World Heritage Day 2022: આજે વિશ્વ ધરોહર દિવસની ઉજવણી, આ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે આકર્ષણનું કેન્દ્ર

|

Apr 19, 2022 | 7:12 AM

વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day) ફક્ત આપણા જીવનમાં સંસ્કૃતિ અને વારસાના મૂલ્યને જ નહીં, પરંતુ લોકોને સાંસ્કૃતિક ઈતિહાસને સમજવાનો પણ હેતુ છે.

World Heritage Day 2022: આજે વિશ્વ ધરોહર દિવસની ઉજવણી, આ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે આકર્ષણનું કેન્દ્ર
World Heritage Day 2022

Follow us on

સ્મારકો અને સ્થળો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ જેને વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day) તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે 18 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં આ દિવસની વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ફક્ત આપણા જીવનમાં સંસ્કૃતિ અને વારસાના મૂલ્યને જ નહીં, પરંતુ લોકોને સાંસ્કૃતિક ઈતિહાસને (History) સમજવાનો પણ હેતુ છે. આ વર્ષે આ દિવસ હેરીટેજ એન્ડ ક્લાઈમેટની થીમ (Theme) હેઠળ મનાવવામાં આવશે.આ 10  વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આકર્ષણનું કેન્દ્ર છે .

તાજમહેલ, ભારત

વિશ્વમાં પ્રેમના સૌથી પ્રખ્યાત પ્રતીકોમાંનું એક તાજમહેલ છે. આ મુગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેની પ્રિય પત્ની મુમતાઝ મહેલની સમાધી રાખવા માટે બનાવવામાં આવી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

અંગકોર વાટ, કંબોડિયા

તે કંબોડિયામાં સૌથી પ્રસિદ્ધ પ્રાચીન મંદિર સ્થળ છે અને તેનો ખ્મેર સામ્રાજ્યની વિવિધ રાજધાનીઓના પ્રભાવશાળી અવશેષોમાં સમાવેશ થાય છે.

પેટ્રા, જોર્ડન

મંદિરો અને સ્મારકોની ગૂંચવણભરી રચના, ચર્ચના અવશેષો સાથે સુંદર રોક-કટ આર્કિટેક્ચર અને નવીન જળ વ્યવસ્થાપન પ્રણાલી પેટ્રા અહીંનું આકર્ષણનું કેન્દ્ર છે.

રાપા નુઈ નેશનલ પાર્ક, ચિલી

ઇસ્ટર આઇલેન્ડ પર સ્થિત, રાપા નુઇ નેશનલ પાર્ક એ ચિલીનો એક સંરક્ષિત વન્યજીવન વિસ્તાર છે, જે રાપા નુઇ સંસ્કૃતિના વારસા અને તેની પ્રાચીન પરંપરાઓ પર આધારિત છે.

માચુ પિચ્ચુ, પેરુ

દક્ષિણ અમેરિકામાં આ ઐતિહાસિક અભયારણ્ય મુલાકાત લેવા જેવું સ્થળ છે. આ ઈન્કાન સિટાડેલ પેરુના એન્ડીસ પર્વતોમાં ઊંચો છે અને તેને ઈન્કા સામ્રાજ્યની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક ગણવામાં આવે છે.

ઓલ્ડ હવાના, ક્યુબા

1519માં સ્થપાયેલ ઓલ્ડ હવાના અમેરિકન ખંડની સૌથી પ્રાચીન ધરોહર છે.

ગીઝાના પિરામિડ, ઇજિપ્ત

પ્રાચીન વિશ્વની એકમાત્ર કાયમી અજાયબી, આ અવિશ્વસનીય કબરો ત્યારે બનાવવામાં આવી હતી, જ્યારે ઇજિપ્ત વિશ્વની સૌથી શક્તિશાળી સંસ્કૃતિઓમાંની એક હતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Himachal Pradesh: ઉનામાં યતિ સત્યદેવાનંદ સરસ્વતીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મુસ્લિમોની વધતી વસ્તી વચ્ચે હિન્દુઓએ વધુ બાળકો પેદા કરવા જોઈએ

Published On - 2:11 pm, Mon, 18 April 22

Next Article