દત્તક અધિનિયમ એટલે કે બાળકો દત્તક લેવાનો કાયદો નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિની ખુશી અને વારસાનો અધિકાર અને અનાથ બાળકોને તેના દ્વારા તેમના માતા-પિતાનો પ્રેમ મળી શકે તે હેતુથી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાનો લાભ મેળવવો એટલો સરળ નથી, કારણ કે દત્તક લેવા સંબંધિત નિયમો અને શરતો થોડી જટિલ છે.. જોકે મોટાભાગના લોકોને ખ્યાલ નહીં હોય કે આ માટે શું પ્રક્રિયા કરવાની હોય છે. તેમજ કેવી શરતો આમાં હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે બાળ દત્તક માટે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) ની રચના કરી છે. આ સંસ્થા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કામ કરે છે. આ સંસ્થા નોડલ બોડી તરીકે કામ કરે છે.
કારા મુખ્યત્વે ત્યજી દેવાયેલા બાળકોને દત્તક આપવાનું કામ કરે છે. વર્ષ 2015 માં, બાળક દત્તક માટેની પ્રક્રિયાના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. બાળકને દત્તક લેવું એ લાંબી કાનૂની પ્રક્રિયા છે, પરંતુ તે સૌથી અસરકારક અને કાયમી છે. જેથી ભવિષ્યમાં કોઈ દત્તક લેવાયેલા બાળકનો દાવો ન કરી શકે. આ સાથે દત્તક લેવા મંગાતા દંપતી શારીરિક અને માનસિક રીતે ભાવનાત્મક અને આર્થિક રીતે સક્ષમ હોવું જરૂરી છે. તેને કોઈ ગંભીર બીમારી ન હોવી જોઈએ. કોઈપણ સંભવિત માતાપિતા કે જેમના પોતાના કોઈ જૈવિક બાળકો હોય અથવા ન હોય તેઓ બાળકને દત્તક લઈ શકે છે.
આ દત્તક લેવા માટેની શરતો છે
– જો સંભવિત વાલી પરિણીત હોય, તો તે બંનેની પરસ્પર સંમતિ હોવી આવશ્યક છે.
– એકલી સ્ત્રી કોઈપણ જાતિના બાળકને દત્તક લઈ શકે છે.
– એકલો પુરુષ માત્ર છોકરાને જ દત્તક લઈ શકે છે.
– ચાર વર્ષ સુધીના બાળકને દત્તક લેવા માટે, પતિ અને પત્ની બંનેની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
– જે લોકો પાસે પહેલાથી ત્રણ કે તેથી વધુ બાળકો છે તેઓ દત્તક લેવાને પાત્ર નથી. તે ખાસ સંજોગોમાં જ બાળકને દત્તક લઈ શકે છે.
દત્તક લેવા માટે આ દસ્તાવેજો જરૂરી છે
આ દસ્તાવેજો પૂર્ણ થયા બાદ જ પ્રક્રિયા આગળ વધે છે. બાળકને દત્તક લેવા માટે ઓનલાઇન અરજી પણ કરી શકાય છે. ઓગસ્ટ 2015 માં બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા અને નિયમોમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા. તેનો ઉદ્દેશ દત્તક લેવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. ભારતીય નાગરિકો માટે નીચેની લાયકાત જરૂરી છે
દત્તક લેવાની પ્રક્રિયાને વર્ગોમાં વહેંચવામાં આવી છે
દત્તક લેવાની પ્રક્રિયા ઘણી શ્રેણીઓમાં વહેંચાયેલી છે. વિદેશી, બિન-નિવાસી, આંતરરાજ્ય, સાવકા-પિતૃ અથવા સંબંધી દ્વારા દત્તક લેવાના વિવિધ નિયમો છે.
દત્તક લેવા માટે અરજી કરવાની પ્રક્રિયા
એક એહવાલમાં જણાવ્યા અનુસાર, CARA માંથી બાળકને દત્તક લેવાની પ્રક્રિયા એકદમ સરળ છે. ઓનલાઈન ( http://cara.nic.in/ )અરજી કર્યા બાદ તેને ચિલ્ડ્રન હોમમાં મોકલવામાં આવે છે. જ્યાં અરજદારની ચકાસણી કરવામાં આવે છે. તે સામાજિક કાર્યકરો તેમના પરિવાર, સામાજિક અને આર્થિક સ્થિતિનો અભ્યાસ કરે છે. તેના આધારે, એક રિપોર્ટ બનાવે છે અને તેને ચિલ્ડ્રન હોમમાં આપે છે. અરજદારોને ચિલ્ડ્રન હોમ બોલાવવામાં આવે છે, તેમની પાસેથી માહિતી લેવામાં આવે છે, બાળ કલ્યાણ સમિતિ પણ સંપૂર્ણ માહિતી લે છે. બાળ કલ્યાણ સમિતિ બાળકને સ્વતંત્ર જાહેર કરે છે. એ બાદ દંપતી અથવા દત્તક લેનાર સ્ત્રી અથવા પુરુષ બાળકને આપવામાં આવે છે. બાળક ઉછેર વિશે પણ માહિતી લેવા માટે તેનું ફોલોઅપ લેવામાં આવે છે.
આ પણ વાંચો: હિના પેથાણી હત્યા કેસમાં આરોપી સચીનના કોર્ટે 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
Published On - 4:40 pm, Mon, 11 October 21