LAC : ભારત ફરીથી LAC નજીકના ગોચરો પર પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય સેના (Indian Army) LAC (Line of Actual Control)ની સાથે રહેતા પશુપાલકોને તેમના પ્રાણીઓને LACની નજીકના ગોચરમાં ખસેડવામાં મદદ કરી રહી છે જે ભારત દ્વારા દાવો કરવામાં આવેલ વિસ્તારમાં છે. સેના આ પશુપાલકોને સુરક્ષા પણ આપી રહી છે અને જરૂરી મદદ પણ કરી રહી છે.
ચીનની યોજનાઓને નિષ્ફળ બનાવવામાં મદદ
ચીન તેના પશુપાલકો દ્વારા જાસૂસી કરાવે છે. ઘેટાંપાળકોની વચ્ચે ચીની સૈનિકો આવીને ભારતીય વિસ્તાર પર કબજો કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, ભારતીય પશુપાલકો ભારતીય સેના(Indian Army) ની આંખ અને કાન બની જાય છે અને ચીનની યોજનાઓને નિષ્ફળ બનાવવામાં મદદ કરે છે. કારગીલમાં પણપશુપાલકોએ સૌથી પહેલા પાકિસ્તાની સેનાની હિલચાલ જોઈને ભારતીય સેનાને એલર્ટ કરી હતી. LAC (Line of Actual Control)પર ચીની સૈનિકોની હિલચાલ વિશે પણ પશુપાલકો પાસેથી માહિતી મળી છે. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સેના આ પશુપાલકોને એલએસીની સાથે તેમના પરંપરાગત ગોચરમાં પાછા ફરવામાં મદદ કરી રહી છે.
ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં ગયા વર્ષેથી તણાવ
Line of Actual Control (LAC) પર આવા ઘણા પોઈન્ટ છે જેનો ભારત અને ચીન બંને પોતાનો દાવો કરે છે. જેના કારણે સમયાંતરે વિવાદો થતા રહે છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં ગયા વર્ષે મે મહિનાથી તણાવ છે અને તે હજુ પણ ઘણા મુદ્દાઓ પર યથાવત છે. દરમિયાન, ભારતીય સેના (Indian Army) પૂર્વ લદ્દાખમાં પશુપાલકોની મદદ કરી રહી છે.અહીં ઘણા ગોચરો કે જે પરંપરાગત રીતે LACની નજીક અનેક પશુપાલકો અહિ સુધી જતા નથી, આ ગોચર સુધી પહોંચવામાં અસમર્થ છે. ચીન પણ તે વિસ્તારોમાં દાવો કરે છે, તો ચીની સૈનિકો તે વિસ્તારોમાંથી ભારતીય પશુપાલકોને ભગાડે છે. ભારતીય સેના આ પશુપાલકોને સતત મદદ કરી રહી છે જેથી કરીને તેઓ તે ગોચરમાં પાછા ફરી શકે.
પ્રાણીઓ માટે અલગ મેડિકલ કેમ્પનું આયોજન
આ પશુપાલકો ગોચર પર ભારતનો દાવો મજબૂત કરશે. આ સાથે તે વિસ્તારો પર ભારતનો દાવો પણ મજબૂત રહેશે. ભારતીય સેના પશુપાલકો માટે મેડિકલ કેમ્પ અને તેમના પ્રાણીઓ માટે અલગ મેડિકલ કેમ્પનું આયોજન કરે છે. પશુપાલકોમાં રાશનનું વિતરણ કરવાની સાથે ભારતીય સેના દરેક મુશ્કેલ સમયમાં તેમની પડખે છે.પૂર્વ લદ્દાખના ગ્રામવાસીઓએ ફરિયાદ કરી હતી કે તેઓ હવે ગોગરા વિસ્તારની નજીકના તેમના ગોચરની મુલાકાત લેવા માટે સક્ષમ નથી.
ગોગરા ભારત અને ચીન વચ્ચેના વિવાદના અનેક મુદ્દાઓમાંથી એક છે. ગયા વર્ષે, લદ્દાખના નેતાઓનું પ્રતિનિધિમંડળ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પાસેથી પણ મળ્યું હતું અને પશુપાલકોને તે ગોચરોમાં જવાની મંજૂરી માંગી હતી જ્યાં તેઓ હવે જઈ શકતા નથી.
આ પણ વાંચો : AIBAએ ચૂંટણી પંચને વિધાનસભા ચૂંટણી સ્થગિત કરવાની કરી અપીલ, કહ્યું દેશમાં ઝડપથી વધી રહ્યા છે કોરોના કેસ