Atal Bihari Vajpayee: અટલ બિહારી વાજપેયીએ કેમ જીવનભર લગ્ન ન કર્યા ? પરિવારજનોએ જણાવ્યું કારણ

Atal Bihari Vajpayee: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની આજે 97મી જન્મજયંતિ છે ત્યારે તેમને સૌ કોઇ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Atal Bihari Vajpayee: અટલ બિહારી વાજપેયીએ કેમ જીવનભર લગ્ન ન કર્યા ? પરિવારજનોએ જણાવ્યું કારણ
Atal Bihari Vajpayee (File Photo)
| Edited By: | Updated on: Dec 25, 2021 | 3:06 PM

અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) નો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં (Gwalior) થયો હતો. આજે તેમની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. જો કે અટલ બિહારી વાજપેયીને યાદ કરતા આજે પણ કેટલાક લોકોના મનમાં એક સવાલ હજુ પણ આવ્યા કરે છે અને તે છે કે તેમને આજીવન લગ્ન (Marriage) કર્યા ન હતા. જો કે તેનું કારણ શું છે તે તેમના પરિવારે જ મીડિયાને જણાવ્યુ હતુ.

 

અટલજીને વારંવાર એક સવાલ પૂછવામાં આવતો હતો. તે સવાલ છે તેમના લગ્ન ન કરવાનું કારણ શું. જોકે તેમણે લગ્ન કેમ ન કર્યા? આ વાતનો ખુલાસો પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના પરિવારજનોએ એક મીડિયાને કર્યો છે. આ મીડિયા રિપોર્ટ અનુસાર વાજપેયીના પરિવારજનોએ તેમના લગ્ન ન કરવાના કેટલાક કારણો જણાવ્યા છે.

દેશની સેવા કરવાનો જુસ્સો હતો

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ગામ બટેશ્વરમાં રહેતા તેમના ભત્રીજા રમેશચંદ વાજપેયી એક સરકારી શિક્ષક હતા, જેઓ નિવૃત્ત થયા પછી હવે ઘરે છે. તેમણે કહ્યું કે પિતા કહેતા હતા કે કાકા અટલ બિહારી વાજપેયીમાં બાળપણથી જ દેશની સેવા કરવાનો જુદો જુસ્સો હતો. તેઓ સમગ્ર દેશને પોતાનો પરિવાર અને સમગ્ર દેશને પોતાનું ઘર માનતા હતા.

સમય મળ્યો નથી

રમેશચંદ બાજપાઈએ જણાવ્યું કે તેમના લગ્નને લઈને ઘરમાં અવારનવાર ચર્ચા થતી હતી કે તેમણે લગ્ન કેમ ન કર્યા. આ અંગે જાણકારી મળી કે અટલજી દેશ સેવાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેમને લગ્ન કરવાનો મોકો જ ન મળ્યો. એક ઈન્ટરવ્યુ દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે દેશ અને કરોડો લોકોનો પરિવાર પોતાની જવાબદારી નિભાવતી વખતે એટલો ફસાઈ ગયો કે લગ્ન કરવાનો સમય જ ન આવ્યો.

જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાને તેમને કર્યા યાદ

મહત્વનું છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ને તેમની 97મી જન્મજયંતિ પર યાદ કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે ભારતને મજબૂત અને વિકસિત બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “આદરણીય અટલજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. અટલજીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. દેશ માટે તેમની સેવા આપણા બધા માટે પ્રેરણારૂપ છે.”

 

આ પણ વાંચો : અટલ બિહારી વાજપેયી અલગ-અલગ પ્રદેશોમાંથી 10 વખત લોકસભા પહોંચ્યા હતા, PM મોદી અને અમિત શાહે તેમની જન્મજયંતિ પર આ રીતે યાદ કર્યા