કેમ વારંવાર ભૂકંપથી દિલ્લી-ઉતર ભારતની ધ્રૂજે છે ધરતી ? જાણો શું કહે છે નિષ્ણાતો

દિલ્લી-એનસીઆર અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં અઠવાડિયામાં બીજી વખત ભૂકંપના (Earthquake) તીવ્ર આંચકા અનુભવાયા હતા. દરમિયાન, સવાલો ઉભા થઈ રહ્યા છે કે દિલ્લી-એનસીઆરમાં વારંવાર ભૂકંપ આવવા પાછળનું કારણ શું છે? છેવટે, દિલ્લીમાં જમીનની નીચે શું ચાલી રહ્યું છે, શું તે મોટા ભૂકંપની નિશાની છે?

કેમ વારંવાર ભૂકંપથી દિલ્લી-ઉતર ભારતની ધ્રૂજે છે ધરતી ? જાણો શું કહે છે નિષ્ણાતો
Earthquake intensity on the Richter scale
| Edited By: | Updated on: Nov 13, 2022 | 7:46 AM

દિલ્હી-એનસીઆર અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં એક સપ્તાહમાં બીજી વખત તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શનિવારે મોડી સાંજે આવેલા ભૂકંપના જોરદાર આફ્ટરશોક્સના કારણે લોકો ગભરાઈ ગયા હતા અને ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. દરમિયાન, સવાલો ઉભા થઈ રહ્યા છે કે દિલ્લી-એનસીઆરમાં વારંવાર ભૂકંપ આવવા પાછળનું કારણ શું છે? છેવટે, દિલ્લીમાં જમીનની નીચે શું ચાલી રહ્યું છે, શું તે મોટા ભૂકંપની નિશાની છે?

શુ છે ભૂકંપ આવવાનું કારણ ?

નિષ્ણાતોએ આ માટે ચેતવણી પણ આપી છે. જેઓ કહે છે કેદિલ્લી-એનસીઆરમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. જો કે, તે ક્યારે આવશે, તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. દિલ્લી-એનસીઆરની નીચે 100 થી વધુ લાંબા અને ઊંડા ફોલ્ટ છે. આમાંના કેટલાક દિલ્લી-હરિદ્વાર રિજયન, દિલ્લી-સરગોધા રિજયન અને ગ્રેટ બાઉન્ડ્રી ફોલ્ટ પર છે. આની સાથે સાથે ઘણા સક્રિય ફોલ્ટલાઈન પણ જોડાયેલ છે.

જવાહરલાલ નેહરુ સેન્ટર ઓફ એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના પ્રોફેસર સીપી રાજેન્દ્રન અનુસાર, દિલ્લી-એનસીઆરમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. પરંતુ તે ક્યારે આવશે અને તે કેટલો શક્તિશાળી હશે તે કહેવું મુશ્કેલ છે. સીપી રાજેન્દ્રને 2018માં એક અભ્યાસ કર્યો હતો. આ મુજબ, વર્ષ 1315 અને 1440 ની વચ્ચે, ભારતના ભાટપુરથી નેપાળના મોહના ઢોલા સુધી 600 કિમી લાંબો સિસ્મિક ગેપ રચાયો હતો. આ અંતર 600-700 વર્ષથી શાંત છે, પરંતુ તેના પર સતત ધરતીકંપનું દબાણ છે. શક્ય છે કે આ દબાણ ભૂકંપના રૂપમાં બહાર આવી શકે. જો આ ફોલ્ટ લાઈન ઉપર ભૂકંપ આવે તો તેની તીવ્રતા 8.5 સુધી હોઇ શકે છે. ગંભીર વાત એ છે કે જો દિલ્લીમાં 8.5ની તીવ્રતાનો ભૂકંપ આવે તો શું થશે, કેટલી તબાહી થશે તેની આગાહી કરવી બહુ જ મુશ્કેલ છે.

ભૂકંપ શા માટે અને કેવી રીતે આવે છે?

વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની રચનાને સમજવી પડશે. પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટો તરે છે. કેટલીકવાર આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. વારંવાર અથડાવાને કારણે પ્લેટોના ખૂણાઓ ઘણી વખત વળે છે અને આ પ્લેટો વધુ પડતા દબાણને કારણે તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી નીકળતી ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે. જ્યારે આ વિક્ષેપ પેદા કરે છે, ત્યારે તે પછી ભૂકંપ આવે છે.

ભૂકંપની આગાહી કરી શકાય?

સિસ્મોલૉજિસ્ટ ડૉ. રોહતાશ જણાવ્યું હતું કે, “ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. તેના કારણે સ્ટ્રેસ લેવલ વિકસે છે. એક મર્યાદા બાદ તેમાં અંશ વધી જાય છે. આ જ કારણે ભૂકંપ આવે છે. બે પ્લેટ્સના અથડામણનું કારણ છે ભૂકંપ. ઘણા લોકો ધરતીકંપની આગાહી કરવાનો દાવો કરે છે, પરંતુ તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી.

તેમણે વધુમાં કહ્યું કે, “ચીને એક વખત એવો દાવો કર્યો હતો કે પ્રાણીઓની વર્તણૂક જોઈને ભૂકંપની આગાહી કરી શકાય છે. પરંતુ, આ દાવો પણ સાચો સાબિત થયો નથી. ભૂકંપની આગાહી ત્રણ દાવાઓ પર નિર્ભર કરે છે કે ક્યારે ભૂકંપ આવશે? ભૂકંપ ક્યાં આવશે? અને ભૂકંપની તીવ્રતા કેટલી હશે? આ ત્રણ આગાહીઓ વિશે કોઈ દાવો કરી શક્યું નથી, તેથી આજ સુધી કોઈ સંશોધન સફળ થયું નથી.

તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે?

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ એ એક ગાણિતિક સ્કેલ છે જેનો ઉપયોગ ભૂકંપના તરંગોની તીવ્રતા માપવા માટે થાય છે, તેને રિક્ટર મેગ્નિટ્યુડ ટેસ્ટ સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર ધરતીકંપ તેના ઉદગમ કેન્દ્રથી 1 થી 9 સુધી માપવામાં આવે છે. આ સ્કેલ ધરતીકંપ દરમિયાન પૃથ્વીની અંદરથી મુક્ત થતી ઊર્જાના આધારે તીવ્રતાને માપે છે.