જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રિશુલ શું કરી રહ્યુ છે ? CM યોગી આદિત્યનાથે મોટુ નિવેદન કરતા કહ્યું- મુસ્લિમ સમુદાય ભૂલ સ્વીકારે, જુઓ Video

|

Jul 31, 2023 | 2:06 PM

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને તેના પરિસરનો મામલો હજુ કોર્ટમાં છે. થોડા સમય પહેલા સુનાવણી પણ શરૂ થઈ છે અને સર્વેને લઈને ચર્ચાઓ છે. આ દરમિયાન યુપી સીએમનું એક મોટુ નિવેદન આવ્યું છે.

જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રિશુલ શું કરી રહ્યુ છે ? CM યોગી આદિત્યનાથે મોટુ નિવેદન કરતા કહ્યું- મુસ્લિમ સમુદાય ભૂલ સ્વીકારે, જુઓ Video
CM Yogi Adityanath

Follow us on

ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો મામલો આ દિવસોમાં ચર્ચામાં છે. તેના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર હાઈકોર્ટ 3 ઓગસ્ટે પોતાનો નિર્ણય આપશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે મોટું નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથ કહે છે કે જો તેને (જ્ઞાનવાપી) મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે.

ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં યોગી આદિત્યનાથે કહ્યું, ‘જો આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. મને લાગે છે કે જેને ભગવાને દ્રષ્ટિ આપી છે, તેણે જોવું જોઈએ કે મસ્જિદમાં ત્રિશુલ શું કરે છે. જ્યોતિર્લિંગ છે, ભગવાનની મૂર્તિઓ છે, દિવાલો બૂમો પાડીને કહી રહી છે, મુસ્લિમ સમાજ તરફથી આ પ્રસ્તાવ આવવો જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે, તેનું નિરાકરણ આવવું જોઈએ.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે


CMના નિવેદન પર આવી પ્રતિક્રિયા

ડૉ.એસ.ટી.હસને પણ મુખ્યમંત્રી યોગીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેઓ કહે છે કે 2024ની તૈયારીઓ થઈ રહી છે, જો ત્યાં 350 વર્ષથી નમાઝ થઈ રહી છે તો તેઓ તેને મસ્જિદ નહીં કહે તો શું કહેશે. મુખ્યમંત્રીએ આવું નિવેદન ન આપવું જોઈએ, તે શું છે તે તપાસમાં સ્પષ્ટ થશે. એસટી હસને કહ્યું કે જો સંસદ પર ત્રિશુલ બનાવવામાં આવશે તો સંસદ પણ મંદિર કહેવાશે. મુસ્લિમોએ હંમેશા મોટું દિલ બતાવ્યું છે, આવું બાબરી વખતે પણ થયું હતું.

તમને જણાવી દઈએ કે જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી સંબંધિત મામલો હજુ પણ કોર્ટમાં છે, અહીં કેટલીક મહિલાઓએ મસ્જિદ પરિસરમાં સ્થિત શ્રૃંગાર ગૌરી વિસ્તારમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી. આ અરજીમાં સર્વેની માંગણી કરવામાં આવી હતી, સ્થાનિક કોર્ટના આદેશ પર ભૂતકાળમાં આ સંકુલનો સર્વે શરૂ કરવામાં આવ્યો હતો, જેના પર મુસ્લિમ સમાજે વાંધો ઉઠાવ્યો હતો.

હિંદુ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદની અંદર શિવલિંગ આવેલું છે, જ્યારે મુસ્લિમ પક્ષ તેને ફુવારો ગણાવી રહ્યું છે. હવે જ્યારે ASIએ સર્વે શરૂ કર્યો તો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જેના પર કોર્ટે દખલ કરવાનો ઇનકાર કર્યો અને હાઈકોર્ટમાં જવા કહ્યું. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરી અને 3 ઓગસ્ટે ચુકાદો આપવા જણાવ્યું. ત્યાં સુધી ASIના સર્વે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સીએમ યોગીએ બીજું શું કહ્યું?

ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં સીએમ યોગીએ ઘણી મહત્વની વાતો કહી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું છેલ્લા 6 વર્ષથી યુપીનો સીએમ છું, અહીં એક પણ હુલ્લડ નથી થયુ, કોઈ ચૂંટણીમાં હિંસા થઈ નથી. પશ્ચિમ બંગાળમાં કેવી રીતે ચૂંટણી હિંસા થઈ રહી છે. આવા લોકો સત્તામાં આવ્યા પછી અનેક બાબતોને કેદ કરવા માંગે છે. વિપક્ષી ગઠબંધન ભારત પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે તેને આ નામથી બોલાવવું જોઈએ નહીં, કોઈના કપડાં બદલવાથી ભૂતકાળના કાર્યોમાંથી મુક્તિ મળતી નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article