CBI ડાયરેક્ટર, ચીફ વિજિલન્સ કમિશનર અને લોકપાલની નિમણૂક માટે શનિવારે વડાપ્રધાનના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી (PM Modi), ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી હાજર હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અધીર રંજન ચૌધરી CBI ડાયરેક્ટર અને ચીફ વિજિલન્સ કમિશનરની નિમણૂક માટેની ભલામણ સાથે અસંમત છે, જ્યારે કમિટીએ લોકપાલની નિમણૂક માટે નામોને શોર્ટલિસ્ટ કરવા માટે એક પેનલની રચના કરવાની ભલામણ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરના પદ માટે ત્રણ ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. તેમાંથી એકની પસંદગી કરવામાં આવશે.
જણાવી દઈએ કે સીબીઆઈના વર્તમાન ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલનો કાર્યકાળ આ મહિને 25 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તેઓ છેલ્લા બે વર્ષથી આ પોસ્ટ પર હતા. તેમણે 26 મે 2021ના રોજ CBI ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. જણાવી દઈએ કે સુબોધ કુમાર જયસ્વાલ મહારાષ્ટ્ર કેડરના 1985 બેચના આઈપીએસ અધિકારી છે. તેઓ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પણ રહી ચૂક્યા છે.
The selection committee for the appointment of Director CBI comprising of PM Modi, CJI Chandrachud and Leader of Opposition in Lok Sabha Adhir Ranjan Chowdhury is meeting today to select new Director of CBI or to grant extension to Subodh Jaiswal the current director of CBI .…
— Pradeep Rai (@pradeepraiindia) May 13, 2023
આ પણ વાંચો : Karnataka Election Result: કર્ણાટકમાં કોંગ્રેસની જીતનો શું અર્થ, કેવી રીતે તૂટી પડ્યો ભાજપનો કિલ્લો
જાણકારી માટે જણાવી દઈએ કે સીબીઆઈ ડાયરેક્ટરની પસંદગી વડાપ્રધાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભામાં વિપક્ષના નેતા દ્વારા કરવામાં આવે છે. તેમની નિમણૂક 2 વર્ષ માટે કરવામાં આવે છે. સાથે જ જો ઈચ્છે તો આ કમિટી સીબીઆઈ ડાયરેક્ટરનો કાર્યકાળ 5 વર્ષ સુધી વધારી શકે છે. આપને જણાવી દઈએ કે નવા સીબીઆઈ ચીફ માટે કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદ અને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાનું નામ મોખરે છે.
Published On - 11:21 am, Sun, 14 May 23