West Bengal: શિક્ષક ભરતી કૌભાંડ મામલે ED એક્શન મોડમાં, આજે 13 ઠેકાણાઓ પર કર્યા દરોડા, મમતાના વધુ એક મંત્રી રડાર પર

|

Jul 24, 2022 | 8:49 PM

પશ્ચિમ બંગાળમાં EDની કાર્યવાહી બીજા દિવસે પણ શરૂ રહી. આજે EDએ શિક્ષણમંત્રી પરેશ અધિકારીના ઠેકાણાઓ પર દરોડા કર્યા. EDની આ કાર્યવાહીથી મમતા સરકારમાં હડબડી મચી ગઈ છે.

West Bengal: શિક્ષક ભરતી કૌભાંડ મામલે ED એક્શન મોડમાં, આજે 13 ઠેકાણાઓ પર કર્યા દરોડા, મમતાના વધુ એક મંત્રી રડાર પર
પશ્ચિમ બંગાળના શિક્ષણમંત્રી પરેશ અધિકારી
Image Credit source: FILE

Follow us on

પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ (SSC SCAM) મામલે ED સતત એક્શનમાં છે. પશ્ચિમ બંગાળમાં EDની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત રહી. આજે EDએ 13થી વધુ ઠેકાણાઓ પર દરોડા કર્યા. શિક્ષણ મંત્રી પરેશ અધિકારી (Paresh Adhikari)ના ઠેકાણાઓ પર દરોડા કરવામાં આવ્યા. EDની આ કાર્યવાહીમાં મમતા સરકારમાં હડબડી મચી ગઈ છે. આપને જણાવી દઈએ કે શનિવારે સાંજે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પાર્થ ચેટર્જી (Partha Chatterjee)ની કથિત શિક્ષક ભરતી કૌભાંડ મુદ્દે EDએ ધરપકડ કરી છે. એ પહેલા લગભગ 26 કલાક સુધી તેમની પૂછપરછ કરાઈ હતી. ધરપકડ બાદ તેમને કોલકાતાના બેંકશાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે EDને પાર્થ ચેટર્જીની બે દિવસની કસ્ટડી આપવામાં આવી છે.

પાર્થની નજીકના ગણાતા અર્પિતા ચેટર્જીની પણ ધરપકડ

કેબિન્ટ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ EDએ તેમના નજીકના ગણાતા અર્પિતા મુખર્જીના ઘરે શુક્રવારે રાત્રે દરોડા કર્યા હતા. અર્પિતાના ઘરેથી EDએ 21 કરોડ કેશ જપ્ત કર્યા છે. EDને 500 અને 2000ની નોટોના બંડલ મળ્યા હતા. ત્યારબાદ EDએ અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી હતી. અર્પિતા મુખર્જીના ઘરેથી મળેલા નોટોની ગણતરી માટે બેંકમાંથી મશીન મંગાવવા પડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર EDને નોટોને લઈ જવા માટે ટ્રક બોલાવવો પડ્યો હતો, બોક્સમાં ભરી ભરીને રૂપિયાના બંડલ ટ્રકમાં રાખવામાં આવ્યા હતા અને રવાના કરવામાં આવ્યા હતા. આજે EDએ અર્પિતા મુખર્જીને કોર્ટમાં રજૂ કરી હતી, કોર્ટે અર્પિતાને એક દિવસની EDની રિમાન્ડ પર મોકલી છે. તેમને સોમવારે 25 જૂલાઈએ વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અર્પિતાના ઘરેથી મળ્યા મિલકતના 13-14 દસ્તાવેજ

કોર્ટમાં પોતાનો પક્ષ રાકતા EDએ કહ્યું કે અર્પિતા મુખર્જીના ઘરેથી મિલક્તના 13થી 14 દસ્તાવેજી કાગળો મળ્યા છે. જેમાં મિલક્તોના અસલી માલિક વિશે જાણવુ ઘણુ જરૂરી છે. અર્પિતાએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી. તો EDની કાર્યવાહીમાં ફસાયેલી અર્પિતા મુખર્જીએ આ દરેક ગતિવિધિ પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. તેણીએ કહ્યુ તે નિર્દોષ છે અને આ બધી ભાજપની ચાલ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જાણો કોણ છે અર્પિતા મુખર્જી

અર્પિતા મુખર્જી એક એક્ટ્રેસ છે. જે બાંગ્લા, તમિલ, ઉડિયા ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે પાર્થ ચેટર્જીની નજીકની સહયોગી છે. તે પાર્થ ચેટર્જી દ્વારા સંચાલિત કરવામાં આવતા દુર્ગા પંડાલના કામકાજ જોતી હતી. આપને જણાવી દઈએ કે શુક્રવારે EDએ સર્ચ અભિયાન દરમિયાન અર્પિતાના ઘરેથી 21 કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા હતા ત્યારબાદ રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ હતી.

Next Article