500ની નોટ પર ભગવાન રામની તસવીર, ખરેખર RBIએ નવી સિરીઝની નોટ જાહેર કરી ?

|

Jan 17, 2024 | 8:09 AM

ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેને 22 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. ચાલો જાણીએ કે આ વાતમાં કેટલું સત્ય છે?

500ની નોટ પર ભગવાન રામની તસવીર, ખરેખર RBIએ નવી સિરીઝની નોટ જાહેર કરી ?
viral 500 rs note

Follow us on

શું બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભગવાન શ્રી રામના ચિત્રો સાથે રૂપિયા 500ની નોટોની નવી સિરીઝ જાહેર કરવા જઈ રહી છે? શું RBI ભગવાન શ્રી રામ અને અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તસવીરોવાળી 500 રૂપિયાની નોટ સાચે જ જાહેર કરશે?

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે, ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે 500 રૂપિયાની નોટનો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે.

જેમાં મહાત્મા ગાંધીની જગ્યાએ શ્રી રામની તસવીર છે

સોશિયલ મીડિયા પર અયોધ્યામાં ભગવાન શ્રી રામ અને શ્રી રામ મંદિરની તસવીરો સાથેની 500 રૂપિયાની નોટ વાયરલ થઈ રહી છે. આપણે બધા જાણીએ જ છીએ કે 500 રૂપિયાની નોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર છે. પરંતુ જ્યારે આ વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટમાં રામ ભગવાન દર્શાવવામાં આવ્યા છે. જ્યાં લાલ કિલ્લાનો ફોટો છે, ત્યાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ફોટો છાપવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામના ફોટાવાળી 500 રૂપિયાની નોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

શું RBI નવી સિરીઝની નોટો જાહેર કરી રહી છે?

એક તરફ આ નોટ તો વાયરલ થઈ રહી છે, પરંતુ ભારતીય રિઝર્વ બેંકે ભગવાન શ્રી રામની તસવીરવાળી 500 રૂપિયાની નવી સિરીઝની નોટો બહાર પાડવા અંગે કોઈ પણ સટીક માહિતી આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામની તસવીરો સાથે વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નોટ નકલી છે.

બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત અને વોઈસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વિની રાણાએ જણાવ્યું હતું કે, આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે RBI દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. તેણે કહ્યું કે, આ ફેક ન્યૂઝ છે. RBI આવી કોઈ નવી 500 સિરીઝની નોટ જાહેર કરશે નહીં.

RBI પહેલા જ આ વાતને નકારી ચૂકી છે

આ પહેલીવાર નથી કે જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જગ્યાએ કોઈ અન્ય તસવીર સાથે 500 રૂપિયાની નવી નોટોની સિરીઝ બહાર પાડવામાં આવી હોય. જૂન 2022માં એવું કહેવામાં આવી રહ્યું હતું કે RBI વર્તમાન ચલણ અને બેંક નોટોમાં મહાત્મા ગાંધીની તસવીરને બદલીને રવિન્દ્રનાથ ટાગોર અને મિસાઈલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ APJ કલામની તસવીરોવાળી નોટોની નવી સિરીઝ છાપવાનું વિચારી રહી છે. ત્યાર બાદ આરબીઆઈએ આ સમાચારને નકારવા આગળ આવવું પડ્યું હતું. ત્યારે RBIએ કહ્યું હતું કે આવો કોઈ પ્રસ્તાવ RBI સમક્ષ નથી.

 

Next Article