Weather Updates: પૂરની સ્થિતિ વચ્ચે આજે પણ દિલ્હીમાં વરસાદ, યુપીમાં એલર્ટ; જાણો આજે ક્યા કેવો રહેશે વરસાદ?

ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ ગુરુવારે જણાવ્યું હતું કે બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની મોસમ યથાવત ચાલુ રહેશે. આ ઉપરાંત ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

Weather Updates: પૂરની સ્થિતિ વચ્ચે આજે પણ દિલ્હીમાં વરસાદ, યુપીમાં એલર્ટ; જાણો આજે ક્યા કેવો રહેશે વરસાદ?
Weather Updates
| Edited By: | Updated on: Jul 14, 2023 | 11:21 AM

Rain Alert: દેશની રાજધાની દિલ્હીમાં વરસાદના પાણી વચ્ચે તણાઈ રહી છે. ત્યારે આજે પણ દિલ્હીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે જ શહેરમાં શુક્રવાર અને શનિવારે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ ગુરુવારે જણાવ્યું હતું કે બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની મોસમ યથાવત ચાલુ રહેશે. આ ઉપરાંત ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં વરસાદની આગાહી, યુપીમાં પણ ચોમાસું સક્રિય

શુક્રવારે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે શનિવારે 15 જુલાઈ એ ‘યલો’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લખનૌના હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમગ્ર રાજ્યમાં સક્રિય છે. આ દરમિયાન અનેક જગ્યાએ વ્યાપક વરસાદ થયો હતો. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પણ થયો હતો. હવામાન વિભાગે 18 જુલાઈ સુધી રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરી છે.

યમુના બેંક મેટ્રો સ્ટેશન પ્રભાવિત

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) કહે છે કે યમુના બેંક મેટ્રો સ્ટેશન તરફ જતો રસ્તો હાલમાં પાણી ભરાવાને કારણે બંધ છે. DMRCએ ટ્વીટ કર્યું કે, ‘યમુના નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે, યમુના બેંક મેટ્રો સ્ટેશન તરફ જતો રસ્તો હાલમાં વાહન ચલાવી શકશે નહીં. કૃપા કરીને તે મુજબ તમારી મુસાફરીની યોજના બનાવો અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરો. સ્ટેશન પર ઇન્ટરચેન્જની સુવિધા ઉપલબ્ધ છે.

આજે દેશના કયા રાજ્યમાં ભારે વરસાદ ?

ઉત્તર પ્રદેશમાં બે દિવસ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પાંચ દિવસ, પૂર્વ રાજસ્થાનમાં આજે, ઉત્તર હરિયાણામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સોમવારે IMD દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ભારતમાં કોસ્ટલ કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ

મધ્યપ્રદેશમાં કેટલીક જગ્યાએ મુશળધાર વરસાદ, જ્યારે કેટલીક જગ્યાએ દુષ્કાળ ચાલુ છે. હવામાન વિભાગે ગુરુવારે સંભાવના વ્યક્ત કરી છે કે આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જો કે, 15 અને 16 જુલાઇ એટલે કે શનિવાર અને રવિવારના રોજ વરસાદની ગતિ ધીમી પડી શકે છે, પરંતુ 17 જુલાઇથી હવામાન ઝડપી બનશે અને ભારે વરસાદની સંભાવના છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો