કુસ્તીબાજ ગીતા ફોગાટને જંતર-મંતર જતા અટકાવી, દિલ્હી પોલીસે કરી ધરપકડ

પોલીસ કાર્યવાહીની નિંદા કરતા ગીતાએ કહ્યું છે કે દિલ્હી પોલીસે તેની સામે માત્ર બે જ રસ્તા રાખ્યા હતા, કાં તો તેના ઘરે પાછા જાઓ અથવા પોલીસ સ્ટેશન જાઓ. તેણે આ કેપ્શન સાથે એક વીડિયો શેર કર્યો છે.

કુસ્તીબાજ ગીતા ફોગાટને જંતર-મંતર જતા અટકાવી, દિલ્હી પોલીસે કરી ધરપકડ
Wrestler Geeta Phogat arrested by Delhi Police
| Edited By: | Updated on: May 04, 2023 | 6:56 PM

બુધવારે મોડી રાત્રે જંતર-મંતર પર પોલીસ અને ધરણા પર બેઠેલા કુસ્તીબાજો વચ્ચે ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો વધુ ગરમાયો છે. આવી સ્થિતિમાં રેસલર ગીતા ફોગાટે સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસની કાર્યવાહી પર ઘણા સવાલો ઉભા કર્યા છે. ગીતાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે પોલીસકર્મીઓથી ઘેરાયેલી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે તેમને દિલ્હી પોલીસે જંતર-મંતર જતા અટકાવ્યા હતા.

પોલીસ કાર્યવાહીની નિંદા કરતા ગીતાએ કહ્યું છે કે દિલ્હી પોલીસે તેની સામે માત્ર બે જ રસ્તા રાખ્યા હતા, કાં તો તેના ઘરે પાછા જાઓ અથવા પોલીસ સ્ટેશન જાઓ. તેણે આ કેપ્શન સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોલીસને જંતર-મંતર જવાની અપીલ કરતી જોવા મળે છે. આ વીડિયો પોસ્ટના થોડા સમય બાદ તેણે બીજું ટ્વીટ કર્યું છે, જેમાં તેણે કહ્યું છે કે તેને અને તેના પતિ પવન સરોહાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Breaking News: સુપ્રીમ કોર્ટે કુસ્તીબાજોનો કેસ કર્યો બંધ, ‘ખેલાડીઓને હાઈકોર્ટ અથવા નિચલી કોર્ટમાં જવાની આપી સલાહ

બોક્સર વિજેન્દર સમર્થનમાં આવ્યો

બુધવારે મોડી રાત્રે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા પોલીસ અને કુસ્તીબાજો વચ્ચેના હંગામા બાદ ખેલાડીઓએ કહ્યું છે કે તેમની લડાઈ સરકાર સાથે નથી, પરંતુ માત્ર બ્રિજ ભૂષણ શરણ સિંહ સાથે છે. આ સાથે જ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બોક્સર વિજેન્દર સિંહ પણ રેસલર્સના સમર્થનમાં સામે આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે વિજેન્દરે કહ્યું હતું કે એક સ્પોર્ટ્સમેન હોવાને કારણે તે કુસ્તીબાજોની સાથે ઉભો છે.

એટલું જ નહીં, વિજેન્દરે કહ્યું કે જ્યારે આ સ્તરના ખેલાડીઓ સાથે આવું થઈ શકે છે તો સામાન્ય લોકોનું શું થશે. તેણે સવાલ ઉઠાવ્યા છે કે દિલ્હી પોલીસે આ બધુ કોના નિર્દેશ પર કર્યું છે. વિજેન્દરે કહ્યું છે કે જેઓ કુસ્તીબાજોને સમર્થન આપી રહ્યા છે તેમનો આભાર, જ્યારે જેઓ સમર્થન નથી કરી રહ્યા તેઓ યાદ રાખો કે આવતીકાલે તેમનો વારો આવી શકે છે.

દેશનું ગૌરવ રસ્તાઓ પર ભટકે છે: વિનેશ

ધરણા પર બેઠેલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું છે કે દેશનું ગૌરવ રસ્તાઓ પર ભટકી રહ્યું છે અને હરિયાણાના સીએમએ સંજ્ઞાન લેવું જોઈએ, પરંતુ તેમની તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તે જ સમયે, બજરંગ પુનિયાએ પ્રેસ કોન્ફરન્સમાં પુનરોચ્ચાર કર્યો કે તેમની લડાઈ સરકાર વિરુદ્ધ નથી. તેમની લડાઈ માત્ર બ્રિજભૂષણ શરણ સિંહ સામે છે. કુસ્તીબાજોએ કહ્યું છે કે જ્યાં સુધી બ્રિજ ભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…