
તેલંગાણાના કરીમનગરમાં એક ભંયકર હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી છે. આ હત્યાનું કાવતરું એટલા ઠંડા મનથી રચવામાં આવ્યું હતું કે મહિલાએ તેને અંજામ આપવા માટે યુટ્યુબનો સહારો લીધો.
મૃતકની ઓળખ સંપત તરીકે થઈ છે, જે એક લાઇબ્રેરીમાં સફાઈ કામદાર હતો. તે દારૂ પીવાનો વ્યસની હતો અને ઘણીવાર નશાની હાલતમાં તેની પત્ની રામાદેવી સાથે ઝઘડો કરતો હતો. તે બન્નેને બે બાળકો પણ છે, મનું રામાદેવી તેની નાસ્તાની દુકાનમાંથી ગુજરાન ચલાવતી હતી. નાસ્તાની દુકાનમાં જ રામાદેવીને એક 50 વર્ષીય કર્રે રાજય્યા સાથે પ્રેમ થઈ ગયો અને બંને વચ્ચે સંબંધ હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રામાદેવી તેના પતિથી છૂટકારો મેળવવા માટે મક્કમ હતી. આ માટે, તેણે યુટ્યુબ પર એક વિડિઓ જોયો જેમાં કોઈના કાનમાં જંતુનાશક દવા નાખીને હત્યા કરવાની રીત સમજાવવામાં આવી હતી. રમાદેવીએ આ ભયાનક યોજના તેના પ્રેમી રાજય્યાને જણાવી. આ પછી, બંનેએ હત્યાની યોજના બનાવી હતી.
હત્યા થઈ તે રાત્રે, રાજય્યા અને તેના મિત્ર શ્રીનિવાસએ મહિલાના પતી સંપતને ફોન કરી દારૂ પીવા બોલાવ્યો. દારૂ પીધા પછી નશાની હાલતમાં સંપત જમીન પર પડતાની સાથે જ રાજય્યાએ તેના કાનમાં જંતુનાશક દવાના ટીપા નાખી દીધા. તેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતુ. હત્યા પછી, રાજય્યાએ રામાદેવીને ફોન કરીને જાણ કરી કે કામ પૂરું થઈ ગયું છે.
બીજા દિવસે રામાદેવી પોલીસ સ્ટેશન ગઈ અને સંપત ગુમ થયો હોવાની રિપોર્ટ નોંધાવી, જાણે કે તેને કંઈ ખબર જ ન હોય. પરંતુ 1 ઓગસ્ટના રોજ સંપતનો મૃતદેહ મળ્યા પછી, રામાદેવી અને રાજય્યા બંનેએ એક સ્વરમાં કહ્યું કે પોસ્ટમોર્ટમ ન કરવું જોઈએ ત્યારે પોલીસને શંકા ગઈ. આ માંગણીથી પોલીસ વધુ સતર્ક થઈ ગઈ. મૃતકના દીકરાએ પણ મૃત્યુને શંકાસ્પદ ગણાવ્યું અને પોલીસ પાસેથી તપાસની માંગ કરી.
જ્યારે પોલીસે ફોન કોલ ડેટા, લોકેશન ટ્રેકિંગ અને CCTV ફૂટેજની તપાસ કરી, ત્યારે આખુ ષડયંત્ર ખુલી ગયુ. જે બાદ રામાદેવી, રાજય્યા અને તેનો મિત્ર શ્રીનિવાસ આ ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. જે બાદ ત્રણેની ધરપકડ કરીને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. આ અંગેની સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો