West Bengal: મા કરતાં મોટું કંઈ નથી… મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું- તમે થોડો આરામ કરો

|

Dec 30, 2022 | 12:20 PM

મમતા બેનર્જીએ કહ્યું, પ્રધાનમંત્રીજી (PM Modi) તમારા માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.

West Bengal: મા કરતાં મોટું કંઈ નથી... મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું- તમે થોડો આરામ કરો
Mamata Banerjee - PM Narendra Modi (File Photo)

Follow us on

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાને શ્રદ્ધાંજલિ આપી. મમતા બેનર્જીએ કહ્યું, આદરણીય પીએમ, આજનો દિવસ તમારા માટે દુઃખદ છે અને મોટી ક્ષતિ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન તમને શક્તિ આપે. હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે પશ્ચિમ બંગાળ આવવાના હતા, પરંતુ તમારી માતાના અવસાનને કારણે તમે આવી શક્યા નહીં, પરંતુ વર્ચ્યુઅલ રીતે જોડાયા. હું કહીશ કે તમે થોડો આરામ કરો. આજે હું મારી માતાને પણ મિસ કરી રહી છું. મને ખબર નથી કે તેને કયા શબ્દોમાં વ્યક્ત કરું. તમારી માતાનું અવસાન બહુ મોટી ક્ષતિ છે.

મમતા બેનર્જીએ કહ્યું, પ્રધાનમંત્રીજી તમારા માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તારાતલા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ હાજર રહ્યા.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

 

 

PM મોદીના માતા હીરાબાનું સવારે સાડા ત્રણ કલાકે 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ જાતે જ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. શતાયુ હીરાબાના નિધનના સમાચાર મળતા જ PM નરેન્દ્ર મોદી તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના અંતિમ દર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને જોઇને ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાને માતાને શીષ ઝુકાવીને નમન કર્યા હતા.

માતાને વિદાય

હીરા બાની તમામ અંતિમ વિધી ગાંધીનગરના સેક્ટર 30ના સ્મશાન ઘાટમાં હિંદુ ધર્મ અનુસાર કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાની અંતિમ પ્રદક્ષિણા ફરીને માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. આ દરમિયા અનેક સ્વજનો, સીએમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે જ હીરા બા પંચમહાભૂતમાં વિલિન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતાને અંતિમ વિદાય આપતા સમયે ભાવુક થઇ ગયા હતા. તેમણે ભારે હૈયે માતાને અંતિમ વિદાય આપી હતી.

Published On - 12:20 pm, Fri, 30 December 22

Next Article