No Work From Home: શું જલ્દી જ ખતમ થઈ જશે વર્ક ફ્રોમ હોમ ? જાણો શું છે કંપનીઓની યોજના

|

Oct 22, 2021 | 11:30 PM

Work From Home: ડેલોઈટ તરફથી કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, માત્ર 12 ટકા કંપનીઓ જ પોતાના કર્મચારીઓને કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ સ્થાયી રીતે કોઈ પણ સ્થળેથી કામ કરવાનો ઓપ્શન આપવાની યોજના બનાવી રહી છે.

No Work From Home: શું જલ્દી જ ખતમ થઈ જશે વર્ક ફ્રોમ હોમ ? જાણો શું છે કંપનીઓની યોજના
Will work from home be over soon?

Follow us on

કોરોના મહામારી દરમિયાન મોટાભાગની કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ (Work From Home) આપ્યું હતું. જેથી કરી કોરોનાના વધતા સંક્રમણને રોકી શકાય એટલા માટે મોટાભાગના કર્મચારી ઘરેથી કામ કરી રહ્યા હતા. પરંતુ હવે મોટાભાગના સેક્ટર્સમાં કંપનીઓ પોતાના કર્મચારીઓને પરત ઓફિસ બોલાવા માગે છે.

હાલમાં જ ડેલોઈટ તરફથી કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે, માત્ર 12 ટકા કંપનીઓ જ પોતાના કર્મચારીઓને કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ સ્થાયી રીતે કોઈ પણ સ્થળેથી કામ કરવાનો વિકલ્પ આપવાની યોજના બનાવી રહી છે.

કર્મચારીઓને ઓફિસ બોલાવા માગે છે કંપની
રિપોર્ટ અનુસાર IT અથવા તો ITS સેક્ટર સિવાય, મોટાભાગે ઈન્ડસ્ટ્રી પોતાના કર્મચારીઓને ઓફિસ પરત બોલાવા માગે છે. આ સર્વેમાં 450થી વધુ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખરેખર સારી પ્રોડક્ટિવિટી, કર્મચારીઓના રિલેશન, હાર્ડવેયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેટા પ્રાઈવસી પ્રકારના થોડા કારણો છે જેને લઈ કંપનીઓ પોતાના કર્મચારીઓને ઓફિસ પરત બોલાવા માગે છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

Appleના કર્મચારીઓએ કર્યો વિરોધ
છેલ્લા અઠવાડીએ ટાટા કંસલ્ટેન્સી સર્વિસેસ (TCS)એ પોતાના કર્મચારીઓને 15 નવેમ્બર સુધી બેઝ  બ્રાન્ચમાં પરત આવવાની સૂચના જાહેર કરી હતી. જ્યારે IT/ITS સેક્ટરની ચાર કંપનીઓમાંથી એક કંપનીએ પોતાના કર્મચારીઓને કોઈ પણ શહેરમાંથી કાયમી કામ કરવાનો વિકલ્પ આપવાની યોજના બનાવી છે.

આ દરમિયાન જે કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ ટ્રેન્ડની આદત થઈ ગઈ છે, તેઓ ઓફિસ પરત ફરવાની યોજનાનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ USA માં Apple કંપનીના કર્મચારીઓએ ઓફિસ પરત ફરવાના આદેશ સામે વિરોધ દર્શાવ્યો અને ત્યાં સુધી કે અમુક કર્મચારીઓએ નોકરી છોડી દીધી છે અથવા તો છોડવાની વાત કરી રહ્યા છે.

વર્ક ફ્રોમ હોમનું સમર્થન
અલગ-અલગ દેશો અને સેક્ટરમાં આ કિસ્સા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર કર્મચારીઓને લાગે છે કે, તેઓએ સાબિત કરી દીધું છે કે, તેઓ ઘર પર પ્રોડક્ટિવ છે.  Harvard બિઝનેસ સ્કૂલ ઓનલાઈન તરફથી હાલમાં કરવામાં આવેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના પ્રોફેશનલ્સે આ વર્ષે નોકરી અને ઘર બંન્નેમાં વિકાસનો અનુભવ કર્યો છે. જ્યારે આ વર્ષની શરૂઆતમાં, માઈક્રોસોફ્ટ પહેલા એન્યુઅલ વર્ક ટ્રેન્ડ ઇન્ડિક્સ જેને 31 દેશોના 30,000 લોકોનો સર્વે કરી ખુલાસો કર્યો કે 73 ટકા કર્મચારી મહામારી બાદ ઘર પરથી કામ કરવામાં સક્ષમ થવા માગે છે.

આ પણ વાંચો: વાલીઓ માટે ચિંતાજનક બાબત, ફોન ચાર્જમાં મુકી બાળક કરી રહ્યો હતો ઓનલાઈન ક્લાસ, ફોન બ્લાસ્ટ થતા થયું મોત

આ પણ વાંચો: હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજીમાં પણ ભારત આગળ, અમેરિકન એજન્સીનો દાવો

Published On - 11:27 pm, Fri, 22 October 21

Next Article