Congress Adhiveshan In Raipur: દેશમાં ચારેબાજુ નફરતનો માહોલ, ભારતની આત્મામાં કોંગ્રેસ: ખડગે

|

Feb 25, 2023 | 12:55 PM

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે એક તરફ 12 કરોડ લોકોનો રોજગાર જતો રહ્યો, બીજી તરફ કરોડો લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. દેશમાં ગણતરીના લોકોની મિલકતમાં એટલો ઝડપી વધારો થયો કે તે દુનિયાના અમીરોમાં સામેલ થઈ ગયા.

Congress Adhiveshan In Raipur: દેશમાં ચારેબાજુ નફરતનો માહોલ, ભારતની આત્મામાં કોંગ્રેસ: ખડગે

Follow us on

છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસના 85માં અધિવેશનને સંબોધિત કરતા પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બેરોજગારી, મોંઘવારી સહિત ઘણા મુદ્દાને લઈ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ખડગેએ કહ્યું કે ભારતની આત્મામાં કોંગ્રેસ છે. દેશમાં રાહુલ ગાંધીએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે. ભારત જોડો યાત્રા અપેક્ષાઓની યાત્રા હતી. કોંગ્રેસ એક જન આંદોલન છે. ભારતની આત્મામાં કોંગ્રેસ છે. નેહરૂ-ગાંધી અને સુભાષચંદ્ર બોઝના રસ્તા પર કોંગ્રેસ ચાલી રહી છે. તમામ બંધારણીય સંસ્થાઓની ગરિમા તોડી રહી છે. દેશમાં ચારેબાજુ નફરતનો માહોલ છે.

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે એક તરફ 12 કરોડ લોકોનો રોજગાર જતો રહ્યો, બીજી તરફ કરોડો લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. દેશમાં ગણતરીના લોકોની મિલકતમાં એટલો ઝડપી વધારો થયો કે તે દુનિયાના અમીરોમાં સામેલ થઈ ગયા. તેમને કહ્યું દેશના લોકોને કોરોનાના સમયમાં ડોક્ટર અને દવા મળી નહીં. દલિતો, આદિવાસીઓની ભાજપમાં કોઈ જગ્યા નથી.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

આ પણ વાંચો: માતોશ્રીમાં અમૃતપાલ અને અજનલા હિંસા પર ભગવંત માનનું નિવેદન, ‘પંજાબમાં બધે શાંતિ- શાંતિ છે’, પંજાબ પોલીસ સક્ષમ

હવે CWC સભ્યોની ચૂંટણી થશે નહીં

તમને જણાવી દઈએ કે ગુરુવારથી રાયપુરમાં કોંગ્રેસનું ત્રણ દિવસીય સંમેલન શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે, પક્ષની સંચાલન સમિતિએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે પક્ષની ટોચની નીતિ-નિર્માણ સંસ્થા, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ના સભ્યોની પસંદગી કરવામાં આવશે નહીં, પરંતુ પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સભ્યોને નામાંકિત કરવા માટે અધિકૃત હશે.

2024માં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર હશે, જેનું નેતૃત્વ કોંગ્રેસ કરશે: મલ્લિકાર્જૂન ખડગે

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં તેમની પાર્ટી ભાજપને હરાવવા માટે સમાન વિચારધારાવાળા અન્ય દળોની સાથે ગઠબંધન કરશે. ખડગેએ આ નિવેદન બાદ સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું કોંગ્રેસમાં એકલા હાથે ભાજપનો સામનો કરવાની હિંમત નથી? શું કોંગ્રેસને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું લોકસભા ચૂંટણીમાં કોઈ પરિણામ જોવા મળી રહ્યું નથી?

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન નિવેદન આપ્યું હતું કે હવે નવા એક રાહુલે જન્મ લીધો છે, પહેલાના રાહુલ ગાંધીને મેં મારી નાખ્યો છે. પહેલાના રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ખરાબ રીતે ચૂંટણી હારી તો શું નવા રાહુલ ગાંધી પાસે પણ કોંગ્રેસને અપેક્ષા નથી?

Next Article