Weird News: સાપે ડંશ માર્યો તો સામે માણસે સાપને બચકુ ભરી લીધુ, જાણો ઘટનાનો કઈ અલગ જ અંત

|

Aug 13, 2021 | 2:27 PM

કિશોર બાદરાને મૃત સાપ સાથે જોયા બાદ ગામલોકોએ તેને સાપ ઝેરી હોવાનું જણાવતાં સારવાર માટે હોસ્પિટલ દોડી જવાની વિનંતી કરી હતી.

Weird News: સાપે ડંશ માર્યો તો સામે માણસે સાપને બચકુ ભરી લીધુ, જાણો ઘટનાનો કઈ અલગ જ અંત
કિશોર બાદરાને મૃત સાપ સાથે જોયા બાદ ગામલોકોએ તેને સાપ ઝેરી હોવાનું જણાવતાં સારવાર માટે હોસ્પિટલ દોડી જવાની વિનંતી કરી હતી.

Follow us on

ભુવનેશ્વર : ઓડિશા(Odissa) જાજપુર જિલ્લામાં એક ઘટના એવી સામે આવી કે જેને લઈને સમગ્ર વિસ્તારમાં લોકોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું અને હવે વાયરલ થઈ રહેલા સમાચારને લઈને પણ લોકો આ અજીબોગરીબ ઘટનાની ચર્ચા કરવાથી નથી ચુકી રહ્યા.  આ ઘટના છે ઓડિશાના જાજપુર જીલ્લામાં આવેલા એક ગામની જયાં એક વ્યક્તિ પોતાના રોજીંદા કામ પર જઈ  રહ્યો હતો. ત્યારે એવો બનાવ બન્યો જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ખરેખર ઘટના એવી બની કે એ વ્યક્તિ રોજની જેમ પોતાના કામે જઈ રહ્યો હતો ત્યારે સાંજના સમયે એનો પગ  સાપ પડે છે. જેથી એ સાપ એ વ્યક્તિને ડંખ મારે છે. બનાવ રોમાંચક ત્યારે બને છે. જ્યારે એ વ્યક્તિ એ સાપને કરડે છે. અને એ સાપનુ લોહી પીવે છે.

સમગ્ર ઘટના ઓડિશાના જાજપુર જીલ્લામાં સામે આવી છે. જ્યાં એક આદિવાસી વ્યક્તિ ઝેરી સાપને કરડ્યો હતો, જે સાપે તે વ્યક્તિને ડંખ માર્યો હતો.આ વ્યક્તિની ઓળખ કિશોર બદારા(Kishor Badara) તરીકે થઈ છે જે જાજપુર જિલ્લાના શાલીજંગા પંચાયતના ગંભીર ભાપટિયા નામના ગામનો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કિશોર બદારા(Kishor Badara)એ સમાચાર સંસ્થાને કહ્યું કે “જ્યારે હું બુધવારે સાંજે કામ પર જઈ રહ્યો હતો, ત્યારે મેં અચાનક એક સાપ પર પગ મૂક્યો, જેણે મને ડંખ માર્યો. તરત જ, મેં સાપ(snake)ને સામે ડંખ માર્યો (જેને સ્થાનિકમાં ‘ચીટી’ કહેવાય છે) અને તેનું લોહી પીધું હતુ. ”બાદમાં, તે મૃત સાપ(snake)ને પકડી ગામની આજુબાજુ ફર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કિશોર બાદરાને મૃત સાપ સાથે જોયા બાદ ગામલોકોએ તેને સાપ ઝેરી હોવાનું જણાવતાં સારવાર માટે હોસ્પિટલ દોડી જવાની વિનંતી કરી હતી.જો કે, કિશોર બદારાએ સ્થાનિક વૈધ દ્વારા સારવાર લેવાનું પસંદ કર્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.તેણે અત્યાર સુધી કોઈ સ્વાસ્થ્ય સંબંધી તકલીફોની ફરિયાદ કરી નથી.

ભૂતકાળમાં પણ અવારનવાર આ પ્રકારની ધટનાઓ સામે આવી છે. આ પ્રકારની ધટનામાં ધણી વખત વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવોનો પણ વારો આવતો હોય છે. અથવા તો ગંભીર રીતે સ્વાસ્થયને પણ હાની પહોચી શકે છે. વ્યક્તિ બીમાર થઈ શકે છે. જેથી જે સ્વાસ્થ્યને હાની પહોચાડી શકે એવા કોઈપણ પ્રકારના પગલા ભરવા જોઈએ નહી. અને આ પ્રકારની ઘટનાને પ્રોત્સાહન પણ ન આપવુ જોઈએ જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ આ બાબતો માટે પ્રેરાય નહી.

Next Article