઈએ હાજીર હો, રાઉઝ એવન્યુ કોર્ટે પાઠવ્યું સમન્સ

જાતીય સતામણીના કેસમાં ભૂતપૂર્વ WFI વડા બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ 6 પુખ્ત મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની દિલ્હીની કોર્ટે નોંધ લીધી છે. કોર્ટે બ્રિજ ભૂષણ સિંહને સમન્સ મોકલ્યું છે.

Wrestlers case : બ્રિજભૂષણ શરણ સિંહ 18 જુલાઈએ હાજીર હો, રાઉઝ એવન્યુ કોર્ટે પાઠવ્યું સમન્સ
Brijbhushan Sharan Singh
| Edited By: | Updated on: Jul 07, 2023 | 5:56 PM

મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોના સંબંધમાં ચાર્જશીટની નોંધ લીધા બાદ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને સમન્સ ઈસ્યું કર્યા હતા. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી આગામી 18 જુલાઈ માટે નિશ્ચિત કરી છે જેમા બ્રિજભૂષણ સિંહને હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

જ્યારે દિલ્હી પોલીસે સગીર કુસ્તીબાજના કથિત જાતીય સતામણી માટે બ્રિજભૂષણ શરણ સિંહ સામેનો કેસ રદ કરવાની માંગ સાથે અંતિમ અહેવાલ દાખલ કર્યો હતો. આ અંગે કોર્ટે આ સપ્તાહની શરૂઆતમાં જ પીડિતા અને ફરિયાદી પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન એડિશનલ સેશન્સ જજ છવી કપૂરે પીડિતા અને ફરિયાદીને નોટિસ ઈસ્યું કરી હતી. આ દરમિયાન કોર્ટે તેમને 1 ઓગસ્ટ સુધીમાં પોલીસ રિપોર્ટ પર પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

દિલ્હી પોલીસે 15 જૂને બીજેપી સાંસદ વિરુદ્ધ જાતીય સતામણી, ગુનાહિત ધમકી અને પીછો કરવાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી હતી. અનેક મહિલા કુસ્તીબાજોની ફરિયાદ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેણે પોતાના પર લાગેલા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. જો સિંહ દોષિત સાબિત થાય તો ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. તેના એક સહયોગીનું કહેવું છે કે તે પોલીસને સહકાર આપી રહ્યો છે અને કોર્ટના નિર્ણયનું સન્માન કરશે.

બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમર વિરુદ્ધ આ કલમો હેઠળ નોંધાયો છે કેસ

2 જૂનના રોજ, દિલ્હી પોલીસે આરોપોના આધારે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ બે FIR અને 10 ફરિયાદો નોંધી હતી. દિલ્હી પોલીસે તેમની સામે 15 જૂને IPCની કલમ 354, 354A, 354D અને 506 હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. તોમર પર આઈપીસીની કલમ 109, 354, 354A અને 506 હેઠળ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો