West Bengal : જલપાઇ ગુડીમાં મૂર્તિ વિસર્જન સમયે નદીમાં પુર આવતા સાત લોકોના મોત

|

Oct 06, 2022 | 12:05 AM

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી (Jalpaiguri ) જિલ્લામાં માલ નદીમાં અચાનક આવેલા પૂરમાં સાત લોકોના મોત થયા હતા. આ ઘટના જલપાઈગુડી માલ બજારમાં રાત્રે લગભગ 9 વાગ્યે બની હતી. જેમાં મળતી માહિતી અનુસાર, મૂર્તિ વિસર્જન માટે ભેગા થયેલા લોકોમાંથી અને કેટલાક અન્ય લોકો અચાનક પૂરને કારણે લાપતા થયા છે

West Bengal : જલપાઇ ગુડીમાં મૂર્તિ વિસર્જન સમયે નદીમાં પુર આવતા સાત લોકોના મોત
West Bengal Flood

Follow us on

પશ્ચિમ બંગાળના(West Bengal)  જલપાઈગુડી(Jalpaiguri ) જિલ્લામાં માલ નદીમાં અચાનક આવેલા પૂરમાં સાત લોકોના મોત થયા હતા. આ ઘટના જલપાઈગુડી માલ બજારમાં રાત્રે લગભગ 9 વાગ્યે બની હતી. જેમાં મળતી માહિતી અનુસાર, મૂર્તિ વિસર્જન માટે ભેગા થયેલા લોકોમાંથી અને કેટલાક અન્ય લોકો અચાનક પૂરને કારણે લાપતા થયા છે. જેમાં પૂજા સમિતિના કાર્યકરો નદીમાં મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. ત્યારે નદીમાં પાણી અચાનક વધી ગયું હતું જો કે કેટલાક લોકો કાંઠે ચઢવામાં સફળ રહ્યા હતા. પરંતુ ઘણા લોકો પાણીમાં વહી ગયા હતા. પોલીસ અને સિવિલ ડિફેન્સના જવાનોએ તાત્કાલિક નદીમાં ઉતરીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અહેવાલ છે કે લગભગ 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, બાકીના લોકો માટે બચાવ કાર્ય ચાલુ છે. વિજયા દશમી ની રાત્રે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

આ બચાવ કાર્યમાં એક પોલીસ અને સિવિલ ડિફેન્સ કર્મચારીનું મૃત્યુ થયું છે. એસપી જલપાઈગુડી દેવર્ષિ દત્તાએ જણાવ્યું હતું કે હજુ સુધી 11 7 લોકોના મોત થયા છે. એનડીઆરએફની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જ્યારે એક ટેકરી પર પર 40 લોકો ફસાયા છે.

 

Published On - 12:02 am, Thu, 6 October 22

Next Article