GeM Portal: શું છે GeM પોર્ટલ, જેનાથી નાના વેપારીઓ પણ મોટો વેપાર કરી શકશે, જાણો રજીસ્ટ્રેશનથી લઈને સામાન વેચવા સુધીની પ્રક્રિયા

|

Jun 01, 2022 | 7:28 PM

આ ઈ-પોર્ટલ (e-Portal) 9 ઓગસ્ટ 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આ પોર્ટલના કારણે ખરીદી પણ વધી રહી છે અને ટેન્ડર પ્રક્રિયાનો સમય અને ખર્ચ બંનેની બચત થઈ રહી છે. હવે તમે નાના વેપારીઓ સાથે જોડાઈને મોટો બિઝનેસ કરી શકો છો.

GeM Portal: શું છે GeM પોર્ટલ, જેનાથી નાના વેપારીઓ પણ મોટો વેપાર કરી શકશે, જાણો રજીસ્ટ્રેશનથી લઈને સામાન વેચવા સુધીની પ્રક્રિયા
File Image

Follow us on

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) બુધવારે કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) લેવાયેલા નિર્ણયો અને મુદ્દાઓને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકાર પરિષદમાં તેમણે GeM પોર્ટલ (GeM Portal) સંબંધિત ઘણી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ ઈ-પોર્ટલ (e-Portal) 9 ઓગસ્ટ 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આ પોર્ટલના કારણે ખરીદી પણ વધી રહી છે અને ટેન્ડર પ્રક્રિયાનો સમય અને ખર્ચ બંનેની બચત થઈ રહી છે. હવે તમે નાના વેપારીઓ સાથે જોડાઈને મોટો બિઝનેસ કરી શકો છો. આનાથી સ્વ-સહાય જૂથો અને નાના વેપારીઓને ઘણો ફાયદો થયો છે. હવે 70 ટકા MSME અને નાના વેપારીઓ તેમના ઉત્પાદનો GeM પોર્ટલ દ્વારા વેચે છે. તેઓને આ પોર્ટલનો લાભ મળી રહ્યો છે.

જેમ પોર્ટલ શું છે, તે કેવી રીતે કામ કરે છે, કોના માટે બને છે, જાણો 5 મુદ્દાઓમાં આ પ્રશ્નોના જવાબ…

GeM પોર્ટલ શું છે અને તે કેમ બનાવવામાં આવ્યું?

તેનું પૂરું નામ સરકારી ઈ-માર્કેટ પ્લેસ છે. આ એક ઓનલાઈન માર્કેટ છે, જ્યાંથી કોઈપણ વ્યક્તિ ઘરે બેસીને જોડાઈ શકે છે અને સરકાર સાથે વેપાર કરી શકે છે. સરકાર સાથે વેપાર કરવા માટે પ્રથમ નોંધણી જરૂરી છે. આ પ્રક્રિયા પછી સ્વ-સહાય જૂથો અને નાના વેપારીઓ સહિત અન્ય લોકો પણ સરકારી વિભાગોની જરૂરિયાત મુજબ માલની સપ્લાય કરી શકશે. જો તમે સરકાર દ્વારા નક્કી કરેલી માર્ગદર્શિકા અનુસાર માલ બનાવી રહ્યા છો તો તમે તેનું વેચાણ GeM પોર્ટલ પર કરી શકો છો.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તમે તમારા ઉત્પાદનોને કેવી રીતે વેચી શકશો?

જો તમારું ઉત્પાદન પ્રમાણિત છે તો તમે અરજી કરી શકો છો. નોંધણી પછી, જો ભારત સરકારનો કોઈપણ વિભાગ કંઈપણ ખરીદે છે તો તે તેના માટે ટેન્ડર બહાર પાડે છે. જો તમે સમાન સામગ્રી વેચશો તો તમને તેના વિશેની માહિતી મળશે. તે પછી તમે બિડ કરી શકો છો. ટેન્ડર પાસ થયા બાદ સરકાર તમારી પાસેથી માલ ખરીદશે. સરકાર ઈમેઈલ દ્વારા દરેક નાના-મોટા અપડેટની જાણકારી આપે છે.

GeMમાં નોંધણી કેવી રીતે કરવી?

  1. આ પોર્ટલ પર માલના વેચાણ માટે GeM પોર્ટલ પર નોંધણી ફરજિયાત છે.
  2. નોંધણી માટે જીઈએમ પોર્ટની સત્તાવાર વેબસાઈટ https://gem.gov.in/ ની મુલાકાત લો.
  3. સત્તાવાર વેબસાઈટ પર ID અને પાસવર્ડ બનાવો.
  4. યુઝર આઈડી જનરેટ કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઈલ નંબર અને ઈ-આઈડી દાખલ કરવા પડશે.
  5. એકવાર યુઝર આઈડી બની જાય, લોગિન કરો અને તમારી પ્રોફાઈલ પૂર્ણ કરો.
  6. તમારી પ્રોફાઈલમાં તમારે ઓફિસ અથવા એસ્ટાબ્લિશમેન્ટનું સરનામું, બેંક એકાઉન્ટ અને તમારા અનુભવનો ઉલ્લેખ કરવો પડશે.

જુઓ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શું કહ્યું

 

 

 

 

Next Article