કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની સક્રિય રાજનીતિમાં થઈ એન્ટ્રી, હરિયાણાની આ વિધાનસભા બેઠક પરથી લડશે ચૂંટણી

|

Sep 07, 2024 | 12:34 PM

રેસલર વિનેશ ફોગાટે હરિયાણા વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે. વિનેશ ફોગાટ હરિયાણાની જુલાના વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે બજરંગ પૂનિયા ચૂંટણી નહીં લડે.

કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની સક્રિય રાજનીતિમાં થઈ એન્ટ્રી, હરિયાણાની આ વિધાનસભા બેઠક પરથી લડશે ચૂંટણી

Follow us on

કુસ્તીબાજ વિનેશ ફોગાટ હરરિયાણા વિધાનસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં સામેલ થઈ ગઈ છે. કોંગ્રેસ વિનેશને જુલના વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપશે જ્યારે બજરંગ પૂનિયા ચૂંટણી નહીં લડે. હરિયાણા વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસની ઈલેક્શન કમિટીની બેઠક મળી હતી. અત્યાર સુધીમાં કૂલ 71 સીટો પર નિર્ણય લેવાઈ ગયો છે. બજરંગ પૂનિયા ચૂંટણી નહીં લડે. જો કે અગાઉ એવી ચર્ચા હતી કે પૂનિયા બાદલી વિધાનસભા સીટથી ચૂંટણી લડી શકે છે. કારણ કે બજરંગ બાદલીથી આવે છે. પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે કે તેઓ ચૂંટમી નહીં લડે માત્ર કોંગ્રેસ માટે પ્રચાર કરશે.

વિનેશ ફોગાટની વિધાનસભા ચૂંટણી લડવા અંગે હરિયાણા કોંગ્રેસના પ્રમુખ દીપક બાબરિયાએ કહ્યું કે મને લાગે છે કે તે જુલાનાથી ચૂંટણી લડશે તે નક્કી થઈ ગયું છે. વિધાનસભા ચૂંટણી લડી રહેલા સાંસદો અંગે તેમણે કહ્યું કે, કોઈપણ સાંસદને વિધાનસભા ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી નથી.

કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના નિવાસસ્થાન 10, રાજાજી માર્ગ પર મળ્યા હતા. આ પછી, તેઓ AICC મુખ્યાલયમાં કોંગ્રેસ મહાસચિવ પ્રભારી સંગઠન કેસી વેણુગોપાલ, AICC મહાસચિવ પ્રભારી હરિયાણા દીપક બાબરિયા, હરિયાણા કોંગ્રેસના વડા ઉદય ભાન અને કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશે શું કહ્યું?

કોંગ્રેસમાં જોડાયા પછી, વિનેશ ફોગાટે કહ્યું હતું કે બીજેપી બ્રિજભૂષણ શરણ સિંહને સમર્થન આપી રહી છે, જ્યારે કોંગ્રેસે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું જ્યારે તેઓને દિલ્હીમાં “સડકો પર ખેંચવામાં આવ્યા હતા”. તેણે કહ્યું કે હું દેશના લોકો અને મીડિયાનો આભાર માનું છું, તમે મારી કુશ્તી યાત્રા દરમિયાન મને સાથ આપ્યો. હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું, મુશ્કેલ સમય તમને જણાવે છે કે તમારી સાથે કોણ છે. ધરણા દરમિયાન જ્યારે અમને રસ્તા પર ઘસેડવામાં આવ્યા ત્યારે ભાજપ સિવાય તમામ પક્ષો અમારી સાથે ઉભા હતા. હું એક નવી ઇનિંગ શરૂ કરી રહ્યો છું, હું ઇચ્છું છું કે ખેલાડીઓએ અમારે જેમાંથી પસાર થવું પડ્યું તે સહન ન કરવું પડે. તેમણે કહ્યું કે અમે ગભરાઈશું નહીં અને પાછળ હટીશું નહીં. અમારો કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અમે તે પણ જીતીશું.

વેણુગોપાલે રેલવેની નોટિસનો કર્યો ઉલ્લેખ

આ દરમિયાન કેસી વેણુગોપાલે દાવો કર્યો હતો કે બુધવારે રાહુલ ગાંધીને મળ્યા બાદ રેલવેએ વિનેશ ફોગાટને નોટિસ પાઠવી હતી. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે નોટિસમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય નેતાઓને મળીને સેવા નિયમોનો ભંગ કર્યો છે. જો કે, ભારતીય રેલવેએ કહ્યું છે કે વિનેશ ફોગાટને રેલવેમાંથી રાજીનામું આપ્યા બાદ કોઈ નોટિસ આપવામાં આવી નથી.

“કોંગ્રેસ માટે મોટો દિવસ”

વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ માટે આજે મોટો દિવસ છે અને વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનું પાર્ટીમાં સ્વાગત કરવું એ અમારા બધા માટે ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યુ જ્યારે આ લોકો ધરણા પર બેઠા હતા ત્યારે સમગ્ર દેશ તેમના સમર્થનમાં તેમની સાથે હતો, આ તકે વેણુગોપાલે રાહુલ, પ્રિયંકા અને અન્ય કોંગ્રેસના નેતાઓ દ્વારા અપાયેલા સમર્થનનો પણ હવાલો આપ્યો.

દેશના તમામ રાજ્યના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:30 pm, Sat, 7 September 24

Next Article