Digitalization: જેમની પાસે બેંક ખાતુ નથી, તેઓ ક્યાં અને કેવી રીતે બદલી શકશે 2000 રુની નોટ?, જાણો જરુરી માહિતી

|

May 20, 2023 | 11:50 AM

RBIએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંકમાંથી બદલી આપવમાં આવશે. આ માટે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

Digitalization: જેમની પાસે બેંક ખાતુ નથી, તેઓ ક્યાં અને કેવી રીતે બદલી શકશે 2000 રુની નોટ?, જાણો જરુરી માહિતી
Where and how can those who do not have bank accounts get 2000 rupee notes exchanged

Follow us on

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે 2000 રૂપિયાની ગુલાબી નોટો પર મોટો નિર્ણય લીધો અને તેને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી. જોકે, રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે રૂ. 2000ની નોટો માન્ય રહેશે અને અન્ય મૂલ્યોની નોટો માટે સરળતાથી બદલી શકાશે.

આ માટે તારીખ પણ નક્કી કરવામાં આવી છે. પરંતુ હજુ પણ 2000 રૂપિયાની નોટને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઘૂમી રહ્યા છે. આમાંથી એક એ છે કે જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ 2000 રૂપિયાની નોટ ક્યા અને કેવી રીતે બદલી શકશે?

સરળતાથી બદલી શકાશે 2000ની નોટ

RBIએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંકમાંથી બદલી આપવમાં આવશે. આ માટે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. એટલે કે હવે બેંકો ગ્રાહકોને નવી 2000ની નોટ નહીં આપે. ત્યારે બેન્કમાં જઈ તમે સરળતાથી આ નોટની બદલી શકો છો. ત્યારે મોટો પ્રશ્ન એ છે કે જો બેન્ક અકાઉન્ટ જ ન હોય તો શું કરવું?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બેંકમાં ખાતું જ ન હોય તો શું કરવુ?

હવે સવાલ એ છે કે શું કોઈપણ ગ્રાહક એ જ બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકે છે જેમાં તેનું ખાતું છે? રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી એક સમયે 20,000 રૂપિયાની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે બેંકમાં ખાતું હોવું જરૂરી નથી. જી હા તમારે 2000ની નોટ બદલવી હોય તો તેના માટે તમારું બેન્ક અકાઉન્ટ હોવું જ જોઈએ તે જરુરિ નથી. એટલે કોઈ પણ વ્યક્તિને નોટ બદલવાની સુવિધા મફતમાં મળશેનું રિઝર્વ બેંકે જણાવ્યું છે.

શું છે નોટ બદલવા માટેનો નિયમ?

20 હજાર રૂપિયાથી વધુની 2000 રૂપિયાની નોટ એક જ સમયે બદલી શકાશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પોલિસી હેઠળ આરબીઆઈ ધીમે ધીમે બજારમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેશે. સરકારી આંકડાઓ અનુસાર, હાલમાં 3.62 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે. પરંતુ ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે.

આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્ડો હશે, જ્યાં તમે 2000ની નોટ સરળતાથી બદલી શકશો. આ સમયમર્યાદા પૂરી થયા પછી RBI દ્વારા બદલી શકાય છે. 30 સપ્ટેમ્બર પછી, 2000 રૂપિયાની નોટો બેંકોમાં બદલી અથવા જમા કરાવી શકાશે નહીં.

2000ની નોટો થઈ જશે બંધ

આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.

Published On - 11:49 am, Sat, 20 May 23

Next Article