Climate Change: ગ્લોબલ વૉર્મિંગથી બચવા માટે શું કરવું પડશે? જાણો ક્યા ગેસના કારણે થાય છે ગ્લોબલ વૉર્મિંગ

|

Jul 21, 2021 | 6:56 PM

ગ્લોબલ વૉર્મિંગ વિશે તમે શું જાણો છો. શું તમે ક્લાઈટમેન્ટ ચેન્જના ભયથી જાગૃત છો. શું તમને ખબર છે આપણી ધરતી ક્યાં ભય તરફ આગળ વધી રહી છે. ગ્લોબલ વૉર્મિંગ સાથે જોડાયેલી તે બાબતો જણાવીશું જે તમારા માટે જાણવું ખુબ જરુરી છે.

Climate Change: ગ્લોબલ વૉર્મિંગ વિશે તમે શું જાણો છો. શું તમે ક્લાઈમેન્ટ ચેન્જ (Climate Change)ના ભયથી જાગૃત છો. શું તમને ખબર છે આપણી ધરતી ક્યાં ભય તરફ આગળ વધી રહી છે. ગ્લોબલ વૉર્મિંગ સાથે જોડાયેલી તે બાબતો જણાવીશું, જે તમારા માટે જાણવું ખુબ જરુરી છે. અમે તમને જણાવીશું કે જલવાયુનું વધતું તાપમાન (Temperature) કઈ રીતે સમગ્ર દુનિયા માટે સૌથી મોટો પડકાર બની ગયો છો.

સૌથી પહેલા તમને જણાવીએ કે ગ્લોબલ વૉર્મિંગનો ભય શું છે?

1880ના દાયકામાં ઔદ્યોગિકકરણની શરુઆત બાદ પૃથ્વી પર જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આજે આપણે ઉર્જા માટે કોલસો, તેલ, ગેસ પર નિર્ભર છીએ. પાવર પ્લાન્ટ જેમાં આપણા ઘરોમાં દરેક ઉપકરણો માટે વીજળી જરુરી છે. તે મોટાભાગે કોલસો, તેલ અથવા ગેસ પર જ ચાલે છે. મુસાફરી માટે આપણે જે કાર, બસો, ટ્રેનો, વિમાનો અને શિપનો ઉપયોગ કરીએ છીએ. તેમને ચલાવવા માટે પણ અશ્મિભૂત બળતણની જરુર પડે છે.

હવે મુશ્કેલ વાત એ છે કે આ અશ્મિભૂત બળતણના ઉપયોગથી બનનારા ગેસ (Gas)ની માત્રા વધારવાથી આબોહવાનું તાપમાન વધવા લાગ્યું છે, ગત્ત 150 વર્ષોમાં ગ્લોબલ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ગ્લોબલ વોર્મિંગ (Global Warming) પર કાબુ ન મેળવાયો તો તેનું પરિણામ ખુબ જોખમી આવી શકે છે.

ક્યા ગેસના કારણે થાય છે ગ્લોબલ વૉર્મિંગ?

અશ્મિભૂત બળતણને સળગાવવાથી હવામાં કાર્બન ડાયોક્સાઈડ, મિથેન, નાઈટ્રસ ઓક્સાઈડ, હાઈડ્રોફ્લોરોકાર્બન અને ક્લોરોફ્લોરોકાર્બન જેવા ગેસ રિલીઝ થાય છે. જેને ગ્રીનહાઉસ ગેસ પણ કહેવામાં આવે છે. આમ તો આ ગેસ (Gas)ના કારણથી આપણી ધરતી ગરમ રહે છે, પરંતુ તેની માત્રામાં વધારો થવાથી સંતુલન બગડવા લાગે છે. હવે જે રીતે વૈશ્વિક તાપમાનમાં સુધારો થતાં ધરતી પર વિનાશનો ભય પણ વધવા લાગ્યો છે.

ગ્લોબલ વૉર્મિંગની પૃથ્વી પર શું અસર થઈ રહી છે?

વાતાવરણનું તાપમાન વધવાથી જમીન અને સમુદ્રની સપાટી વધુ ગરમ થઈ રહી છે. આર્કટિકના ધ્રુવીય પ્રદેશોમાં ગ્લેશિયર ઓગળવા લાગ્યું છે, સમુદ્રમાં પાણીનું સ્તર વધવા લાગ્યું છે. દરિયાકાંઠમાં પાણી ભરાવાનું શરુ થયું છે. બરફ વર્ષાનો સમય ઘટવા લાગ્યો છે, જ્યાં પાણીની તંગી હતી ત્યાં દુષ્કાળનો પ્રકોપ વધી રહ્યો છે. પહાડો પાસે આવેલા આ વિસ્તારોમાં પુરની ઘટનાઓ વધી રહી છે. અમેરિકાથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે.

ગ્લોબલ વૉર્મિંગથી બચવા માટે શું કરવું પડશે?

ઈન્ટરનેશનલ ઉર્જા એજન્સીના જણાવ્યા મુજબ પૃથ્વીને ગ્લોબલ વૉર્મિંગ (global warming)થી બચાવવા માટે કાર્બન ડાયોક્સાઈડનું શુદ્ધ શૂન્ય પ્રાપ્ત કરવો જરુરી છે. જેના માટે IEAએ 2050ની અંતિમ તારીખ પણ નક્કી કરી છે. શુદ્ધ શૂન્ય ઉત્સર્જનનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જન એટલું જ જરુરી છે, જેટલું વાતાવરણ માટે જરુરી છે. જો આવું કરવામાં ન આવે તો ગ્લોબલ તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી રોકવું અશક્ય બનશે.

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી મુજબ સૌથી પહેલા સમગ્ર દુનિયામાં કોલસા પ્લાન્ટ, તેલ અને ગેસ ક્ષેત્રોની નવી મંજુરીઓને વિશ્વમાં બંધ કરવી પડશે

2025 સુધી તેલ અને ગેસ ભઠ્ઠીઓનું વેચાણ બંધ કરવું પડશે.
2035 સુધી ગેસ અને તેલથી ચાલનારા વાહનોનું વેચાણ બંધ કરવાનું રહેશે.
2050 સુધી સમગ્ર દુનિયામાં માત્ર બેટરી કે હાઈડ્રોજનવાળી કારનો ટ્રેન્ડ બનાવવાનો રહેશે.
2035 સુધી વિશ્વના અમીર દેશ તેમના પાવર પ્લાન્ટ્સ પર શુદ્ધ શૂન્ય ઉત્સર્જન લાગુ કરવું જોઈએ અને 2040 સુધીમાં દેશના બાકીના દેશોએ પણ તેનું પાલન કરવું જોઈએ.

ગ્લોબલ વૉર્મિંગ 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધશે તો શું થશે

વૈજ્ઞાનિકો (Scientists)ના જણાવ્યા અનુસાર વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવામાં નહીં આવે તો આ સદીના અંત સુધી મધ્ય અમેરિકા, આફ્રિકાના દક્ષિણી વિસ્તારો અને ભૂમધ્ય સમુદ્રની ચારે બાજુ પર દુષ્કાળની ઝપેટમાં આવશે.

અમેરિકાના ટેક્સાસથી લઈ બાંગ્લાદેશ (Bangladesh) સુધી નીચેના વિસ્તારો અને દ્રીપ સમુહોવાળા દેશ દરિયામાં ડુબશે. મધ્ય-પૂર્વ અને દક્ષિણી એશિયાના વિસ્તારોમાં ગરમ હવાઓના કારણે ઘરથી બહાર નીકળવું અશક્ય બનશે. દુનિયાના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષાનો અંત આવશે.

આ પણ વાંચો: Tokyo Olympics : ઓલિમ્પિકમાં કોરોનાનો રાફડો ફાટ્યો, ચેકોસ્લોવિયાનો બીચ વૉલીબોલ ખેલાડી કોરોના પોઝિટીવ

Published On - 9:39 pm, Mon, 19 July 21

Next Video