માત્ર કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેવાથી સમસ્યા હલ નહીં થાય, MSP પર જોઈએ સમાધાન, હૈદરાબાદમાં બોલ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત

|

Nov 25, 2021 | 9:31 PM

ટિકૈતે કહ્યું દેશમાં ખેડૂતોની જે સમસ્યા છે, તે એવીને એવી જ છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત નહીં કરે અને એમએસપી પર કાયદો નહીં લાવે, ત્યાં સુધી અમારૂ પ્રદર્શન ચાલુ રહેશે.

માત્ર કૃષિ કાયદાઓ પાછી ખેંચી લેવાથી સમસ્યા હલ નહીં થાય, MSP પર જોઈએ સમાધાન, હૈદરાબાદમાં બોલ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત
Rakesh Tikait

Follow us on

3 કૃષિ કાયદાને (Farm Law) પરત લેવાના કેન્દ્ર સરકાર (Central Government)ના નિર્ણય બાદ હૈદરાબાદમાં ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે ખેડૂતોને એસએસપી (MSP) પર સમાધાન જોઈએ. હૈદરાબાદમાં રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે કાયદાને પરત લેવાનો નિર્ણય કર્યો પણ આ અમારૂ સમાધાન નથી. ખેડૂતોને એમએસપી પર સમાધાન જોઈએ.

 

ટિકૈતે કહ્યું દેશમાં ખેડૂતોની જે સમસ્યા છે, તે એવીને એવી જ છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત નહીં કરે અને એમએસપી પર કાયદો નહીં લાવે, ત્યાં સુધી અમારૂ પ્રદર્શન ચાલુ રહેશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂત આંદલનકારીઓ તરફથી અમે સરકાર સમક્ષ માંગ મુકી છે. સરકાર આ માંગને પૂરી કરે, અમારૂ સમાધાન એમએસપીની ગેરંટી મળવા પર હશે. સરકારને ખેડૂતો સાથે વાત કરવી પડશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રાજ્યોને કરી ખેડૂતોને વળતર આપવાની અપીલ

તેલંગણા સરકાર દ્વારા જે ખેડૂતો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, તેમને 3 લાખ રૂપિયા વળતર આપવાની વાત પર તેમને કહ્યું કે આ સારી વાત છે કે તેલંગણા સરકાર તેના દ્વારા સંદેશ આપવા ઈચ્છે છે કે અમે ખેડૂતોની સાથે છીએ, બીજા રાજ્યોએ પણ ખેડૂતોને વળતર આપવું જોઈએ, કરાણે અમે દેશભરના ખેડૂતો માટે આંદોલન કરી રહ્યા છે.

 

ખેડૂત નેતા આશીષ મિતલે કહ્યું કે સરકાર 3 કૃષિ કાયદા લઈને આવી હતી. સરકારે પરત લઈ લીધા છે પણ તેનાથી અમારૂ સમાધાન નહીં થાય. અમારૂ સમાધાન એમએસપીની ગેરંટી મળવા પર થશે અને ભાજપ નેતા અજય મિશ્રા ટેનીની ધરપકડ કરવામાં આવે.

 

આંદોલનને 1 વર્ષ પૂર્ણ થવા પર મોટા પ્રદર્શનની તૈયારી

ત્યારે બીજી તરફ ખેડૂત સંગઠન આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા પર 26 નવેમ્બરે દિલ્હીની સરહદ પર મોટા પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે. 40થી વધારે ખેડૂત સંગઠનોના સમૂહ સંયૂક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે તે પોતાનું આંદોલન ખત્મ નથી કરવાના, કારણ કે તેમની માંગ હજુ પણ બાકી છે. સંગઠનોની અપીલ બાદ મોટી સંખ્યામાં ખેડૂતો રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર પહોંચવા લાગ્યા છે.

 

આ પણ વાંચો: સામાન્ય માણસને વધુ એક ફટકો ! હવે વ્હીલ, રિન અને લક્સ જેવા સાબુ અને સર્ફ મોંઘા થયા, જાણો કિંમતમાં કેટલો વધારો થયો

 

આ પણ વાંચો: Raj Kundra: 2020 અશ્લિલ ફિલ્મ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા રાજ કુંદ્રાનાં આગોતરા જામીન નામંજૂર કરાયા

Next Article