સપાના નેતા પર સપાટો, આઝમખાનને ત્યાં આવકવેરાના વ્યાપક દરોડા

સમાજવાદી પાર્ટી (સપા) નેતા આઝમ ખાન પર એક નવી મુશ્કેલી આવી છે. રામપુરથી લખનૌ સુધીના તેમના ઘણા સ્થળો પર આવકવેરાના દરોડા ચાલી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આઝમ ખાને કોર્ટમાં આપેલા એફિડેવિટમાં ઘણી ખામીઓ જોવા મળી હતી. આ પછી IT વિભાગે તેમના રહેણાંક અને વ્યવસાયિક સહીતના અનેક સ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું.

સપાના નેતા પર સપાટો, આઝમખાનને ત્યાં આવકવેરાના વ્યાપક દરોડા
SP leader Azam Khan
| Edited By: | Updated on: Sep 13, 2023 | 9:30 AM

સમાજવાદી પાર્ટીના (સપા) શક્તિશાળી નેતા આઝમ ખાન પર એક નવી મુશ્કેલી ઉતરી આવી છે. ઉતરપ્રદેશના રામપુરથી લખનૌ સુધીના તેમના રહેણાંક, ધંધાકિય અને અંગત વ્યક્તિઓના ઘણા સ્થળો પર આવકવેરાના દરોડા ચાલી રહ્યા છે. લખનૌ, રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુરમાં દરોડા ચાલુ છે. આઝમ ખાનનું અલ જૌહર ટ્રસ્ટ પણ ઇન્કમ ટેક્સના નિશાન પર છે. કહેવામાં આવી રહ્યું છે કે આઝમ ખાને કોર્ટમાં આપેલા એફિડેવિટમાં ખામીઓ જોવા મળી હતી. આ ખામીઓ આવકવેરા વિભાગના ધ્યાને આવ્યા બાદ, મોટાપાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

સપા નેતાએ સમગ્ર પરિવારનું સોગંદનામું આપ્યું હતું. તેમાં આપેલી બેંક વિગતોમાં ઘણી ભૂલો હતી. આ સિવાય કેટલીક મિલકતો એવી હતી જેનો ઉલ્લેખ સોગંદનામામાં નહોતો. તે જ સમયે, અલ જૌહર ટ્રસ્ટની વિગતોને લઈને કેટલાક પ્રશ્નો હતા, જે આઈટી વિભાગ મેળવી શક્યા નથી. આ પછી, આવકવેરા વિભાગે તેમના સ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું.

હેટસ્પીચના કેસમાં 2 વર્ષની જેલ

તમને જણાવી દઈએ કે આઝમ ખાન આ દિવસોમાં પોતાના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેની સામે અનેક આરોપો છે. થોડા મહિના પહેલા રામપુરની કોર્ટે તેને નફરતભર્યા ભાષણના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી. આ સિવાય કોર્ટે 1000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. હાલ સપા નેતા જામીન પર બહાર છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં એક ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. આ અંગે રામપુરના શહજાદનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

Y શ્રેણીની સુરક્ષા દૂર કરવામાં આવી

થોડા મહિના પહેલા જ, યોગી સરકારે તેમની Y કેટેગરીની સુરક્ષા હટાવી દીધી હતી. આ પછી તેમની સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા. આ મામલે ગૃહ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સ્ટેટ લેવલ સિક્યોરિટી કમિટીએ કહ્યું કે આઝમ ખાનને વાય કેટેગરીની સુરક્ષા આપવાનું કોઈ કારણ નથી. તેમના પર કોઈ જીવલેણ હુમલાનું જોખમ તોળાઈ રહ્યું નથી.

આખો પરિવાર હાંસિયામાં ધકેલાયો

તમને જણાવી દઈએ કે જ્યારથી ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર સત્તામાં આવી છે. ત્યારથી આઝમ ખાનની મુસીબતો ઘણી વધી ગઈ છે. સમગ્ર પરિવાર હાંસિયામાં ધકેલાઈ ગયો છે. પોતાની સાથે તેમના પુત્ર અબ્દુલ્લા આઝમે પણ તેમના ધારાસભ્ય ગુમાવ્યા છે. એક સમયે તેઓ રામપુરમાં પ્રખ્યાત હતા પરંતુ હવે તેમનો તે દરજ્જો નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો